Business

ભારતીય વ્યવસાયનાં ૭૫ વર્ષ: આપણે કેવી રીતે શરૂઆત કરી અને આપણે કેટલી પ્રગતિ કરી ?

ક સ્પષ્ટતા જરૂરી છે ભારતીય વ્યવસાયનો ઈતિહાસ સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારત જેટલો નવો નથી. તે નેવુંના દાયકામાં ભારતે તેની અર્થવ્યવસ્થા ખોલી તે પહેલાની ઘણી સદીઓ ભારત સ્વતંત્ર દેશ બન્યો તે પહેલાંના ઈતિહાસ તરફ નિર્દેશ કરે છે, નેવુંના દાયકામાં ભારતીય અર્થતંત્ર વૈશ્વિકરણના દળો માટે ખુલ્લું મુકાયું તે પ્રથમ વખત નહોતું, ન તો આ પહેલીવાર હતું! જ્યારે પણ આપણે ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ થતો જોયો એક સવાલ ઊભો થયો અને થશે, શું ભારત હંમેશા આર્થિક વિકાસમાં પશ્ચિમના દેશો કરતા પાછળ રહે છે? સરળ અને સીધો જવાબ છે, ના!

1700માં વિશ્વ GDPમાં  ભારતનો ભાગ 24.4 ટકા હતો, જે ચીનના ભાગ કરતા 22.3 ટકા આગળ હતો. 1850 અને 1950ની વચ્ચેના સો વર્ષ દરમિયાન ભારત વિશ્વમાં ચોથા સૌથી મોટા કોટન મિલ ઉદ્યોગનું સ્થાન ધરાવતું હતું. એ ભારતીય વ્યાપારની કરોડરજ્જુ હતી! જે વિકાસશીલ બેંકિંગ અને વિનિમય વ્યવસાય દ્વારા અસરકારક રીતે સમર્થિત હતી. વિશ્વ સાથેનો ભારતનો વેપાર અભૂતપૂર્વ સ્તરે પહોંચ્યો, અને અર્થવ્યવસ્થા વિશ્વભરની વૈશ્વિક શક્તિઓ માટે ખુલી ગઈ.

આઝાદી પછીનું ભારત મૂડીવાદ અને વેપારના સરકારી નિયમનની મિશ્ર વાર્તા છે. પછીના ભારતમાં મુક્ત વેપારનું વર્ણન બદલાયું. સ્વતંત્ર ભારતની સરકારે નક્કી કર્યું કે વેપાર અનિચ્છનીય છે, અને નાણા ધિરાણ અનિષ્ટ છે. ભારતીય રાજકારણીઓ પૈકી સમાજવાદીઓ સોવિયેત શૈલીનું ઔદ્યોગિકરણ ઇચ્છતા હતા. ધાતુઓ, યંત્રો અને રસાયણોને અનુકૂળ ક્ષેત્રો બનવાના હતા. ટેક્નોલોજી પશ્ચિમી બજારોમાંથી ખરીદવી પડતી હતી, બિઝનેસ હિસ્ટરીઃ ફ્રોમ એન્ટરપ્રાઇઝ ટુ કેપિટલિઝમ’,નામક પુસ્તક ભારતીય વ્યાપારના ઈતિહાસનું વર્ણન કરે છે.

બ્રિટિશ શાસનમાંથી ભારત મુક્ત થયાના 75 વર્ષોમાં ભારતીય અર્થતંત્રે અનેક આર્થિક સંક્રમણો જોયા છે. પચાસ અને સાઈઠના દાયકામાં ભારતીય અર્થતંત્રનું મુક્ત વેપાર શાસનમાંથી સમાજવાદી અને સંરક્ષણવાદી શાસનમાં સંક્રમણ સૌથી નોંધપાત્ર છે, ત્યારબાદ નેવુંના દાયકામાં આર્થિક સુધારાની લહેર આવી જેણે ભારતીય અર્થતંત્રને ખોલ્યું અને બદલ્યું. સ્વતંત્ર દેશ તરીકે આપણે ૭૫ વર્ષ પૂર્ણ કરીએ છીએ ત્યારે આપણી પાસે એક લાંબો અને સમૃદ્ધ ઈતિહાસ છે જે અભ્યાસ કરવા, મનન કરવા અને વિચારવા જેવો છે. છેવટે દેશના ભૂતકાળના પાસા પ્રવર્તમાન સામાજિક અને આર્થિક વાતાવરણમાં, પ્રતિભાવમા આવ્યા તેમ છતા વ્યવસાયો કેવી રીતે વિકસિત થયા તેની સમજને વિકસાવવા અને વધારવામા વ્યવસાય ઇતિહાસની મુખ્ય ભૂમિકા છે.

