ગાંધીનગર: રાજ્યમાં આગામી 24 કલાકની અંદર ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની વકી વચ્ચે ગરમીનો પારો 36 ડિગ્રીએ પહોંચી ગયો હતો. ખાસ કરીને ભૂજ અને રાજકોટમાં 36 ડિ.સે. ગરમી નોંધાવવા પામી હતી. જ્યારે સુરત અને કેશોદમાં 37 ડિગ્રી ગરમી નોંધાવવા પામી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર , નર્મદા, તાપી, દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ અને કચ્છમાં માવઠું થવાની આગાહી કરાઈ છે. રાજ્યના અન્ય ભાગોમાં સુકું હવામાન યથાવત રહેશે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ રાજ્યના અન્ય શહેરોમાં ગરમી વધેલી છે. જેમાં ભૂજમાં 36 ડિ.સે., નલિયામાં 33 ડિ.સે., કંડલા પોર્ટ પર 35 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 35 ડિ.સે., અમરેલીમાં 35 ડિ.સે., ભાવનગરમાં 33 ડિ.સે., પોરબંદરમાં 34 ડિ.સે., રાજકોટમાં 36 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 35 ડિ.સે., મહુવામાં 35 ડિ.સે., કેશોદમાં 37 ડિ.સે., અમદાવાદમાં 34 ડિ.સે., ડીસામાં 35 ડિ.સે., ગાંધીનગરમાં 33 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 34 ડિ.સે., વડોદરામાં 35 ડિ.સે., સુરતમાં 37 ડિ.સે. અને દમણમાં 34 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં ઠંડીનો પારો 17 ડિગ્રીએ પહોંચ્યો હતો.