ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગની રેડમાં 11.19 લાખ કબજે કરાયાં

દાહોદ: ગત તા.૧૧મી ઓક્ટોમ્બરના રોજ દાહોદ શહેરના કસ્બા જુના વણકરવાસ, સ્મશાનરોડ ખાતે ચામડાની વખાર આગળ ખેતરમાં ચાલતાં જુગાર ધામ ખાતે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને મળેલ બાતમીના આધારે અલગ અલગ ખાનગી વાહનોમાં આવ્યાં હતાં. આ સ્થળે ચાલતાં મોટા જુગારધામ પર પહોંચ્યાં હતાં. જાણવા મળ્યાં અનુસાર, ટીમના કેટલાંક કર્મચારીઓ ખેલી તરીકે પણ જુગાર રમવામાં સામેલ થયાં હતાં અને ઓચિંતી રેડ કરતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાયાં હતાં. 

પોલીસે ૧૨ જેટલા જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં ત્યારે ઘણા જુગારીઓ નાસી જવામાં સફળ રહ્યાંનું પણ જાણવા મળી રહ્યું છે. જુગારીઓની અંગ ઝડતીમાંથી અને દાવ પરથી રોકડા રૂપીયા ૧,૫૩,૨૪૦ની રોકડ રકમ કબજે કરી હતી. ૧૪ મોબાઈલ ફોન કિંમત રૂા. ૪૭,૦૦૦, ૨૩ નંગ. વાહનો કિંમત રૂા. ૯,૧૫,૦૦૦, લોખંડના ટેબલો, ખુરશી કુલ નંગ. ૨૩, ગાદલા, કેલ્ક્યુલેટર તેમજ જુગારના સાધનો મળી કુલ રૂા.૧૧,૧૯,૬૪૦નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યાેં હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનીક પોલીસ તંત્ર દાહોદ શહેર પોલીસ અને એલ.સી.બી. પોલીસની રહેમ નજર હેઠળ આ મસમોટા જુગાર ધામ પર ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઓચિંતો છાપો મારતાં દાહોદ શહેર પોલીસ અને એલ.સી.બી. પોલીસને અધિકારીઓમાં પણ એકક્ષણે સ્તબ્ધતા વ્યાપી જવા પામી હતી. આ પોલીસ કર્મચારીઓમાં પણ દોડધામોના દ્રશ્યો સર્જાયા હતાં.  જાણવા મળ્યાં અનુસાર,
ઉપરોક્ત છાપો મારવામાં આવેલ સ્થળ પર થોડા દિવસો અગાઉ આશરો પણ ચાલુ કરવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.

ત્યારે જુગાર, આશરો જેવા ગેરકાયદે પ્રવૃતિઓ પોલીસની રહેમ નજર હેઠળ વગર ચાલુ કરી શકાય તે માની શકાતું નથી ત્યારે ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના આ દરોડાના પગલે દાહોદના કયાં કયાં પોલીસ કર્મચારી પોતાની ફરજ પર નિષ્કાળજી  દાખવી હશે? અને કયાં કયાં પોલીસ કર્મચારીઆના માથે લટકતી તલવાર હશે તે તો આવનાર સમયજ કહેશે પરંતુ ગઈકાલના આ દરોડાના પગલે સ્થાનીક પોલીસ તંત્ર ઉંઘતુ ઝડપાયું છે તે તો સ્પષ્ટ થઈ ગયું છે. આ દરોડાના પ્રત્યાઘાત ગાંધીનગર સુધી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પણ પહોંચ્યાં હોવાનું કહેવાઈ રહ્યું છે.

Related Posts