દુનિયાની શક્તિનો કેન્દ્ર ફરી સમુદ્ર બન્યો, ભારતે હવે નેતૃત્વ કરવું પડશે”
પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધસમાન તણાવ વચ્ચે ભારતના રક્ષા પ્રધાન Rajnath Singhએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કોલકાતામાં એક કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યું કે બદલાતા વૈશ્વિક ભૂ-રાજનીતિક સમયમાં હવે સમુદ્રો ફરીથી વિશ્વની શક્તિના કેન્દ્ર બની રહ્યા છે અને આવી સ્થિતિમાં ભારતે આત્મવિશ્વાસ અને ક્ષમતાથી વૈશ્વિક સમુદ્રી નેતૃત્વ આપવું જોઈએ.વધુમા તેમણે કહ્યું કે હાલ પશ્ચિમ એશિયામાં જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે તે અત્યંત અસામાન્ય છે અને આ સ્થિતિ આગળ કઈ દિશામાં જશે તે અંગે હાલ સ્પષ્ટ રીતે કંઈ કહેવું મુશ્કેલ છે. તેમ છતાં, આ તણાવનો સીધો પ્રભાવ વૈશ્વિક અર્થતંત્ર અને વેપાર પર પડી શકે છે.
રક્ષા પ્રધાને ખાસ કરીને Strait of Hormuz અને સમગ્ર Persian Gulf ક્ષેત્રની વ્યૂહાત્મક મહત્વતાને ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે આ વિસ્તાર વિશ્વની ઊર્જા સુરક્ષાના દૃષ્ટિકોણથી અત્યંત મહત્વનો છે. જો આ વિસ્તારમાં કોઈ અવરોધ કે સંઘર્ષ સર્જાય તો તેની સીધી અસર વિશ્વભરમાં તેલ અને ગેસની સપ્લાય પર પડે છે તેમણે વધુમાં જણાવ્યું કે હાલમાં ઊર્જા ક્ષેત્ર ઉપરાંત અન્ય ઘણા ક્ષેત્રોમાં પણ સપ્લાય ચેઇન ખલેલનો સામનો કરી રહી છે. આ અનિશ્ચિતતાઓનો સીધો અસર વૈશ્વિક અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય વેપાર પર પડે છે.
રજનાથ સિંહે જણાવ્યું કે બદલાતા વૈશ્વિક પરિસ્થિતિમાં સમુદ્રોની મહત્વતા ફરી એકવાર સ્પષ્ટ થઈ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે એક મોટા સમુદ્રી દેશ તરીકે ભારતે સ્પષ્ટ દૃષ્ટિ, શક્તિ અને આત્મવિશ્વાસ સાથે આ ક્ષેત્રમાં નેતૃત્વ આપવું જોઈએ. જોકે તેમણે સીધો ઉલ્લેખ કર્યો નહોતો, પરંતુ બે દિવસ પહેલા શ્રીલંકા નજીક અમેરિકન હુમલામાં ઈરાનનું યુદ્ધજહાજ IRIS Dena ડૂબી જવાની ઘટના પણ પશ્ચિમ એશિયાના તણાવને વધુ ભડકાવનાર બની છે. આ જહાજ ભારત દ્વારા આયોજિત મિલાન નૌકાદળ અભ્યાસમાં ભાગ લઈને પરત ફરી રહ્યું હતું.
યુદ્ધની શરૂઆત ત્યારે થઈ જ્યારે અમેરિકાએ 28 ફેબ્રુઆરીએ ઈરાન પર સૈન્ય કાર્યવાહી કરી અને ઈરાનના સર્વોચ્ચ નેતા Ali Khameneiના મોત થયા. ત્યારબાદ ઈરાને ઇઝરાયેલ અને અમેરિકાના મધ્યપૂર્વ સ્થિત સૈનિક અડ્ડાઓ પર હુમલાઓ શરૂ કર્યા. છેલ્લા ત્રણ દિવસમાં બંને પક્ષો વચ્ચે હુમલા અને પ્રતિકાર હુમલાઓ વધતા સંઘર્ષ વધુ વિસ્તરી રહ્યો છે, જેના કારણે સમગ્ર પશ્ચિમ એશિયામાં અસ્થિરતા વધી રહી છે અને તેની અસર વિશ્વભરમાં અનુભવાઈ રહી છે.