Sports

WPL હરાજીમાં 25 ખેલાડીઓ વેચાયા, UP વોરિયર્સે ઓસ્ટ્રેલિયાની મોલિન્યૂ ₹1.1 કરોડમાં ખરીદી

વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની હરાજી દરમિયાન કુલ ૨૫ ખેલાડીઓ ખરીદવામાં આવ્યા હતા જેમાં ૧૮ ભારતીય અને ૭ વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયાની સોફી મોલિન્યૂ સૌથી મોંઘી ખેલાડી સાબિત થઈ, જેને UP વોરિયર્સે ₹૧.૧૦ કરોડમાં ખરીદી. ભારતીય ઓલરાઉન્ડર સ્નેહ રાણા પણ ₹૩૦ લાખમાં UP વોરિયર્સ ટીમમાં જોડાઈ.

કોચીમાં યોજાયેલી હરાજીમાં કિરણ નવગીરેને દિલ્હી કેપિટલ્સે ₹૭૫ લાખમાં ખરીદી જ્યારે જી. કમલિનીને ગુજરાત જાયન્ટ્સે ₹૪૦ લાખમાં પોતાની ટીમમાં સામેલ કરી. શ્રીલંકાની કેપ્ટન ચમારી અથાપથ્થુ વેચાઈ ન હતી. ૧૬ વર્ષીય ભારતીય બેટર ઈરા જાધવ, જેની બેઝ પ્રાઈસ ₹૧૦ લાખ હતી તે પણ વેચાઈ ન હતી. કોઈ પણ ફ્રેન્ચાઈઝીએ તેના માટે બોલી લગાવી ન હતી.

25 ખેલાડીઓ વેચાયા
કોચીમાં યોજાયેલી WPL ૨૦૨૭ની મિની-હરાજી સંપન્ન થઈ છે જેમાં કુલ 25 ખેલાડીઓ વેચાયા છે. ઓસ્ટ્રેલિયાની સોફી મોલિન્યુ સૌથી મોંઘી ખેલાડી રહી, જેને UP વોરિયર્સે ₹૧.૧૦ કરોડમાં ખરીદી.

ટીમોએ એક કલાકથી ઓછા સમયમાં પોતાની સ્ક્વોડમાં ફેરફારો કર્યા
WPLની મિની-હરાજી પૂર્ણ થઈ ગઈ છે. આ લીગના ઈતિહાસની સૌથી ટૂંકી મિની-હરાજી હતી. એક કલાકથી પણ ઓછા સમય સુધી ચાલેલી આ હરાજી પ્રક્રિયામાં તમામ પાંચ ફ્રેન્ચાઈઝીઓએ આગામી સીઝન માટે પોતાની ટીમોમાં જરૂરી ફેરફારો કર્યા. WPL ૨૦૨૭ ટુર્નામેન્ટ જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં યોજાનાર છે.

હરાજીમાં સૌથી મોંઘા ૩ ખેલાડીઓ
સોફી મોલિનેક્સ: UP વોરિયર્સે ₹૧.૧૦ કરોડમાં ખરીદી.
કિરણ નવગીરે: દિલ્હી કેપિટલ્સે ₹૭૫ લાખમાં ખરીદી.
જી. કમલિની: ગુજરાત જાયન્ટ્સે ₹૪૦ લાખમાં ખરીદી.

RCBએ ક્લોઇ ટ્રાયનને ₹૩૦ લાખમાં ખરીદી
રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)એ દક્ષિણ આફ્રિકાની ઓલરાઉન્ડર ક્લોઇ ટ્રાયનને ₹૩૦ લાખમાં પોતાની ટીમમાં સામેલ કરી. ગયા વર્ષના વન-ડે વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજ દરમિયાન ટ્રાયને ભારત સામે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું.

આ પહેલાં ટ્રાયન WPLની બે સીઝન માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો ભાગ હતી, જોકે તેને કોઈ પણ મેચમાં રમવાની તક મળી ન હતી. બાદમાં તે યુપી વોરિયર્સ (UP Warriorz) સાથે જોડાઈ. RCB તેની ત્રીજી ફ્રેન્ચાઈઝી છે અને તે આ ટીમ સાથે રમવાની વધુ તકો મળવાની આશા રાખશે.

દિલ્હી કેપિટલ્સે નજમા ખાનને ₹10 લાખમાં ખરીદી
હરાજીના અંતિમ તબક્કામાં દિલ્હી કેપિટલ્સે નજમા ખાનને તેની બેઝ પ્રાઈસ ₹10 લાખમાં ખરીદી. અગાઉ ‘એક્સિલરેટેડ રાઉન્ડ’ દરમિયાન નજમા વેચાયા વગર રહી ગઈ હતી.

મુંબઈ ઈન્ડિયન્સે પોતાની ટીમ પૂર્ણ કરી
મુંબઈ ઈન્ડિયન્સે અક્ષિતા ભાટિયાને તેની બેઝ પ્રાઈસ ₹10 લાખમાં ખરીદીને પોતાની ટીમ પૂર્ણ કરી લીધી છે. મુંબઈ પાસે હજુ પણ ₹20 લાખનું બજેટ બાકી છે.

મુંબઈ ઈન્ડિયન્સે શ્વેતા સેહરાવતને ₹20 લાખમાં ખરીદી
શ્વેતા સેહરાવતને મેળવવા માટે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે જોરદાર બોલી લગાવવાની સ્પર્ધા થઈ. ₹10 લાખની બેઝ પ્રાઈસથી શરૂ થયેલી આ સ્પર્ધામાં કિંમત વધીને ₹20 લાખ સુધી પહોંચી ગઈ. આખરે બે વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે તેને પોતાની ટીમમાં સામેલ કરી લીધી.

Most Popular

To Top