Vadodara

વડોદરામાં ત્રણ યુવકોએ મોઢામાં મુક્કા મારતા વૃદ્ધના ચાર દાંત તુટી ગયાં

કાર પાસેથી બાઇકનો કટ મારતા વૃદ્ધે નીચે ઉતર્યા હતા ત્યારે ત્રણ યુવકોએ તેમની સાથે ઝઘડો કરી માર માર્યો, પોલીસે બેને ઝડપી પાડ્યાં

ગોત્રી વિસ્તારમાં ઘડિયાળ સર્કલ પાસેથી વૃદ્ધ પોતાના ઘરે જવા માટે કારનો ટર્ન લઇ રહ્યા હતા. તે દરમિયાન નિલામ્બર સર્કલ તરફથી બાઇક પર આવતા ત્રણ યુવકો તેમની કારને કટ મારી નીકળ્યા હતા. જેથી વૃદ્ધ કાર ઉભી રાખી નીચે ઉતર્યા હતા, ત્યારે ત્રણ યુવકોએ વૃદ્ધ સાથે ઝપાઝપી કરી બાદ મોઢામાં મુક્કા માર્યા હતા. જેથી તેમના ચાર દાંત પણ તૂટી ગયા હતા. બાદમાં ધક્કી મારી તારની ફેન્સિંગ પર ફેંકી દીધા હતા. ગોત્રી પોલીસે વૃદ્ધની ફરિયાદના આધારે માર મારનાર બે ઝડપી પાડયા હતા.

વડોદરામાં રહેતા જાબરમલ ધનારામ કુમાવત (ઉ.63) કન્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. તેઓએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, હું પોર ખાતે આવેલી મારી કંપનીમાંથી મારી કાર લઇને પરત ઘરે આવવા નીકળ્યો હતો.  ત્યારે ઘડીયાળ સર્કલ થઇ મારા ઘર સામે રોડ ઉપર કારનો ટર્ન લઇ રહ્યો હતો.  તે દરમિયાન નિલામ્બર સર્કલ તરફથી એક બાઈક ઉપર ત્રણ શખ્સો આવ્યા હતા અને મારી કારને કટ મારી નિકળ્યા હતા. જેથી મે મારી કાર રોડની સાઇડમાં ઉભી રાખી હતી અને કારનો દરવાજો ખોલી નીચે ઉતર્યો હતો. ત્યારે આ ત્રણ શખ્સો ગાડી ઉપરથી ઉતરી મારી પાસે આવ્યા હતા અને મારી સાથે ઝપાઝપી કર્યા બાદ મોઢામાં મુક્કા માર્યા બાદ મને ધક્કો મારી ફેન્સિંગની તાર ઉપર પાડી દીધો હતો.  જેથી મારા ચાર દાંત તુટી ગયા હતા. મે બુમાબુમ કરતા આસપાસમાંથી લોકો આવી ગયા હતા અને મને વચ્ચે પડીને છોડાવ્યો હતો.  વૃદ્ધે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મારનાર મોહમદતાલીબ ફિરોજ શેખ અને શાકીબ ફિરોજ શેખને ઝડપી પાડ્યા હતા.

Most Popular

To Top