અહીં ઈતિહાસના મુખ્ય ઉદાહરણ છે જેણે ભારતીય વેપાર અને આર્થિક વ્યવસ્થાને બ્રિટિશ રાજ પછીના યુગને આકાર આપ્યો! ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતૃત્વએ ભારતમાં બોમ્બે પ્લાન આર્થિક વિકાસનું વિઝન રજૂ કર્યું: ઔદ્યોગિકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરો અને વેપારનું અવમૂલ્યન કરો. આ 1944ની બોમ્બે યોજનામાં પરિણમ્યું જેણે સમાજવાદી આયોજનના યુગની શરૂઆત કરી. યોજનાનો મુસદ્દો તૈયાર કરવામાં સામેલ લોકો ઔદ્યોગિકીકરણ હાંસલ કરવાના માધ્યમ તરીકે સંરક્ષણવાદ સાથે સંમત થયા, અને વિદેશી મૂડી અંગે લોકોનો અભિપ્રાય સખત બન્યો. શ્રમ કાયદા ભારતીય સ્વતંત્રતાના એક વર્ષની અંદર કારખાનાઓમાં લઘુત્તમ વેતન અને મજૂર નિયમો અંગેના કાયદાઓ આવ્યા. લઘુત્તમ વેતન અધિનિયમે કેન્દ્ર અને રાજ્યો બંનેની સરકારોને ફેક્ટરીઓમાં ચૂકવવામાં આવતી વેતનની રકમ નક્કી કરવાની સત્તા આપી છે. આનો હેતુ બધા માટે યોગ્ય જીવનધોરણ સુનિશ્ચિત કરવાનો હતો, પરંતુ ધીમે ધીમે તે લાલ પટ્ટી અને ઔદ્યોગિક નિયંત્રણના સાધનમાં ફેરવાઈ ગયું. ભારતમાં બારસોથી વધુ લઘુત્તમ વેતન દરો છે.

ફેક્ટરી એક્ટ 1948 એ અન્ય એક સમાજવાદી ઉમેરો હતો. 1948માં કારખાનાઓમાં કામદારોના રક્ષણ માટે ઘડવામાં આવેલ તેમાં ઉલ્લંઘન માટે જેલની સજાની જોગવાઈઓ ઉમેરીને કાયદાને એકીકૃત કરવાની માંગ કરી અને ફેક્ટરીઓના નિરીક્ષણ માટે જોગવાઈઓ કરી.

ડેવલપમેન્ટ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન્સ: ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ભારતની પ્રથમ ડેવલપમેન્ટ બેંક માર્ચ 1948માં ભારતીય ઉદ્યોગની લાંબા ગાળાની ધિરાણ જરૂરિયાતોને સરળ બનાવવા માટે રચવામાં આવી હતી, જે તેના પ્રારંભિક તબક્કામાં હતી. એક દાયકા કરતા પણ ઓછા સમયમાં સરકારે વિશ્વ બેંક અને ખાનગી રોકાણકારોની ભાગીદારીમાં ભારતીય વ્યવસાયોને લાંબા અને મધ્યમ ગાળાના ધિરાણની સુવિધા આપવા માટે 1955માં ઈન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની રચના કરી. આગામી 10 વર્ષોમાં, ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક (IDBI) એ જ હેતુઓ માટે બનાવવામાં આવી હતી. આજે ICICI અને IDBI બંને સફળ બેંકો છે.

ભારત સરકારે ચાલીસ પછીનાં દાયકાઓમાં મોટા ઉદ્યોગોનાં રાષ્ટ્રીયકરણ પર ભાર મૂક્યો. 1948માં ભારતીય રિઝર્વ બેંક જે તે સમયે શેરધારકોની બેંક હતી, તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. 1953માં એર ઈન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. 1955માં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બનાવવા માટે ઈમ્પીરીયલ બેંક ઓફ ઈન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. રાષ્ટ્રીયકરણની લહેર ઉડ્ડયન, ખાણકામ અને તેલ અને ગેસ ઉદ્યોગોને સ્પર્શી ગઈ!

