SURAT

જયશ્રી રામ ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ,ટેરેસના પતરાના શેડમાં ભભૂકી જ્વાળાઓ

સુરત ના સહારા દરવાજા પાસે આવેલી જયશ્રી રામ ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ ની ઘટના બની છે, ટેરેસ પર બનાવાયેલા પતરાના શેડમાં આગ લાગતા ફાયરની 16 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળ પર પહોચી પાણી નો મારો ચલાવ્યો પતરાના શેડમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી છે. 11 થી વધુ ફાયર સ્ટેશનની ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

ટેક્સટાઈમ માર્કેટના ચોથા માળે પતરાના શેડમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળતા વેપારીઓના જીવ પડીકે બંધાયા છે. ટેક્ટાઈલનો માલ હોવાના કારણે આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું..માનદરવાજા, ડુંભાલ, ઘાંચી શેરી, કતારગામ અને પુણા ફાયર સ્ટેશન સહિત ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગ પર કુલીંગ ની પ્રકિયા હાથ ધરવામાં આવી છે,

ફાયર વિભાગ પાસે થી મળતી માહિતી અનુસાર માર્કેટના ચોથા માળ ઉપર આવેલી અગાશી પર પતરાથી બનાવાયેલા ગોડાઉનમાં અજાણ કારણોસર આગ ભભૂકી ઊઠી. ટેક્સટાઈલનો જથ્થો મોટી માત્રામાં સંગ્રહિત હોવાથી આગે પળવારમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. જ્વાળાઓ એટલી તેજ હતી કે આસપાસના વેપારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો અને દુકાનદારો તાત્કાલિક બહાર નીકળી આવ્યા. કેટલાક વેપારીઓએ માલ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગની તીવ્રતા સામે તેઓ બેકાબૂ બની ગયા.

માર્કેટ વિસ્તાર હોવાને કારણે આસપાસની ઇમારતોને પણ જોખમ ઉભું થયું હતું. સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો અને ભીડને દૂર રાખવામાં આવી. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં ટ્રાફિક વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ હતી.હાલ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ બેદરકારી કારણભૂત હોઈ શકે તેવી પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે સત્તાવાર પુષ્ટિ બાકી છે. સદનસીબે જાનહાનિ અંગે કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ મોટા પાયે આર્થિક નુકસાનની ભીતિ વ્યક્ત થઈ રહી છે.

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગ માટે આ ઘટના ચિંતાજનક સાબિત થઈ શકે છે. આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ જ નુકસાનનો સાચો અંદાજ આવી શકશે. હાલ ફાયર વિભાગ દ્વારા સતત કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

Top of Form

Bottom of Form

Most Popular

To Top