છેલ્લાં 75 વર્ષોથી ઘરમાં ‘ગુજરાતમિત્ર’ જ આવે. તે સમયનાં વર્તમાનપત્રોમાં ઝાઝો રસ પડતો. ઉચ્ચ કક્ષાનાં લેખકો તેમની કોલમ, કાવ્યો, સત્તાવાર શૈલી, બધું વાચકને જકડી રાખવામાં પૂરતું. 21મી સદીમાં પણ કેટલીક પૂર્તિઓએ દિવસ ક્યારે ઊગે. હાથમાં નવું વાંચી માહિતી મળે તેના ઇંતેજારમાં રહેવાય. 1955માં પિતાજી નંદુરબાર (જિ. વેસ્ટ ખાનદેશ) હતા. વારંવાર સારી લાઇન મુસાફરી થતી. તે જમાનામા ઉધનાથી ભૂસાવળ સીંગલ લાઇન વ્યવહાર. પરિણામે ચલથાણ સ્ટેશને અપ, ડાઉન ટ્રેનોનું મિલન નકકી. નજર સમક્ષ તે વેળાનું ચલથાણ રેલવે સ્ટેશન સગવડ વિનાનું, ગામ સુધ્ધાં એવું જ રજી. ફેબ્રુઆરી 2026 મંગળવારીય પૂર્તિ આસપાસ ચોપાસ વિભાગમાં નિહાળી, આશ્ચર્ય આનંદ થયાં.
પ્રગતિ જડબેસલાક માહિતી વાંચતાં મિશ્ર લાગણી અનુભવાઇ. વિકાસ સાથે ખેતીલાયક જમીનો અછતમાં આવી ગઇ. પાણીની વ્યવસ્થા ચિંતાજનક. આ વિભાગ જે તે સ્થળનું પૃથક્કરણ માહિતીજનક. નજરે જોયેલ ચલથાણની વિકાસયાત્રા આશ્ચર્યપ્રેરક ગજબ આયુષ્ય કર્મ. રૂબરૂ ન જવાય પરંતુ આ પૂર્તિમાં માહિતી સંકલ્પી હંમેશા અદ્દભુત હોય છે. બંને પ્લસ માઇનસ બાજુને પીરસવામાં આવે છે. વર્તામાનપત્રને અભિનંદન ઊંડે ઊંડે ગામડે જઇ માહિતી વાચકો સમક્ષ મૂકવા બદલ.
સુરત – કુમુદભાઈ બક્ષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.