નવી દિલ્હી: દિલ્હીના વેલકમ વિસ્તારમાં હચમચાવી દેનારી ઘટના બની છે. અહીં માત્ર રૂપિયા 350 માટે 16 વર્ષના કિશોરે 18 વર્ષીય યુવકની ક્રુરતાપૂર્વક હત્યા કરી છે. કિશોરે ચાકુથી યુવકને 100થી વધુ ઘા માર્યા છે. એટલું જ નહીં હત્યા કરતી વખતે કિશોર નાચી પણ રહ્યો છે. આ હૃદય હમચચાવી દેનારી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, તે જોઈ પોલીસ પણ ધ્રુજી ઉઠી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 16 વર્ષીય આરોપી કિશોરની ધરપકડ કરી લીધી છે.
આ ઘટના દિલ્હીના વેલકમ વિસ્તારમાં રાત્રિના 10:20 મિનિટ 52 સેકન્ડે બની હતી. અહીંની જનતા મઝદૂર કોલોની શેરીમાં આરોપી પહેલા એક યુવકને ખેંચીને શેરીમાં લઈ જાય છે. ત્યારબાદ આરોપીએ તેના ચહેરા પર છરી વડે ઘા કર્યા હતા આ હત્યાના ભયાનક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વીડિયોમાં જોવા મળે છે કે એક સગીર વયનો કિશોર શેરીમાં અન્ય વ્યક્તિ પર છરી વડે હુમલો કરી રહ્યો છે.
હુમલાખોરે મૃતક યુવાનના શરીર પર છરીના 100થી વધુ ઘા ઝીંકી દીધા હતા. ક્યારેક છાતીમાં તો ક્યારેક માથામાં ઘા મારે છે. લોહીથી લથપથ લાશને વાળથી ખેંચે છે. આ ખતરનાક આરોપી સીસીટીવીમાં મૃતદેહ પાસે ડાન્સ કરતો અને એક વ્યક્તિને છરી વડે હુમલો કરતો જોવા મળે છે. સીસીટીવી ફૂટેજમાં એક સગીર એક યુવકને રૂમમાંથી ખેંચીને લઈ જતો અને પછી તેના પર ચાકુ વડે હુમલો કરતો જોવા મળે છે. એટલું જ નહીં, આરોપી નજીકના લોકોને પણ ધમકી આપી રહ્યો છે.
આ દરમિયાન તે કોઈની પાસે જવાનો પ્રયાસ કરે છે. ત્યારે આરોપી ગુસ્સે થઈ ગયો અને તેની તરફ જતો જોવા મળ્યો. ત્યારબાદ તેણે તેના પર છરી વડે ચાર વાર કર્યા હતા. આ દરમિયાન એક ગેટ પણ ખુલ્યો, પરંતુ કદાચ ડરના કારણે બંધ થઈ ગયો. આરોપી પણ આજુબાજુ જોઈ રહ્યો હતો. ત્યારબાદ આરોપી વ્યક્તિને બે વાર લાતો મારે છે. ત્યાર પછી તે ગરદન પર ચાર-પાંચ વાર ફટકારે છે અને પછી ગરદનની અંદર છરી નાખીને તેને ફેરવે છે.
પછી નૃત્ય કરે છે. ત્યારબાદ આરોપી યુવકની લાશને તેના વાળથી ખેંચે છે. તે પછી પણ તે છરી વડે હુમલો કરતો રહે છે. ત્યારબાદ આરોપી તેને વાળથી ખેંચીને બીજી શેરીમાં લઈ જાય છે. આ પછી તેણે વધુ કેટલા હુમલા કર્યા તે હજુ જાણવા મળ્યું નથી.