ડભાસા ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના :
એક જ પરિવારના તમામ લોકો હોવાની પ્રાથમિક માહિતી :
( પ્રતિનિધિ )વડોદરા,તા.13
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ડભાસા ઇન્ડિયન પેટ્રોલ પંપ સામે હુકવાર અકસ્માતની ઘટના બની છે. સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત થયું છે જ્યારે ત્રણથી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. બનાવ અંગે પોલીસે મૃતદેહને પોસ્ટમોટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


વડોદરા જિલ્લામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાદરા જંબુસર હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માત ડભાસા ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે. જ્યારે આ અકસ્માતમાં ત્રણથી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. પાદરા જંબુસર હાઇવે ઉપર ડભાસા ઇન્ડિયન પેટ્રોલ પંપ સામે રિક્ષા અને ટ્રક વચ્ચે આકસ્માતની ઘટના બની છે. સર્જાયેલા અકસ્માતમાં એક જ પરિવારના તમામ લોકો હોવાની પ્રાથમિક માહિતી જાણવા મળી છે. સમગ્ર મામલે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અને ઇજાગ્રસ્તોને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.