Vadodara

પચ્ચીસ વર્ષીય યુવકને હાર્ટએટેક આવતા પાંચ મહિનાની બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી

કિશનવાડી વુડાના મકાનમાં રહેતા ૨૫ વર્ષીય યુવકને અચાનક ગભરામણ થતા તેને તાત્કાલિક સારવાર હેઠળ નજીકની એક ખાનગી હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો પરંતુ અચાનક તેની તબિયત વધુ લથડતા સયાજી હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેને હાર્ટએટેક આવતા તેનું મોત નીપજ્યું હતું. એકાએક યુવકે વિદાય લેતા સમગ્ર પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

૨૫ વર્ષીય અક્ષય વસાવા છુટક મજુરી કરીને પોતાનું તેમજ પરિવારજનોનું ગુજરાન ચલાવતો હતો. હાલ પાંચ મહિના પહેલા જ તે એક દીકરીના પિતા બન્યો હતો. ગત નારોજ ધૂળેટી હોવાથી બપોરે પરિવારજનો સાથે સમય પસાર કરી રહ્યો હતો. તે દરમ્યાન અચાનક તેને છાતીમાં દુખાવો થતા તેમજ ગભરામણ થતા તેને તાત્કાલિક પરિવારજનોને આ બાબતે જાણ કરતા તેને નજીકની ખાનગી હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેની તબિયત વધારે બગડતા તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું હાર્ટએટેકથી નિધન થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું. જોકે બનાવ બાદ સમગ્ર પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. 

હાર્ટએટેકનું પ્રમાણ ફરી એક વાર વધતા શું કહે છે ડોક્ટર ? ઊનાળાની ઋતુ શરુ થતા ફરી એક વાર હાર્ડોટએટેકના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આપણે કેવી રીતે કાળજી રાખવી જોઈએ તે બાબતે ડૉ. મિતેશ શાહએ જણાવ્યું હતું કે , આપણે આપણી બોડીને સતત ડિહાઇડ્રેશનથી બચાવી જોઈએ હાલ ઉનાળાની શરૂઆત થતા પાણીનું પ્રમાણ આપણા શરીરમાં ઘટતું જતું હોય છે જેના કારણે આપણે ડીહાઇડ્રેશનનો ભોગ બનતા હોઈએ છીએ જેના કારણે હાર્ટ એટેક આવી શકે છે ત્યારે આપણે સતત પૂરતું પાણી પીવું જોઈએ , કોટન ના કપડા પહેરવા જોઈએ , તડકામાં બહાર જતી વખતે ટોપી પહેરવી જોઈએ અથવા તો ઓઢણી બાંધીને નીકળવું જોઈએ તે સિવાય ચા કોફી જેવા પીણા ને પણ બને ત્યાં સુધી ન પીવા જોઈએ. તે ઉપરાંત સિઝનલ ફળો પણ ખાવા જોઈએ.

Most Popular

To Top