ભારતે 1950માં આયોજન પંચની એક કેન્દ્રીય આયોજન સંસ્થાની સ્થાપના સાથે આયોજનની શરૂઆત કરી. પંચવર્ષીય યોજનાઓ અનુસરવામાં આવી. ગ્રાહક બ્રાન્ડ્સનો ઉદય થયો. 1950નાં દાયકાને ભારતની કેટલીક જાણીતી ગ્રાહક બ્રાન્ડ્સ ગોદરેજ ટાઈપ રાઈટર્સ, એમ્બેસેડર કાર, બજાજ સ્કૂટર, ઉષા સિલાઈ મશીન, વગેરેના ઉદભવ માટે શ્રેષ્ઠ રીતે યાદ કરી શકાય છે! ટેકનિકલ શિક્ષણનું આગમન ભારતમાં યુદ્ધ પછીનાં ઔદ્યોગિક વિકાસની માંગ અને એન્જિનિયરિંગ શિક્ષણમાં પ્રગતિની મહત્વાકાંક્ષા સાથે થયું. સરકારે 1951માં ખડગપુરમાં ભારતની પ્રથમ ઈજનેરી શિક્ષણ સંસ્થા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT)ની  સ્થાપના કરી.

ટૂંક સમયમાં પાંચ અન્ય IIT અનુસરવામાં આવી . 1958માં IIT બોમ્બે, અને IIT કાનપુર અને 1959માં IIT મદ્રાસ ખૂલી. 1956માં લાઇસન્સ રાજની શરૂઆત થઈ ભારતીય સંસદે ઔદ્યોગિક નીતિ ઠરાવ પસાર કર્યો, જે લાયસન્સ રાજની શરૂઆતને ચિહ્નિત કરે છે. સરકારે જે ઉદ્યોગો સ્થાપશે તેની યાદી અને તે ઉદ્યોગો કે જેના ઉત્પાદનને તે લાઇસન્સ દ્વારા નિયંત્રિત કરશે તેની યાદી તૈયાર કરી. ઠરાવથી ભારે દોરવણી અને બીજી પંચવર્ષીય યોજના 1956માં શરૂ થઈ. તે જ વર્ષે જીવન વીમા ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, અને રાજ્યની આગેવાની હેઠળના જીવન વીમા નિગમ (LIC)ની સ્થાપના કરવામાં આવી.

ભારતનાં પરમાણુ કાર્યક્રમનું આગમન અને ભારતની પ્રથમ પરમાણુ રિએક્ટર અપ્સરાએ ઓગસ્ટ 1956માં બોમ્બેના ભાભા પરમાણુ સંશોધન કેન્દ્રમાં ભારતનાં પરમાણુ ઉર્જા કાર્યક્રમના આગમનની ઘોષણા કરીને ગંભીરતા દાખવી હતી. ભારતીય એન્જિનિયરો દ્વારા પંદર મહિનામાં બાંધવામાં આવેલા રિએક્ટરે પરમાણુ ઊર્જામાં ભારતની ક્ષમતાઓ પણ દર્શાવી હતી. એપ્રિલ,1957માં સિક્કાની દશાંશ પદ્ધતિ અમલમાં આવી. ભારતીય સિક્કા દશાંશ થઈ ગયા અને રૂપિયા, આના, પાઈ સિસ્ટમમાંથી દશાંશ ચલણમાં બદલાઈ ગયા જ્યાં ચલણનાં દરેક એકમને 100 પેટા એકમોમાં વિભાજિત કરી શકાય. ગુજરાતી ઉદ્યોગપતિ ધીરૂભાઈ અંબાણીએ 1958માં ટ્રેડિંગ હાઉસ રિલાયન્સ કોમર્શ્યલ કોર્પોરેશનની સ્થાપના કરી. ભારત સરકારે 1959માં રાઉરકેલા સ્ટીલ પ્લાન્ટ શરૂ કર્યો.

