સુરતઃ શહેરમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરી હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ કર્યો હોવાનો બનાવ બન્યો છે. કુંવારી હિન્દુ યુવતીનું જીવન બરબાદ કરનાર વિધર્મી વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
વિધર્મી યુવકે ઈરાદા પૂર્વક હિન્દુ નામ ધારણ કરી કુંવારી હિન્દુ યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સુરત શહેરમાં બની છે. યુવતીને જ્યારે દગાખોર યુવકની ખરી હકીકતની જાણ થઈ ત્યારે વિધર્મીએ યુવતીને ધાક ધમકી આપી હતી. આ સમગ્ર મામલે યુવતીએ હિંમત દાખવી ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં આરોપી વિધર્મી યુવકનું અસલી નામ યુસુફ મંડપવાલા હોવાનું જાણવા મળ્યું છે. યુસુફ મંડપવાલાએ હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવવા માટે કમલસિંહ નામ રાખ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે આરોપી વિધર્મી યુવક યુસુફ મંડપવાલા પહેલાંથી જ પરિણીત હતો. એટલું જ નહીં યુસુફે નામ બદલીને હિન્દુ યુવતીને ફસાવી હોવાના સમગ્ર કારસાની જાણ યુસુફની પત્નીને હતી.
યુસુફની પત્નીને ખબર હતી કે તેના પતિએ કોઈ હિન્દુ યુવતીને ફસાવી છે. યુસુફની પત્નીએ સમગ્ર કારસામાં યુસુફની મદદ કરી રહી હતી. પોલીસે પતિ-પત્ની બન્નેને આરોપી બનાવ્યા છે. આરોપી એટલી હદ વટાવી ચૂક્યો હતો કે તેણે યુવતીનું ગેરકાયદેસર ગર્ભપાત પણ કરાવી દીધું હતું. ભોગ બનનાર યુવતી વર્ષ 2000માં યુવક સાથે અભ્યાસ કરતી હતી. યુવકે તેનો લાભ ઉઠાવીને યુવતીના નામે લોન લઈને બાઈક પણ ખરીદી હતી.
પોલીસે હાલ યુવકના મોબાઈલની ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. જેમાં આરોપીની પત્ની તેને કઈ રીતે મદદ કરતી હતી. તે દિશામાં તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, પોલીસે તેની પત્નીની પૂછપરછ કરી છે. તેની પત્ની પોલીસને સહયોગ આપતી નથી. ત્યારે પોલીસની તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું. વિધર્મી યુવકે અન્ય કેટલી હિન્દુ યુવતીઓને ફસાવી છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી ગુનાહિત માનસિકતા ધરાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવી રહ્યું છે.