Vadodara

અટલાદરા બ્રિજ પરથી યુવાને મોતની છલાંગ લગાવી, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો


વડોદરા: શહેરના અટલાદરા બ્રિજ પરથી એક યુવાને અગમ્ય કારણોસર નીચે છલાંગ લગાવતા હડકંપ મચી ગયો હતો. બ્રિજ નીચે પટકાતા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી.


ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને ઇમરજન્સી સેવા પહોંચતા યુવાનને પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે.
ઘટનાને કારણે બ્રિજ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ તંત્ર પણ સ્થળ પર દોડી આવી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી અને ભીડને છૂટા પાડી હતી.
યુવાને આ પગલું કયા કારણસર ભર્યું તે અંગે હજુ સ્પષ્ટ માહિતી મળી નથી. પોલીસે ઘટનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top