આ યોજના જાહેર ક્ષેત્રનો પ્રથમ સંકલિત સ્ટીલ પ્લાન્ટ હતો. ભારત સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સંચાલિત અને પશ્ચિમ જર્મનીના સહયોગથી સ્થાપવામાં આવેલ છે. IIT દિલ્હીની સ્થાપના 1961માં કરવામાં આવી હતી. તે જ વર્ષે કલકત્તા (હવે કોલકાતા) અને અમદાવાદમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટની સ્થાપના કરવામાં આવી હતી. 1963માં ભાખરા નાંગલ ડેમ ખોલવામાં આવ્યો, આઝાદી પછી ભારત દ્વારા હાથ ધરવામાં આવેલી સૌથી પ્રારંભિક નદી ખીણ વિકાસ યોજના ગણાય છે. 1965થી ભારતે હરિયાળી ક્રાંતિના યુગમાં પ્રવેશ કર્યો જે દૌર 1977 સુધી ચાલુ રહ્યો, જેના કારણે ખાદ્ય પાકના ઉત્પાદનમાં વધારો થયો. ખાદ્ય પદાર્થોની અછત ધરાવતો દેશ ભારત વિશ્વનો અગ્રણી કૃષિ રાષ્ટ્રોમાંનું એક બન્યું! ઓલ ઈન્ડિયા રેડિયોના ઉપક્રમે 1965 માં દૈનિક ટીવી પ્રોગ્રામિંગ ટ્રાન્સમિશન શરૂ થયું. પ્રથમ જાહેરાતો 1967માં વિવિધ ભારતી પર પ્રસારિત કરવામાં આવી.

1974માં ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ (FERA) અમલમાં આવ્યો જેણે વિદેશી વિનિમય અને સિક્યોરિટીઝમાં વ્યવહારોનું નિયમન કર્યું અને ફરજિયાત કર્યું કે વિદેશી રોકાણકારો ભારતીય સાહસોમાં 40 ટકાથી વધુની માલિકી ધરાવી શકે નહીં. કાયદાના ચાર વર્ષની અંદર, અમેરિકન બહુરાષ્ટ્રીય IBM અને કોકા કોલાએ ભારતમાં તેમની કામગીરી બંધ કરી દીધી . તે જ વર્ષે, બોમ્બે હાઈની નજીક સાગર સમ્રાટમાં ભારતમાં પ્રથમ તેલનો કૂવો જોવા મળ્યો! 1976માં ભારતમાં બંધુઆ મજૂરીને નાબૂદ કરવા માટે, ભારતની સંસદે બોન્ડેડ લેબર સિસ્ટમ (નાબૂદી) અધિનિયમ ઘડ્યો. ઔદ્યોગિક વિવાદ અધિનિયમ મારફત નક્કી કર્યું છે કે 300થી વધુ કામદારો ધરાવતી કંપનીઓ કામદારોને છૂટા કરતા પહેલા સરકારની પરવાનગી લે. 1977માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેની પ્રારંભિક જાહેર ઓફર શરૂ કરી. અગાઉના દાયકાઓમાં કંપનીએ તેના વ્યવસાયમાં વૈવિધ્યીકરણ કર્યું હતું જેણે તેને વૃદ્ધિમાં મદદ કરી હતી. 1978માં નોટબંધીનું ભારતમાં પ્રથમ અનુભવ કરાવતું વર્ષ હતું. અર્થતંત્રમાંથી કાળું નાણું બહાર કાઢવા માટે સરકારે 1000,5000 અને 10000ની ભારતીય ચલણી નોટોની કાનૂની ટેન્ડર સ્થિતિ પાછી ખેંચી લીધી.

1978માં હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ અથવા HDFC દ્વારા વિતરિત કરવામાં આવેલી ભારતની પ્રથમ હોમ લોન અને તેની પ્રથમ ટેલિવિઝન કોમર્શ્યલની શરૂઆત કરી. 1980ની ઔદ્યોગિક નીતિએ આયાત માટે ઓપન જનરલ લાયસન્સ યાદીને વિસ્તૃત કરી, ઔદ્યોગિક નિયંત્રણો હળવા કર્યા, મર્યાદિત બાહ્ય ઋણને મંજૂરી આપી અને પરોક્ષ કરમાં સુધારાની શરૂઆત કરી. આ વર્ષે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ ભારતનું પ્રથમ ક્રેડિટ કાર્ડ જારી કર્યું હતું. આર. નારાયણ મૂર્તિ અને અન્ય છ સહ-સ્થાપકોએ 1981માં ભારતીય IT અગ્રણી ઈન્ફોસિસની સ્થાપના કરી.

