રિફાઇનરી રોડ સનાતનની સંઘર્ષ સમિતિની આગેવાનીમાં પો.કમિશ્નરને રજૂઆત
ગોરવા-ઉંડેરા રોડ પર ભૂમિ અતિક્રમણના કારણે સનાતનિઓમાં અશાંતિ અને ભયનું વાતાવરણ ઊભું થયું


( પ્રતિનિધિ )વડોદરા,તા.6
ગોરવા-ઉંડેરા રોડ પર હિન્દુ સનાતનિઓમાં અશાંતિ અને ભયનો માહોલ ઉભો થયો છે. હિન્દુ રહેણાંક વિસ્તારમાં મદ્રેસા બનાવવાની હિલચાલ સામે વિસ્તારની રિફાઇનરી રોડ સનાતનની સંઘર્ષ સમિતિની આગેવાની હેઠળ સ્થાનિક લોકોએ એકત્ર થઈને ભૂમિ અતિક્રમણના વધતા વિષયો સામે શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે.
વડોદરાના ગોરવા ઉંડેરા રોડ પર જય જલારામ નગરમાં ખાલી પડેલા બે પ્લોટમાં વિધર્મીઓના પગ પેસારાને લઈને ક્યાંકને ક્યાંક અશાંતધારાનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું સપાટી પર આવવા પામ્યું છે. ખાલી પડેલા આ પ્લોટમાં મદ્રેસા બનાવવાની હિલચાલ સામે વિસ્તારના હિન્દૂ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ભૂમિ અતિક્રમણના કારણે સનાતનિઓમાં અશાંતિ અને ભયનું વાતાવરણ ઊભું થયું છે. ત્યારે, ઉંડેરા રોડ પર સર્જાયેલી આ ગંભીર સમસ્યાને લઈ આજે સ્થાનિક સનાતનીઓએ રિફાઇનરી રોડ સનાતની સંઘર્ષ સમિતિના નેજા હેઠળ પોલીસ ભુવન ખાતે શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. આગેવાન શીતલ બેને જણાવ્યું હતું કે, ઉંડેરા ગામની આ સમસ્યા છે. બે પ્લોટ રાખવામાં આવ્યા છે. આ પ્લોટમાં જ્યારે સાફ-સફાઈ કામગીરી ચાલી રહી હતી. સ્થાનિક લોકો દ્વારા તે લોકોને પૂછ્યું કે આ તમે પ્લોટ રાખ્યો છે, તો તે લોકોએ હા આ પ્લોટ વેચાઈ ગયા છે અને આ વિસ્તારમાં બધા જ હિન્દુ લોકો વસવાટ કરે છે અને વિધર્મી જે પગ પેસારો કરી રહ્યા છે. એ ખરેખર ખોટું છે. આ વારંવાર ત્રીજી ચોથી આ પ્રકારની ઘટના થઈ રહી છે, પણ આની ઉપર પોલીસ તંત્ર સહિતનું કોઈ સરકારી તંત્ર ધ્યાન આપતું નથી. જેને લઈને અમે પોલીસ ભુવન ખાતે પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે આવ્યા હતા ? જો આ રજૂઆત બાદ કોઈ યોગ્ય નિરાકરણ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.