Vadodara

સાવલી-મુવાલ રોડ પર મુવાલ ફાટક પાસે લોખંડની એંગલ ભરેલી ટ્રક પલ્ટી ગઈ

વડોદરા:; સાવલી-મુવાલ રોડ પર મુવાલ ફાટક પાસે લોખંડની એંગલ ભરેલી ટ્રક પલ્ટી ગઈ હતી.જી.જે.01DY 9481 નંબરની ટ્રક કાલોલથી કપડવંજ તરફ જઈ રહી હતી. લોખંડની ભારેખમ એનગલ કેપિસિટી કરતા વધુ ભરેલી હોવાથી
ઓવરલોડિંગના કારણે ડ્રાઈવરે ટ્રક વળાંક વાળતા જ માં ટ્રક બેકાબૂ થઈ ગઈ હતી અને ઝાડ સાથે અથડાઈને ધડાકાભેર પલ્ટી મારી હતી.

ઓવરલોડિંગ ટ્રક એક બાજુ નમી જતા જ ડ્રાઇવર અગમચેતી વાપરીને કેબીન માંથી કુદી ગયો હતો. જોકે નીચે રોડ ઉપર પટકાવવાથી ડ્રાઇવર રાજવીર સિંઘને માથાના ભાગે સામાન્ય ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની ઘટના બની તેની આસપાસનો વિસ્તાર રહેણાંક છે ભરચક વિસ્તારમાં ટ્રક વિશાલ ઝાડ પાસે પલ્ટી જતા વીજપોલ સાથે નજીવી ટક્કર વાગી હતી. જો કે આસપાસમાં કોઈ જ નહીં હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

Most Popular

To Top