1982 મુંબઈનાં કાપડ ઉદ્યોગ માટે મુશ્કેલ વર્ષ હતું કારણ કે યુનિયનના નેતા દત્તા સામંતની આગેવાની હેઠળ મિલ કામદારોની હડતાળથી કામગીરી અટકી પડી હતી. તે જ વર્ષે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને ભારતની પ્રથમ જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ રિફાઇનરી શરૂ કરી, અને કૃષિ, નાના પાયાના ઉદ્યોગો અને અન્ય ગ્રામીણ હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે NABARD, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD)ની સ્થાપના કરી. ભારતની ઓટોમોબાઈલ ક્રાંતિના શરૂઆતના વર્ષો 1983માં મારૂતિ કારના પ્રથમ બેચના લોન્ચ સાથે મૂળ બન્યા.

1984માં વિશ્વની સૌથી ખરાબ ઔદ્યોગિક આપત્તિથી ભારત હચમચી ગયું હતું જ્યારે ભોપાલમાં યુનિયન કાર્બાઇડના જંતુનાશક પ્લાન્ટમાંથી ગેસ લીક ​​થયો હતો. આ દુર્ઘટનામાં હજારો લોકો મૃત્યુ પામ્યા હતા અને તેની અસર આજે પણ ચાલુ છે. 1992માં નેશનલ સ્ટોક એક્સચેન્જ શરૂ કરવામાં આવ્યું હતું. રિલાયન્સ ગ્રુપ આંતરરાષ્ટ્રીય બજારોમાં નાણા એકત્ર કરનાર પ્રથમ ભારતીય જૂથ બન્યું હતું. તે જ વર્ષે બિગ બુલ હર્ષદ મહેતા કૌભાંડથી શેરબજારો હચમચી ગયા હતા. જે બજારના કડક નિયમનની જરૂરિયાતને દર્શાવે છે. તે વર્ષે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એક્ટ, ૧૯૯૨ પણ જોવા મળ્યો, જે સિક્યોરિટીઝમાં રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા અને અન્ય બાબતોની સાથે સિક્યોરિટીઝ માર્કેટના વિકાસને પ્રોત્સાહન આપવા માટે રજૂ કરવામાં આવ્યો હતો. 1995માં રાષ્ટ્રીય ટેલિકોમ નીતિ આવી હતી જેણે ટેલિકોમ ક્ષેત્રમાં વિદેશી સીધા રોકાણ તેમજ સ્થાનિક રોકાણ માટે અને દેશમાં ટેલિકોમના પ્રવેશને વધારવાનો માર્ગ મોકળો કર્યો હતો. તે જ વર્ષે, પશ્ચિમ બંગાળના તત્કાલિન મુખ્ય પ્રધાન જ્યોતિ બસુએ કોલકાતાથી પ્રથમ સેલ્યુલર ફોન કર્યો હતો. 1997માં ટેલિકોમ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી.

1999 ભારતીય પોર્ટલ માર્કેટ માટે એક મોટું વર્ષ હતું કારણ કે સત્યમ ઇન્ફોવે લિ., ભારતની પ્રથમ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરે, 499 કરોડમાં ઈન્ડિયા વર્લ્ડ કોમ્યુનિકેશન્સ પ્રાઈવેટ લિમિટેડ અથવા સીફી ડોટ કોમ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તે જ વર્ષે વીમા ક્ષેત્ર માટે ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. 2008માં ટાટા મોટર્સ દ્વારા ટાટા નેનો લોન્ચ કરવામાં આવી હતી, જે વિશ્વની સૌથી સસ્તી કાર હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું.

2009માં સત્યમ કૌભાંડ એ સત્યમ કોમ્પ્યુટર સર્વિસીસ સાથે સંકળાયેલી ભારતની સૌથી મોટી છેતરપિંડી હતી, જે એક સમયે ભારતના IT ઉદ્યોગની ક્રાઉન જ્વેલ તરીકે જાણીતી હતી! ભારતનાં પ્રથમ ઈન્ટરનેટ સ્ટાર્ટઅપ્સની સ્થાપના 1995 અને 2000ની વચ્ચે કરવામાં આવી હતી, જેની શરૂઆત રેડીફ ડોટ કોમ અને ફેબમાર્ટ ડોટ કોમ અને મેક માય ટ્રીપથી થઈ હતી. 2010માં 2G સ્પેક્ટ્રમ કૌભાંડ ખાનગીકરણની ચાલ માટે મોટો ફટકો હતો. આ કૌભાંડે સરકારના ઉચ્ચ અધિકારીઓમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો જ્યાં અધિકારીઓ ફ્રિક્વન્સી એલોકેશન લાયસન્સ માટે મોબાઇલ કંપનીઓને ઓછો ચાર્જ કરતા હોવાનું જણાયું હતું.

