વડોદરા : 28 લાખનો બનાવટી શરાબ કબજે માસ્ટર માઇન્ડ નોન આલ્કોહોલીક બિયર ઉત્પાદનમાં 8 વખત ફૂડ એન્ડ ડ્રગ્સના સંકજામાં આવી ચક્યો હતો. સાંકરદાની દુર્ગા ઇન્ડસ્ટીયલ એસ્ટેટમાં આયૂર્વેદિક સિરપની આડમાં જંગી પાયે બનાવટી વિદેશી દારૂ બનાવતી ૅેક઼રી પીસીબીની ટીમે ઝડપી પાડતા ખળભળાટ મચી ગયો હતો. નામચીન ઇસમ નિતીન કોટવાણીનું નામ ણૂલ્યુ હતું. પીસીબીએ પેકેજીંગ મશીનગીરી રો મટીરીયલ્સ મિથોનોલ પાંચ વાહનો સહિત આશરે 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને ત્રણ ઇસમોની અટકાયત કરી હતી. વિદેશી શરાબ અને ડ્રગ્સના કાળા કારોબાર વેપલા માટે હબ બની ચૂકેલા શહેરમાં હવે કુખ્યાત ભોજાબાજો બનાવટી વિદેશી શરાબનું બિન્દાસી ઉત્પાદન કરીને વેચાણ પણ કરે છે. આવુ જ એક ચકચારી કૌભાંડનો પર્દાફાશ સાંકરદા સ્થિત દુર્ગા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પીસીબીની ટીમે કર્યો હતો.
પોલીસ ઇન્સ્પેક્ટરને જતીન પટેલને બાતમી મળી હતી કે એસ્ટેટની ફેક્ટરીમાં આયૂવેદિક સિરપની આડમાં ³નશીલીસિપરનું ઉત્પાદન થાય છે. પીઆઇ સીએસઆઇ એમ જી. કરડાણી સહિતના સ્ટાફે ફેક્ટરી પર છાપો માર્યો હતો. અંદર તપાસ કરતા ઓટોમેટીક મશીનો દ્વારા બોટલોમાં સિપર પેક થતો હતો. આયૂર્વેદિક સિપરના લેબલ લગાવેલી બોટલનું પ્રવાહી એફએસએલની ટીમે તપાસ સાથે બોલાવતા બનાવટી વિદેશી દારૂ જ હોવાનું ખુલ્યું હતું. પોલીસે હાજર સુપરવાઇઝર તથા મજુરોને ફેક્ટરી માલીકનો સંપર્ક સાધવા મોબાઇલ પર સંપર્ક કર્યો હતો. પોલીસ તપાસમાંઆવી છે. એટલો મેસેજ મળતા જ ભોજાબાજે ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. પીસીબીએ તપાસ કરતા આશરે 28 લાખનો તૈયાર થયેલો બનાવટી વિદેશી દારૂ ભરેલા કાબા અને ડ્રામ મળી આવ્યા હતા. તદ્ઉપરાંત અન્ય જરૂરી કેમીકલનો જથ્થો પણ મળી આવ્યો હતો.
પોલીસે પ્રાથમિક તપાસ કરતા માત્ર 1 માસ પૂર્વે જ ફેકટરી ભાડેે લેનાર નિતીન કોટવાણી દોઢ બે માસ પર્વે પણ 45 લાખના નકલી સેનેટાઇઝર કૌભાંડમાં પીસીબીના હાથે જ ઝડપાયો હતો. ટુંક સમયમાં જ બીજી વખત પણ પીસીબીએ છાપો મારી ફેકટરી પણ નિતીનની જ હાવાનું ખુલ્યુ હતું. પેક કરાયેલી કેમીકલ આલ્કોહોલની સિરપની બોટલના લેબલ પર કોઇ જ કંપનીનું નામ બેચ નંબર કે એકસપાઇરી ડેટ સુધ્ધા જોવા મળી ન હતી. પીસીબીએ આશરે 12 કલાક સુધી ઉંડી તપાસ ચલાવ્યા બાદ નંદેસરી પોલીસ મથકે અરજી કરી હતી. અને એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને MSC સુધી ઉચ્ચ શિક્ષિત નિતીન કોટવાણીની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હતા.