Trending

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ વચ્ચે બંકરમાં લગ્ન:

અમેરિકાએ પહેલીવાર ટાંકી સૌથી એડવાન્સ મિસાઇલ

ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. અમેરિકન અને ઈઝરાયેલી સેનાઓએ ગુરુવારે પણ ઈરાનના મહત્વપૂર્ણ સૈન્ય ઠેકાણાઓ પર મિસાઇલ અને હવાઈ હુમલા કર્યા. બીજી તરફ ઈરાન પણ જવાબી કાર્યવાહી કરતા ઈઝરાયેલ તેમજ ગલ્ફ દેશોમાં આવેલા અમેરિકન સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે.

28 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ જંગ દિવસે દિવસે વધુ ભયાનક બની રહી છે. મળતી માહિતી મુજબ ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામનેઈના મોત થયા બાદ અમેરિકા અને ઈઝરાયેલે છેલ્લા ત્રણ દિવસમાં ઈરાન પર 2000થી વધુ બોમ્બ વરસાવ્યા છે. આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 1,045થી વધુ લોકોના મોત થયા હોવાનું જણાવાય છે, જ્યારે અનેક શહેરોમાં ભારે તબાહી સર્જાઈ છે.


યુદ્ધની વચ્ચે ઈઝરાયેલમાંથી એક અનોખી અને ભાવુક ઘટના સામે આવી છે. તેલ અવિવ શહેરમાં મિશા નામના યુવાને પોતાની મંગેતર લિયોર સાથે ભૂગર્ભ બોમ્બ શેલ્ટરમાં લગ્ન કર્યા. મૂળતઃ આ લગ્ન પેટાહ ટિકવા શહેરમાં યોજાવાના હતા, પરંતુ યુદ્ધની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને લગ્નને બંકરમાં શિફ્ટ કરાયા.

લગ્ન દરમિયાન મિશાએ પોતાની દુલ્હન લિયોરના ચહેરા પર પરંપરાગત રીતે ઘૂંઘટ ઢાંકી નજીકના મિત્રો, પરિવારજનોની હાજરીમાં બંનેએ લગ્ન કર્યા. મિશાએ જણાવ્યું કે હાલાત ભલે કેટલા પણ મુશ્કેલ કેમ ન હોય, જીવન અટકતું નથી. તેથી તેમણે યુદ્ધ વચ્ચે પણ નવી શરૂઆત કરવાનો નિર્ણય લીધો.

ઈઝરાયેલમાં આ દિવસોમાં યહૂદી તહેવાર Purim પણ ઉજવાઈ રહ્યો છે. આ પ્રસંગે તેલ અવિવના એક બોમ્બ શેલ્ટરમાં સ્થાનિક લોકો એકત્રિત થઈને તહેવાર ઉજવી રહ્યા છે. પુરિમ તહેવાર પ્રાચીન પર્શિયામાં યહૂદીઓને નરસંહારથી બચાવાની યાદમાં ઉજવવામાં આવે છે.

જેરુસલેમમાં પણ લોકો બંકરમાં ભેગા થઈને નાચતા-ગાતા તહેવાર ઉજવી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે યુદ્ધ જેવી કઠિન પરિસ્થિતિમાં પણ ખુશી ઉજવવી એ તેમના અસ્તિત્વ અને હિંમતનું પ્રતિક છે.

આ તરફ અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ United States Central Command એ જણાવ્યું કે “ઓપરેશન એપિક ફ્યુરી” દરમિયાન પહેલીવાર લાંબા અંતરની પ્રિસિઝન સ્ટ્રાઈક મિસાઇલ { Precision Strike Missile (PrSM) નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ નવી પેઢીની અત્યંત સચોટ બેલિસ્ટિક મિસાઇલ છે, જે લગભગ 500 કિમી અથવા તેનાથી વધુ અંતર સુધી નિશાન સાધી શકે છે. સૈન્ય નિષ્ણાતોના મતે આ મિસાઇલના ઉપયોગથી મધ્ય પૂર્વમાં ચાલતું યુદ્ધ વધુ ખતરનાક વળાંક લઈ શકે છે.
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે હવે આખી દુનિયાની નજર આ યુદ્ધના આગામી પગલાં પર ટકી ગઈ છે.

Most Popular

To Top