Madhya Gujarat

આણંદની ગ્રામ પંચાયતમાં 77 ટકા ભારે મતદાન, આજે મતગણતરી

આણંદ : આણંદ જિલ્લાના 180 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં મોડી સાંજ સુધી મતદાન ચાલુ રહ્યું હતું, જેમાં 77.05 ટકા જેટલુ ભારે મતદાન થયું હતું. જેની મતગણતરી મંગળવારે જે તે તાલુકા કક્ષાએ યોજાશે. આણંદ રવિવારે 180 ગ્રામ પંચાયતની સામાન્ય અને બે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં 77.05 ટકા જેટલું ભારે મતદાન થયું હતું. આ મતદાનમાં સૌથી વધુ ખંભાતના 82.10 ટકા અને સૌથી ઓછું આણંદમાં 71.96 ટકા જેટલું મતદાન નોંધાયું છે. આ ચૂંટણીમાં એકાદ બે બનાવને બાદ કરતા શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. કેટલાક બુથ પર મોડી સાંજ સુધી મતદાન ચાલુ રહ્યું હતું. આ મતદાન પૂર્ણ થયા બાદ મતપેટીને સ્ટ્રોંગરૂમમાં મુકવામાં આવી છે, જે મંગળવારે મતગણતરી દરમિયાન ખુલશે. આ ચૂંટણી મતગણતરી વ્હેલી સવારે 9 વાગ્યે જે તે તાલુકા કક્ષાએ યોજાશે. જેના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આણંદમાં ડીએન હાઈસ્કૂલ ખાતે મતગણતરી થશે.

આણંદ જિલ્લામાં 180 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા દરમિયાન આણંદની 180 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી માટે 3,86,209 પુરૂષો અને 3,59,322 મહિલા મતદારો મળી કુલ 7,45,531 મતદારો નોંધાયા હતા. જે પૈકી 3,04,385 પુરૂષ અને 2,70,075 સ્ત્રીન મતદારો મળી કુલ 5,74,460 મતદારોએ મતદાન કરતાં સરેરાશ 77.05 ટકા મતદાન નોંધાયું હતું. ખંભાત તાલુકાના માલુ ગ્રામ પંચાયત અને કંસારી વોર્ડ નં. પ (પાંચ)ની યોજાયેલી પેટા ચૂંટણીમાં 691 પુરૂષ, 661 મહિલા મતદારો મળી કુલ 1352 મતદારો નોંધાયા હતા. જે પૈકી 550 પુરૂષ અને 504 મહિલા મતદારો મળી કુલ 1054 મતદારોએ મતદાન કરતાં 77.96 ટકા મતદાન નોંધાયું હતું.

કેવી રીતે મતગણતરી થશે ?

આણંદ જિલ્લાના કુલ 69 આરઓ દ્વારા મતગણતરી કરવામાં આવશે. સવારે પ્રથમ મતપેટી લાવવામાં આવશે. જેનું રોજકામ કરવામાં આવશે. બાદમાં પેટીમાથી બેલેટ પેપર બહાર કાઢવામાં આવશે, જેમાં પ્રથમ સરપંચ અને સભ્યોના અલગ અલગ કરવામાં આવશે. પ્રથમ વોર્ડથી ગણતરી શરૂ કરી એક પછી એક પરિણામ જાહેર કરવામાં આવશે. જ્યારે સરપંચના મતો અલગ રાખવામાં આવશે. જે 50-50ના બંચ બનાવી અલગ રાખી, ગ્રામ પંચાયતના સભ્યોની મતગણતરી પૂર્ણ થયાં બાદ સરપંચના મતો ગણાશે. એક ગ્રામ પંચાયતની મતગણતરીને સરારેશ ત્રણથી ચાર કલાક જેટલો સમય લાગે તેમ છે. એક ટેબલ પર બેથી ત્રણ ગ્રામ પંચાયતની મતગણતરી થશે. ગ્રામ પંચાયતની મતગણતરી પૂર્ણ થતાં સરેરાશ 12થી 15 કલાક જેટલો સમય લાગશે.

કયા ક્યા મતગણતરી થશે ?

