Gujarat

ગુજરાતમાં મનીષા લવ કુમારની પ્રથમ મહિલા અધિક એડવોકેટ જનરલ તરીકે નિમણૂંક

ગાંધીનગર: (Gandhinagar) છેલ્લા ચાર વર્ષથી ગુજરાત હાઈકોર્ટ (High Court) ખાતે ખાલી પડેલી અધિક એડવોકેટ (Advocate) જનરલની જગ્યા પર રાજય સરકારના કાયદા વિભાગ દ્વારા સરકારી ધારાશાસ્ત્રી મનીષા લવ કુમાર તથા મીતેશ અમીનની નિમણૂંક કરી દીધી છે. નવી નિમણૂંક ના થાય ત્યાં સુધી બન્ને અધિક એડવોકેટ જનરલે સરકારી ધારાશાસ્ત્રી તરીકેની જવાબદારી નિભાવવી પડશે.

નવેમ્બર 2019માં, સિનીયર એડવોકેટ પ્રકાશ જાનીએ એક દાયકા સુધી આ પદ સંભાળ્યા પછી ગુજરાત હાઈકોર્ટમાં એડિશનલ એડવોકેટ જનરલ (એએજી) તરીકે રાજીનામું આપ્યું હતુ. તે પછી આ સ્થાન પર કોઈ નિમણૂંક કરાઈ નહોતી. રાજ્ય સરકારે શનિવારે એક નોટિફિકેશન દ્વારા મનીષા લવકુમાર શાહ અને મિતેશ આર અમીનની નિમણૂક કરી હતી.

મનીષા લવ કુમાર શાહ રાજ્યમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પહેલા મહિલા વકીલ બની ગયા છે. રાજ્યમાં એડવોકેટ જનરલ ઉપરાંત હવે બે એડિશનલ એડવોકેટ જનરલ પણ રાજ્યને પોતાની સેવાઓ આપશે. અધિક એડવોકેટ જનરલ તરીકે શાહ અને અમીને રાજય સરકાર જયાં પક્ષકાર છે તેવા સિવિલ અને ફોજદારી બંન્ને કેસો લડવા પડશે.

Most Popular

To Top