SURAT

ધો. 12માં ભણતી વેડરોડની સગીરાએ પરિવારથી છૂપાવી ઘરના સ્ટોરરૂમમાં બાળકને જન્મ આપ્યો!

સુરત: શહેરના વેડરોડ (VedRoad) ખાતે રહેતી ધોરણ 12ની વિદ્યાર્થીની સાથે સોસાયટીમાં રહેતા યુવકે લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હતું. વિદ્યાર્થીનીને ગર્ભ રહી જતાં તેણે ઘરમાં સ્ટોરરૂમમાં બાળકને જન્મ આપતા ભાંડો ફુટ્યો હતો. બાદમાં તેની માતાને સમગ્ર વાત કહેતા ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

  • રે કળિયુગ, અસ્વિકાર્ય, વિચિત્ર ઘટનાઓએ સમાજને રંજાડવો શરૂ કર્યો
  • સ્કૂલે જવાની ના પાડી આરામના બહાને સ્ટોરરૂમ અંદરથી બંધ કરી દીધો
  • બૂમો સાંભળી માતા-મોટી બહેન દોડી આવ્યા ને ભાંડો ફૂટ્યો
  • સોસાયટીનો 18 વર્ષીય યુવક એકાદ વર્ષથી લગ્નની લાલચે શારીરિક શોષણ કરતો હતો, પોલીસે ગુનો નોંધ્યો

કતારગામ વેડરોડ ખાતે અખંડઆનંદ કોલેજની પાછળ રહેતી મહિલાએ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં રોશન દશરથભાઈ સોંલકી (રહે. ઘર નં.૧૯ હરેકૃષ્ણ સોસાયટી,અખંડાનંદ કોલેજની પાછળ વેડરોડ કતારગામ)ની સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. મહિલાને સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. નાની દિકરી 16 વર્ષની પ્રિયા (નામ બદલ્યું છે) ધોરણ 12માં અભ્યાસ કરે છે.

ગઈકાલે મહિલાની 16 વર્ષની દિકરીએ સ્કુલમાં જવાના સમયે પેટમાં દુ:ખાવો થતો હોવાનું કહ્યું હતું અને સ્કુલમાં જવાની ના પાડી હતી. બપોરે દિકરી સ્ટોર રૂમમાં આરામ કરવા જાઉં છું તેમ કહીને ગઈ હતી. બપોરે સ્ટોરરૂમમાંથી બુમો સંભળાતાં માતા અને મોટી બહેન નીચે દોડી ગયા તો દરવાજો અંદરથી બંધ હતો. પ્રિયાએ મને માફ કરજો મારાથી ભુલ થઈ ગઈ છે તેમ કહ્યું હતું.

થોડીવાર બાદ દરવાજો ખોલતા રૂમમાં આજુબાજુમાં લોહી પડ્યું હતું અને પ્રિયાએ પોતે બાળકને જન્મ આપ્યો હોવાનું કહ્યું હતું. બાળકને ખાટલામાં રાખ્યું હતું. આ દ્રશ્યો જોઈને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેણે પતિ અને પુત્રને બોલાવી જાણ કરી હતી. બાદમાં પ્રિયાને પુછતા વર્ષ 2022 જુલાઇ મહીનાથી નવેમ્બર મહીના દરમ્યાન રોશને અવારનવાર લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી હોવાની કેફિયત તેણે રજુ કરી હતી. પોલીસે રોશન વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top