આણંદ – ડી.એન. હાઈસ્કૂલ, આણંદ.
ઉમરેઠ – નગરપાલિકા સંચાલિત સંતરામ વિદ્યાલય, ઓડ બજાર, ઉમરેઠ.
બોરસદ – જે.ડી. પટેલ હાઈસ્કૂલ, બોરસદ.
આંકલાવ – આંકલાવ હાઈસ્કૂલ, આંકલાવ.
પેટલાદ – ન્યુ એજ્યુકેશન હાઈસ્કૂલ, પેટલાદ.
સોજિત્રા – તાલુકા શાળા ડભોઉવાળી ભાગોળ, સોજિત્રા.
ખંભાત – માધવલાલ શાહ હાઈસ્કૂલ, બેઠક રોડ, ખંભાત.
તારાપુર – સાર્વજનિક હાઈસ્કૂલ, તારાપુર.

મતગણતરીના પગલે રસ્તા બંધ કરાશે

આણંદ ઃ આણંદના ગોપાલ ચાર રસ્તાથી ગામડી વડ તરફ જતા માર્ગ બંધ કરવામાં આવશે. જેથી વાહનચાલકોએ ગોપાલ ટોકીઝ ચાર રસ્તાસથી લક્ષ્મી ચાર રસ્તા, ચરોતર બેન્ક થઇ ગામડી વડ તરફ જવાનું રહેશે. આજ રીતે આણંદ શાસ્ત્રીબાગ તરફથી સરદાર ગંજ તરફ જતો માર્ગ વાહનચાલકો માટે બંધ રહેશે. તેના બદલે વાહનચાલકો આણંદ શાસ્ત્રીં બાગ ચાર રસ્તાથી ઉત્સવ પાર્ટી પ્લોટ થઇ સરદાર ગંજ તરફથી પસાર થઇ શકશે.

બોરસદ ઃ વાસદ ચોકડીથી જે.ડી.પટેલ હાઈસ્કૂલ તરફ આવતો માર્ગ વાહનો માટે બંધ રહેશે. આથી, વાહન ચાલકો બોરસદ – વાસદ ચોકડીથી પાંચનાળાથી બસ સ્ટેન્ડ તરફથી બોરસદ શહેરમાં પ્રવેશી શકશે. તેજ રીતે બોરસદના કોલેજ રોડથી મશાલ સર્કલ તરફ આવતો માર્ગ વાહન માટે બંધ રાખવામાં આવશે. આ માર્ગના બદલે વાહનચાલકોએ બોરસદ કોલેજ રોડ પાર્શ્ચવનાથ દેરાસરથી પાંચનાળાથી બસ સ્ટેન્ડ તરફથી તથા બોરસદ સૂર્ય મંદિરની બાજુએથી ખાસીવાડીમાંથી બોરસદ બસ સ્ટેન્ડ તરફથી બોરસદમાં શહેરમાં જઇ શકશે.

પેટલાદ ઃ રણછોડજી મંદિરથી કોલેજ ચોકડી તરફ જતો માર્ગ વાહનો માટે બંધ રાખવામાં આવશે. જેથી વાહનચાલકો રણછોડજી મંદિર સર્કલથી ટાઉનહોલ, બાવરી જકાતનાકા થઇ કોલેજ ચોકડી તરફ જઇ શકશે. આજ રીતે કોલેજ ચોકડીથી રણછોડજી સર્કલ તરફ માર્ગ વાહન માટે બંધ રહેશે. જેથી કોલેજ ચોકડીથી સ્વાીમિનારાયણ મંદિર થઇ ટાઉનહોલ થઇ રણછોડજી સર્કલ તરફ જઇ શકશે.

ખંભાત ઃ શહેરના લાલ દરવાજા સર્કલથી શ્રીનાથજી સોસાયટી તરફ જતો માર્ગ વાહનો માટે બંધ રહેશે. આથી, વાહનચાલકો લાલ દરવાજાથી રાજમહેલ પાર્ક સોસાયટી થઇ નારેશ્વર ત્રણ રસ્તા, જનરલ હોસ્પિટલ થઇ શ્રીનાથજી સોસાયટી તરફ જઇ શકશે. જયારે નગર તરફ જવા માટે વાહનચાલકો એપીએમસી, આંબેડકર સ્ટેચ્યુ, આરસી અમીન, ખોડિયાર માતા મંદિર થઇ નગરતા તથા શ્રીનાથી સોસાયટી તરફ જઇ શકશે.

