Business

ભારતમાં પ્રથમ ઇમરજન્સી સેવા જનરક્ષક કિઓસ્કનું મંગળવારે  લોકાર્પણ

  • કિઓસ્કમાં પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર એમ ત્રણ બટન હશે
  • વડોદરા શહેરમાં 3 સ્થળોએ એક સાથે આ ઉપકરણ મુકવામાં આવશે.

સમગ્ર ભારતમાં એકમાત્ર વડોદરા શહેરમાં સૌપ્રથમ વખત ઇમરજન્સી સેવા જનરક્ષક કિઓસ્કનું લોકર્પણ મંગળવારે કરવામાં આવશે. વિદેશમાં માર્ગ ઉપર અનેક સ્થળોએ જાણતા માટે આ ઇમર્જન્સી ઉપકરણ લગાવવામાં આવ્યું છે. પરંતુ ભારતમાં સૌપ્રથમ વડોદરામાં આ ઉપકરણ મુકવામાં આવશે. જેમાં ફાયર, પોલીસ અને એમ્બ્યુલન્સ સેવા માટેના બટન એક  સાથે મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત હાર્ટ એટેક માટે પણ પ્રાથમિક સારવાર માટેનું ઉપકરણ મુકવામાં આવ્યું છે.

માર્ગ ઉપર કોઈ અકસ્માત કે અન્ય કોઈ ઇમરજન્સી સેવાની જરૂર પડે તો વિદેશમાં અનેક ઉપકરણ માર્ગ ઉપર લગાવવામાં આવ્યા છે પરંતુ ભારતમાં આવા કોઈ ઉપકરણ લગાવાયા નથી. ત્યારે વડોદરામાં સૌપ્રથમ વખત જનરક્ષક ઉપકરણ મુકવામાં આવશે. શહેરના 3 વિસ્તારમાં આ ઉપકરણ મુકવામાં આવશે. જેનું લોકાર્પણ મંગળવારે રાત્રી બજાર ખાતેથી કરવામાં આવશે. ખાનગી કંપની દ્વારા આ સેવા માટે જે પ્રોડક્ટ બનાવવામાં આવી છે તેની પેટન્ટ પણ લેવામાં આવી છે. ડીડી ઇનોવેશન દ્વારા આ ઉપકરણ બનાવવામાં આવ્યું છે. આ કંપની છેલ્લા બે વર્ષથી ઇનોવેશન કરી રહી હતી અને અંતે તેઓને સફળતા મળી છે. આ ઉપકરણનો આશય માત્ર જનતાનો જીવ બચાવવાનો છે.

હાર્ટએટેકની સારવાર પણ મળી શકશે

આ ઉપકરણમાં એઇડી કીટ પણ મુકવામાં આવશે. આ કીટનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ કરી શકશે. માર્ગ ઉપર જયારે એમ્બ્યુલન્સનું બટન દબાવાશે ત્યારે આ કીટ ખુલશે. અહીં સ્ક્રીન અને કેમેરા પણ લગાવવામાં આવ્યા છે જેના થકી પોલીસ, ફાયર અને આરોગ્ય વિભાગ સ્થળનું નિરીક્ષણ કરી શકે. કોઈને હાર્ટ એટેક આવે તો તેને સીપીઆરથી સારવાર અપાય છે પણ આ તેના કરતા એક પગલું આગળ છે. આ કીટમાં પેચને શરીરના ચોક્કસ ભાગ પર લગાવવાથી તેનું મોનીટરીંગ કરી શકાશે. અને આ ઉપકરણનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી પણ સ્થળ ઉપરથી જ મળી શકશે – દેવ દોષી, ફાઉન્ડર, ડીડી ઇનોવેશન

જનરક્ષક કેવી રીતે કામ કરશે?

  • કિઓસ્કમાં એક સાથે 3 બટન હશે જેમાં પોલીસ, ફાયર, અને એમ્બ્યુલન્સ નો સમાવેશ થાય છે
  • કિઓસ્કમાં કેમેરા પણ હશે જે પોલીસ કંટ્રોલ રૂમ સાથે કનેક્ટેડ હશે જેથી સ્થળનો તાગ મેળવી શકાય
  • કિઓસ્કમાં આગ પર કંટ્રોલ મેળવવા માટે ફાયર એક્સટેન્ગ્યુસર પણ છે.
  • મેડિકલ ફર્સ્ટ ઈદ કીટ પણ રાખવામાં આવી છે.
  • ખાણીપીણીના મુખ્ય વિસ્તાર પાસે આ કીટ મુકાઈ છે જ્યાં રોજ 2 હજારથી વધુ લોકોનું આવનજાવન હોય છે

Most Popular

To Top