Vadodara

વડોદરા : ફતેગંજમાં આગનું છમકલું, ડોમીનોઝ પીઝાના પાર્કિંગમાં પડેલી 26 ડિલિવરી બાઈક બળીને ખાક



આગ લાગી કે લગાવવામાં આવી તે રહસ્ય અકબંધ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.17

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલા સેફ્રોન ટાવર સામે ડોમિનોઝ પિઝાના ગ્રાઉન્ડ ફ્લોરમાં આગનું છમકલું થયું હતું. ડીલેવરી માટે ઉપયોગમાં લેવાતી 26 જેટલી બાઇક આગની લપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગઈ હતી.ફાયર બ્રિગેડે તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો સતત મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા સેફ્રોન ટાવર સામે ડોમિનોઝ પિઝાના ગ્રાઉન્ડ ફલોરમાં મૂકેલી ડોમિનોઝ પિઝાની ડિલિવરી બાઈકોમાં મોડીરાત્રે એકાએક આગ લાગવાની ઘટના બની હતી. આગ કયા કારણોસર આગ લાગી હતી તે જાણી શકાયું નથી. પરંતુ આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે ગ્રાઉન્ડ ફલોરમાંની 26 જેટલી બાઈક આગની લપેટમાં આવી ગઈ હતી. આગ લાગી હોવાનો કોલ મળતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા અને પાણીનો સતત મારો ચલાવીને આગ પર ભારે જહેમતે કાબુ મેળવ્યો હતો.

Most Popular

To Top