મતગણતરીમાં કેટલો સ્ટાફ રોકાશે ?

તાલુકો અધિકારી મદદનીશ હોલ ટેબલ કર્મચારી પોલીસ આરોગ્ય વર્ગ-4ના કર્મી
આણંદ    14       14     14    56     220     51      11         40
ઉમરેઠ    07      07     07    28     130     38      10        30
બોરસદ   16       16     16    48     180     58      10        40
આંકલાવ  06      06     06    12     64     32      10         12
પેટલાદ    08      08     08    48     96     46      10        24
સોજિત્રા   03      03     03    07     62     42      04         18
ખંભાત    09      09     09    45     135     45      12        45
તારાપુર   06      06     06    26     145     22      06        20
કુલ      69      69     69   270   1032   334     73       229

મતગણતરીમાં કેટલો સ્ટાફ રોકાશે ?

તાલુકો અધિકારી મદદનીશ હોલ ટેબલ કર્મચારી પોલીસ આરોગ્ય વર્ગ-4ના કર્મી
આણંદ    14       14     14    56     220     51      11         40
ઉમરેઠ    07      07     07    28     130     38      10        30
બોરસદ   16       16     16    48     180     58      10        40
આંકલાવ  06      06     06    12     64     32      10         12
પેટલાદ    08      08     08    48     96     46      10        24
સોજિત્રા   03      03     03    07     62     42      04         18
ખંભાત    09      09     09    45     135     45      12        45
તારાપુર   06      06     06    26     145     22      06        20
કુલ      69      69     69   270   1032   334     73       229

કયા તાલુકામાં કેટલું મતદાન થયું

આણંદની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન

તાલુકો  ગ્રામ પંચાયત  કુલ મતદાન   ટકાવારી

આણંદ       26         1,23,814       71.96
ઉમરેઠ        26          70,059        76.38
બોરસદ      39         1,39,358       77.15
આંકલાવ      13          39,439        81.99
પેટલાદ       23          70,281        75.90
સોજિત્રા      05          16,178        81.82
ખંભાત        33          85,228        82.10
તારાપુર       15          30,103        81.70
કુલ          180       5,74,460    77.05

મહીસાગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઇ

મહીસાગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીમાં મતદાનના દિવસે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો રાજ્ય કક્ષાના મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે પોતાના વતન સંતરામપુર તાલુકાના ભંડારા ગામની પ્રાથમિક શાળા ખાતેના મતદાન મથકે તેમના મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. જિલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. મનીષકુમારે મહીસાગર ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી-ર૦ર૧ સંદર્ભે યોજાયેલા મતદાન દરમિયાન જિલ્લાના વિવિધ મતદાન મથકોની મુલાકાત લઇ મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. કોરોનાની માર્ગદર્શિકા મુજબ થર્મલગન, માસ્ક, હેન્ડગ્લોઝ અને સેનીટાઇઝર સહિતની વ્યવસ્થા સાથે આજે મહીસાગર જિલ્લામાં લુણાવાડા, ખાનપુર, સંતરામપુર, કડાણા બાલાસિનોર અને વિરપુર તાલુકાઓમાં ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ માટે ૬૬૭ મતદાન મથકોએ શાંતિપુર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. મહીસાગર જિલ્લામાં ૨૫૬ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ માટે ૨૫૨ સરપંચપદની અને વોર્ડના સભ્યોની-૧૦૯૯ બેઠકો માટે ચૂંટણી સ્પર્ધા યોજાઇ છે.

બાકોર ખાતે મોડેલ સ્કૂલમાં મતગણતરી થશે

ખાનપુર તાલુકાના બાકોર ખાતે આવેલા મોડેલ સ્કૂલ ખાતે  આજે તા ૨૧ ના રોજ ખાનપુર તાલુકાની ગ્રામ પંચાયતોની સરપંચના ઉમેદવારો નું  ભાવિ નક્કી થશે સરકારી સુત્રોના જણાવ્યાનુસાર મોડેલ સ્કૂલ ખાતે કોવિડ ૧૯ ગાઈડ લાઈન તેમજ સુચનાઓ તથા ધારાધોરણ અંગેનું ચુસ્ત પણે પાલન કરવામાં આવનાર છે.

Most Popular

To Top