2010માં જાહેર ક્ષેત્રની બેંકોની બેડ લોન રૂ.59972 કરોડ સુધી પહોંચી હતી. ભારતની વાસ્તવિક GDP વૃદ્ધિ 2010માં ટોચ પર હતી જ્યારે તે 13.3 ટકા હતી. નાણાકીય વર્ષ માટે ભારતની રાજકોષીય ખાધ રૂ.3.69 ટ્રિલિયન પર પહોંચી હતી, જે ભારતના કુલ સ્થાનિક ઉત્પાદનના 4.6 ટકાની સમકક્ષ છે, રોઇટર્સની ગણતરી મુજબ મૂડી રોકાણ GDPના 39.8 ટકા સુધી પહોંચ્યું હતું.

2019માં ફ્લિપકાર્ટ, મિંત્રા, સ્નેપડીલ, એમેઝોન જેવા અનેક ઈ-કોમર્સ પ્લેયર્સનો ઉદય પણ જોવા મળ્યો જે ગ્રાહક ઈન્ટરનેટ ઈકોસિસ્ટમના વિકાસને ચિહ્નિત કરે છે. મેક ઇન ઇન્ડિયાની પહેલ 2014માં કંપનીઓને ઉત્પાદનો વિકસાવવા, ઉત્પાદન કરવા અને એસેમ્બલ કરવા પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી જન ધન યોજના એક નાણાકીય સમાવેશ કાર્યક્રમ જે તમામ ભારતીયો માટે નાણાકીય સેવાઓની ઍક્સેસ વિસ્તારવા માટે શરૂ કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં એક સમાન કર માળખું લાગુ કરવાના પગલામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલ 2017માં પસાર કરવામાં આવ્યું હતું. તે જ વર્ષે ટેક્સ રજૂ કરવામા આવ્યો હતો. આ પગલા થકી એક સામાન્ય બજાર બનાવવા માટે રેખા ખેંચાઈ હતી જે માલ અને સેવાઓના મુક્ત પ્રવાહ માટે પરવાનગી આપે છે.

રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ, 2016 અંતર્ગત રિયલ એસ્ટેટ ક્ષેત્રના નિયમન માટે દરેક રાજ્યમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA)ની સ્થાપના ફરજિયાત કરી છે.આ બિલ 2016માં પસાર થયું હતું. 2013 પછી પ્રથમ વખત વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના પ્રવાહે 2019માં રૂ. એક લાખ કરોડનો આંકડો વટાવ્યો હતો. સેન્ટર ફોર ધ મોનિટરિંગ ઑફ ઈન્ડિયન ઈકોનોમીના ઘરેલું સર્વેક્ષણો અનુસાર બેરોજગારી પણ સમસ્યા બની. 2020 પછી ભારતને વિશ્વ કક્ષાનું ઉત્પાદન કેન્દ્ર બનાવવાના ઉદ્દેશ્ય સાથે સરકારનું ઉત્પાદન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) શરૂ કરવામાં આવ્યું હતું. PLIનો હેતુ વિદેશી રોકાણકારોને ભારતમાં ઉત્પાદન એકમો સ્થાપવા માટે આમંત્રિત કરવાનો પણ હતો . નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈન, નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન અને પ્રધાનમંત્રી ગતિ શક્તિ એ રોડવેઝ સહિત સામાજિક અને આર્થિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ દ્વારા કાર્યક્ષમતા અને અસ્કયામતોનું નિર્માણ કરવાના હેતુથી દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખાધને દૂર કરવા માટે શરૂ કરવામાં આવી હતી.વિશ્વમાં ભારત આર્થિક તબક્કે ક્યાં પહોંચ્યું તે જવાબ તબક્કા સાથે મળતો રહેશે!

Most Popular

To Top