Vadodara

નવાપુરા પોલીસે ખોવાઈ ગયેલ કે પડી ગયેલા મોબાઈલ ફોન તપાસ દરમિયાન મેળવી,25 ફોન ધારકો ને નવાપુરા પોલીસે પરત કર્યા.

વડોદરા શહેર ના હાર્દ સમાં એવું નવાપુરા પોલીસ મથક વિસ્તાર ના પડી ગયેલ અથવા ચોરી થયેલ મોબાઇલ લોકો એ ફરિયાદ નોંધાવી હતી કેટલાક લોકો ના મોબાઈલ ફોન પડી ગયેલ કે પછી ખોવાઈ ગયેલા ની નવાપુરા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી અથવા તો ભીડ ભાડ નો લાભ લઇ છળ કપટ થી મોબાઈલ ફોન મેળવેલ તેઓ ની વિરુદ્ધ કાર્યવાહી કરી ને તેઓ ની પાસે થી મોબાઈલ ફોન મેળવાવમાં નવાપુરા પોલીસને સફળતા પ્રાપ્ત થઈ હતી નવાપુરા પોલીસે 25 મોબાઈલ ફોન અંદાજીત 3.84 લાખ ના મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા પોલીસે વડોદરા શહેર પોલીસ વિભાગ ની તેરા તુજકો અર્પણ અંતર્ગત મોબાઈલ ફોન ગુમાવનાર મોબાઈલ ફોન ધારકો ને તેઓના મોબાઈલ ફોન નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ અને ઝોન 2ના એસીપી ની ઉપસ્થીતિ માં પરત કરવામાં આવ્યા હતા જ્યાં મોબાઈલ ફોન પરત મેળવનાર મોબાઈલ ફોન ધારકો એ નવાપુરા પોલીસ ની કામગીરી ને બિરદાવી હતી

Most Popular

To Top