Dakshin Gujarat

નવસારીના વાંસદામાં 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યા

નવસારી: નવસારી (Navsari) જિલ્લામાં ભૂકંપનો (Earthquake) આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. નવસારીના વાસંદામાં (Vansda) ભૂકંપના આંચકાની તીવ્રતા 2.9 નોંધાઈ હતી. ભૂકંપનો આંચકો અનુભાવાતા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવી ગયા હતા. માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભીનાર ગામ છે. ભૂકંપના આંચકા અનુભાવાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અગાઉ 16 જુલાઇએ નર્મદા જિલ્લાના કેવડિયા નજીકની ધરા ધણધણી હોવાનુ સામે આવ્યું હતું.

નવસારીના વાંસદા મથકમાં 5 ઓગસ્ટના રોજ બપોરે 1 વાગ્યાને 29 મિનિટે ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. 2.9ની તીવ્રતાનો આંચકો લાગતો લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વાંસદાથી 20 કિલોમીટર દુર ભીનાર ગામ ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે વાંસદા મથકમાં બે ડેમો આવેલા છે. અને વરસાદી માહોલમાં આ બે ડેમો ઓવરફ્લો થઈ પાણીના વહેણ બદલાઈ છે ત્યારે ભૂકંપના આંચકા અનુભવાય છે.

16 જુલાઈએ ભૂકંપનાં આંચકા નર્મદા જીલ્લામાં અભુવાયા હતા. રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા માપવામાં આવી હતી. ભૂકંપના કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી. જોકે ભૂકંપનાં આચંકા અનુભવાતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ભૂકંપ આવવાના કારણે લોકો ધરની બહાર આવી ગયા હતા. બપોરે 2 વાગ્યા આસપાસ ભૂકંપ આવ્યો હોવાનું સામે આવ્યું છે.

સરદાર સરોવર-નર્મદા ડેમથી દક્ષિણ-પૂર્વ બાજુએ 10 કિ.મી.ના એરિયામાં તા.16/07/2022ના રોજ બપોરે 2 વાગ્યાના સમયગાળામાં સરદાર સરોવર-નર્મદા ડેમથી દક્ષિણ-પૂર્વ બાજુએ 10 કિલોમીટરના એરિયામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં ડેમની ઉપરની દક્ષિણ-પૂર્વ બાજુએ ડેડિયાપાડાના માથાસર, કણજી, વાંદરી તથા પાનખલા ગામના 10 કિ.મી. એરિયામાં ભૂકંપના આંચકાની કોઇ અસર થઈ નથી. તેમજ જાનમાલને કોઈ નુકસાન થયું નથી.

3 ઑગષ્ટના રોજ કચ્છ જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 3.6 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભાવાયો હતો. કંપનું કેન્દ્રબિંદુ રાપરથી 13 કિલોમીટર દૂર નોંધાયું હતું. જ્યારે 21 જુલાઈએ પણ કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને આ વખતે તેનું કેન્દ્રબિંદુ દૂધઈથી 18 કિલોમીટર દૂર નોંધાયુ હતું. જ્યારે  13 જુલાઇના રોજ પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એક તરફ કચ્છમાં ધોધમાર વરસાદ અને બીજી તરફ ધરા ધ્રુજી ઉઠતા કચ્છવાસીઓના માથે આફત આવી પડી હતી.  

Most Popular

To Top