બનાસકાંઠા: ઉદયપુર(Udaipur)માં કનૈયાલાલ(Kanaiyala) હત્યાકાંડ(Murder case)ને લઈ સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. આ હત્યા કાંડની ગુજરાત(Gujarat)માં પણ દેખાઈ રહી છે. ગુજરાત બોર્ડર(Boarder) પર બસો(Bus)ને અટકાવવામાં આવી છે. રાજસ્થાન તરફ જતી ગુજરાતની બસોને શામળાજી ખાતે અટકાવી દેવામાં આવી છે. ડુંગરપુર જિલ્લાના રતનપુર બોર્ડરથી રાજસ્થાન તરફ જતી ગુજરાતની બસોને ગુજરાતના છેલ્લા બસ સ્ટેન્ડ શામળાજી ખાતે અટકાવી દેવામાં આવી છે. જેથી મુસાફરોને શામળાજીથી રાજસ્થાન તરફ જતી અન્ય બસો દ્વારા તેમના ઘરે અથવા કામના સ્થળે જવું પડ્યું હતું. જ્યાર સુધી કોઈ આદેશ આપવામાં નહી આવે ત્યાર સુધી ગુજરાત રોડવેઝની તમામ બસો રાજસ્થાન નહીં જાય. તેમજ ગુજરાતની જેટલી બસો રાજસ્થાનમાં તેણે પણ પરત બોલાવી લેવામાં આવી છે. ગુજરાતની સરકારી બસો સિવાય અન્ય ખાનગી બસો રાબેતા મુજબ દોડી રહી છે.
એસટી બસો બંધ કરાઈ, પોલીસને એલર્ટ કરાઈ
રાજસ્થાન સરહદને અડીને આવેલ પાંથાવાડામાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેના પગલે વેપારીઓએ બંધ રાખી રેલી કાઢી હત્યારાઓને ફાંસીની સજા આપવા માંગ કરી છે. આ ઘટનાની અસર બનાસકાંઠામાં જોવા મળી રહી છે.રાજસ્થાન તરફ જતી તમામ એસટી બસો બંધ કરાઈ ઉલ્લેખનીય છે કે સમગ્ર ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તેમજ રાજસ્થાન તરફ જતી તમામ એસટી બસો બંધ કરાઈ છે. તથા ગામમાં કાયદો વ્યવસ્થા ન ખોરવાય તેને લઈ પોલીસ એલર્ટ મોડમાં છે. તેમજ પાંથાવાડા ગામ રાજસ્થાનને અડીને આવેલું છે.
આ હતી સમગ્ર ઘટના
28 જૂનની બપોરે કનૈયાલાલ ઉદયપુરના ધાનમંડી વિસ્તારમાં આવેલી પોતાની દુકાન પર ટેલરિંગ કામ કરી રહ્યાં હતા. ત્યારે અચાનક મોહમ્મદ રિયાઝ અને મોહમ્મદ ગૌસ કપડા શિવડાવવાના બહાને પહોંચ્યા અને કનૈયા આ પૈકીના એક વ્યક્તિનું માપ લઈ રહ્યો હતો. બીજાએ તેની પર એક મોટા છરાથી હુમલો કર્યો અને કનૈયાલાલનું ગળું કાપી નાખ્યું હતું. હત્યારાઓએ હત્યાનો વીડિયો પણ બનાવ્યો અને તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને હત્યાની જવાબદારી લીધી અને તેને ઈસ્લામનું અપમાનનો બદલો લેવાની કાર્યવાહી ગણાવી. એટલું જ નહિ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ધમકી આપી છે. 28 જૂનની સાંજે ઉદયપુરમાં તાલિબાની સ્ટાઈલથી ટેલરની હત્યા કરનાર આરોપી ગૌસ મોહમમ્દ અને રિયાઝ જબ્બર 170 કિમી દૂર રાજસમંદ જિલ્લાના ભીમ વિસ્તારમાંથી પકડાયા હતા.