Vadodara

બોર્ડની પરીક્ષાઓ પૂર્વે ડીજે પર કાર્યવાહી,પરંતુ બેન્ડ-બાજાને છૂટ કેમ? વીડિયો વાયરલ

( પ્રતિનિધિ )વડોદરા,તા.12

વડોદરામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વિદ્યાર્થીઓ શાંતિ પૂર્ણ વાતાવરણમાં અભ્યાસ કરી શકે તે માટે પોલીસ દ્વારા રાત્રે 10 બાદ ડીજે પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ બીજી તરફ લગ્ન અને સામાજિક પ્રસંગોમાં મોડી રાત સુધી લાઇવ બેન્ડ-બાજા અને ફટાકડાઓને છૂટ આપવામાં આવી રહી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે,એવીજ એક ઘટના જેમાં જાહેર માર્ગ પર તીવ્ર ધ્વનિએ બેન્ડ બાજા વાગી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 26મી જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. જેને લઇને વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા પણ હવે મ્યુઝિક સિસ્ટમ ઉપર તવાઈ બોલાવવાની શરૂ કરી છે. પરંતુ, હાલ આ કાર્યવાહી ડીજે મ્યુઝિક સિસ્ટમ પૂરતી સીમિત રાખવામાં આવી છે. જો કે બીજી તરફ કેટલાક પ્રસંગોમાં બેન્ડબાજા અને ફટાકડા ફૂટી રહ્યા છે. જેના કારણે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં રાત્રે મોડી સુધી વાગતા બેન્ડ બાજા સહિતના લાઉડ મ્યુઝિકથી વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ પડે છે. એવીજ એક ઘટના નો વીડિયો વાયરલ થયો છે. જેમાં રાતનો સમય છે. આ સમસ્યા માત્ર શહેરના મધ્ય વિસ્તારમાં પૂરતી નથી, પરંતુ સમગ્ર શહેરમાં જોવા મળી રહી છે. ત્યારે, પોલીસની કાર્યવાહીમાં ફક્ત દંડ કરી હાથ ઝાટકવાથી પ્રશ્નનો ઉકેલ આવશે નહીં. આ માટે કડક રણનીતિ અને સ્પષ્ટ કાયદાકીય અમલ જરૂરી છે. દરરોજ કંટ્રોલ રૂમમાં ફરિયાદો નોંધાઈ રહી છે. પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ ચલાવી કાર્યવાહી કરવામાં આવી છે, છતાં બેવડા ધોરણ સામે સવાલો ઊભા થયા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, અભ્યાસ માટે શાંતિ અનિવાર્ય છે અને તંત્રએ સૌ માટે સમાન નિયમો લાગુ કરવા જોઈએ.

Most Popular

To Top