Entertainment

ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક સાવન કુમારનું નિધન, સલમાન ખાનની ફિલ્મ સનમ બેવફા બનાવી હતી

ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક (Film Produser Director) સાવન કુમારનું (Sawan Kumar) નિધન થયું છે. તેમણે આજે બપોરે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. સાવન કુમારની તબિયત બગડતાં સવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે સાવન કુમારે સનમ બેવફા (Sanam Bewafa) અને સૌતન જેવી સુપરહિટ ફિલ્મોનું (Film) નિર્દેશન કર્યું હતું. સાવન કુમારના મૃત્યુ અંગે તેમના ભત્રીજાએ મીડિયાને માહિતી આપી હતી. સાવન કુમાર 86 વર્ષના હતા.

  • ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક સાવન કુમારનું નિધન
  • સાવન કુમારની તબિયત બગડતાં સવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
  • સાવન કુમારને ફેફસાના ઈન્ફેક્શનની સારવાર આપવામાં આવી રહી હતી
  • બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો
  • ડાયરેક્ટર તરીકે તેમની પહેલી ફિલ્મ મીના કુમારી સાથેની ‘ગોમતી કે કિનારે’ હતી

આજે સવારે જ તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત નાજુક હતી. સાવન કુમારને ફેફસાના ઈન્ફેક્શનની સારવાર આપવામાં આવી રહી હતી. આ સાથે તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી. આખરે સાવન કુમારે સાંજે 4.15 કલાકે અંતિમ શ્વાસ લીધા. સાવન કુમારના ભત્રીજાએ જણાવ્યું કે તેનું હાર્ટ ફેઈલ થઈ ગયું હતું.

સનમ બેવફાના નિર્દેશક હતા
સાવન કુમારે સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ સનમ બેવફાનું નિર્દેશન કર્યું હતું. આ સિવાય તેઓ ચાંદ કા ટુકડા અને સાવન-ધ લવ સીઝનના ડાયરેક્ટર પણ હતા. સલમાન ખાને પણ સાવનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને ડિરેક્ટરને શ્રદ્ધાંજલિ આપી હતી. સલમાને લખ્યું, ‘મારા પ્રિય સાવન જી, તમારી આત્માને શાંતિ મળે. સલમાને ટ્વિટર પર તેમની સાથેની પોતાની એક તસવીર શેર કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. સલમાને ટ્વીટ કર્યું, ‘તમારા આત્માને શાંતિ મળે. મેં હંમેશા તમને પ્રેમ અને આદર આપ્યો છે.

સાવન કુમાર ટાક બોલિવૂડના એવા નિર્માતા નિર્દેશકોમાંથી એક હતા જેમણે ઘણા મોટા કલાકારો સાથે ફિલ્મો બનાવી હતી. તેઓએ સંજીવ કુમાર સાથે સલમાન ખાન સાથે કામ કર્યું. તેઓએ સલમાન ખાન સાથે ‘સાવન’ ફિલ્મ બનાવી છે. આ ઉપરાંત તેઓ સંજીવ કુમાર અને મેહમૂદ જુનિયર ઉર્ફે નઈમ સૈયદ જેવી પ્રખ્યાત હસ્તીઓને ફિલ્મ ઉદ્યોગમાં બ્રેક આપવા માટે જાણીતા છે. તમને જણાવી દઈએ કે ડાયરેક્ટર તરીકે તેમની પહેલી ફિલ્મ મીના કુમારી સાથેની ‘ગોમતી કે કિનારે’ હતી.

Most Popular

To Top