National

સુપ્રીમ કોર્ટે NEET પેપર લીક કેસમાં ત્રીજી અરજી પર નોટિસ જારી કરી

નવી દિલ્હી: NEET-UG પેપર લીક (NEET-UG Paper Leak) મામલે મેડિકલ વિદ્યાર્થીઓના વિરોધ (Protest) અને નેતાઓના દાવાઓ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમે ત્રીજી અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે નોટિસ (Notice) જારી કરી હતી. તેમજ આ મામલે સુનાવણીની હવે પછીની તારિખ પણ આપી હતી.

અસલમાં સોમવારે વકીલ જેમ્સ નેદુમપરાએ સુપ્રીમ કોર્ટમાં NEET-UGનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેમ્સ નેદુમપરાએ કોર્ટ પરિસરમાં NEET-UG 2024 પેપર લીક કેસ સંબંધિત ત્રણ અરજીઓનો ઉલ્લેખ કર્યો હતો. આ ત્રણ અરજીઓમાં NEET પેપર લીક કેસમાં છેતરપિંડી, CBI તપાસની માંગ અને આ કેસમાં ED અને CBIને પક્ષકાર બનાવવાની માંગ કરવામાં આવી હતી.

કોઈ ઉતાવળ નથી – સુપ્રીમ કોર્ટ
જેમ્સ નેદુમપરાની માંગ ઉપર સુપ્રીમ કોર્ટની બેન્ચે ત્રીજી અરજીમાં નોટિસ જારી કરી હતી. ત્યારે કોર્ટે કહ્યું હતું કે અરજીની તપાસમાં કોઈ ઉતાવળ નથી. કેસની તપાસ આગળ વધવા દો. આ સાથે જ નીટ પેપર લીક કેસની સુનાવણી દરમિયાન કેસની સુનાવણીની આગલી તારિખ આપતા કોર્ટે કહ્યું હતું કે આ કેસની હવે પછીની સુનાવણી 8મી જુલાઈએ થશે.

રાજસ્થાન હાઈકોર્ટે NDA અને કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો
આ સાથે જ સોમવારે રાજસ્થાન હાઈકોર્ટમાં NEET પરીક્ષા વિવાદ મામલામાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં જસ્ટિસ અશોક કુમાર જૈને એનડીએ અને કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. તેમજ હાઈકોર્ટે કહ્યું હતું કે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી 8 જુલાઈએ થશે. આવી સ્થિતિમાં કોર્ટે આ મામલાની આગામી સુનાવણી 10 જુલાઈએ રાખી છે. ત્યારે અરજદારોએ કોર્ટમાં પરીક્ષા રદ કરવાની અપીલ કરી હતી.

CBIએ અનેક રાજ્યોમાં પોતાની ટીમ મોકલી છે
જણાવી દઈએ કે કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) એ રવિવારે NEET-UG પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિઓની તપાસ સંભાળી લીધી છે. તેઓએ આ મામલાની તપાસ માટે તેમની ટીમોને ઘણા રાજ્યોમાં મોકલી હતી. ત્યારે આ સમગ્ર મામલે કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હતી.

NEET-UG પેપર લીક કેસમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી
NEET-UG પેપર લીક કેસમાં બિહાર, યુપી અને મહારાષ્ટ્રમાંથી ઘણા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે મહારાષ્ટ્ર પોલીસ અને ATSએ રવિવારે NEET-UG પેપર લીક કેસમાં બે શિક્ષકો સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Most Popular

To Top