Business

ચૂંટણી માટે વડોદરાના તંત્રની તૈયારીઓ

લોકસભાની ચૂંટણીઓ માટે વડોદરા જિલ્લાનું તંત્ર સજ્જ બની ગયું છે. લોકશાહીના સૌથી મોટા પર્વની ઉજવણી માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. વડોદરા જિલ્લામાં 10 મત વિધાનસભા મત ક્ષેત્રનો સમાવેશ થાય છે જેમાં 7 વિધાનસભા મત ક્ષેત્ર વડોદરા સંસદીય મત વિભાગમાં લાગે છે તો કરજણ વિધાનસભા ભરૂચ લોકસભા બેઠકમાં અને પાદરા તેમજ દાભો વિધાનસભા મતક્ષેત્ર છોટાઉદેપુર લોકસભા મત ક્ષેત્રમાં લાગે છે

  • C -Vigil પર મળતી ફરિયાદોનો 100 મિનિટમાં નિકાલ કરવામાં આવશે. તેમજ ઓનલાઇન ચૂંટણી ખર્ચ મોનીટરીંગ સેલ તથા ફરિયાદ કંટ્રોલ રૂમ માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો
  • એક્સ્પેન્ડિચરની ટીમની નિમણુંક કરવામાં આવી
  • ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ કાર્યરત કરી દેવાઈ
  • જિલ્લાના કુલ મતદાન મથકો 2551 ના 50 ટકા મતદાન મથકો એટલે કે 1278 મતદાન મથકો ઉપર વેબ કાસ્ટિંગ કરવામાં આવશે.
  • જિલ્લાના તમામ મદદનીશ ચૂંટણી અધિકારીઓને ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કર્યા બાદ મતદાન મથકોના 125% લેખે બિયું, સીયુ અને 135% વીવીપેટ ફાળવવામાં આવશે
  • તમામ મતદાન મથકો ઉપર કુલ 15,703 સ્ટાફ ફરજ બજાવશે
  • વાઘોડિયા વિધાનસભા મતવિભાગમાં યોજાનાર પેટા  ચૂંટણી માટે અલગ નવા ઈવીએમ આપવામાં આવશે તેમજ ઈવીએમ સ્ટ્રોંગ રૂમ પણ અલગ બનાવવામાં આવશે.

વાઘોડિયા પેટા  ચૂંટણી

કુલ મતદાન મથક – 280
પુરુષ મતદારો – 1,27,505
સ્ત્રી મતદારો – 1,21,293
અન્ય – 3
કુલ મતદારો – 2,48,801

દરેક વિધાનસભા મતક્ષેત્રમાં 7 સખી મતદાન મથક

લોકસભાની ચૂંટણી માટે દરેક વિધાનસભા મતદાન વિસ્તારમાં 7 સખી મતદાન મથક ઉભા કરવામાં આવશે.  જિલ્લાના 10 વિધાનસભા મતક્ષેત્ર લાગે છે એટલે કે કુલ 70 મહિલા સંચાલિત મતદાન મથક, 10 યુવા સંચાલિત મતદાન મથક,  10 પીડબ્લ્યુડી સંચાલિત મતદાન મથક અને 10 મોડલ મતદાન મથક ઉભા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લામાં 854 સંવેદનશીલ મતદાન મથક

વડોદરા લોકસભા મતક્ષેત્રમાં કુલ 2551 મતદાન મથકો ઉભા કરવામાં આવશે. જેમાં 854 મતદાન મથકો અતિ સંવેદનશીલ છે. જ્યાં તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ મતદાન મથકો ઉપર પેરા મિલિટ્રી ફોર્સ હાજર રહેશે ઉપરાંત આ મતદાન મથકોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે. અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેનું પૂરતું આયોજન કરી દેવામાં આવ્યું છે.

દિવ્યાંગ મતદારો માટે વિશેષ આયોજન

વડોદરા જિલ્લામાં વિવિધ મતદાન મથકો ઉપર દિવ્યાંગો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ 24,549 દિવ્યાંગ મતદારો છે. જેઓ માટે મતદાન મથકો ખાતે ખાસ વહીલ ચેરની વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત જે મતદારો મતદાન મથક સુધી આવી શકે તેમ ન હોય તેઓ માટે ઘરે જઈને મત લેવા માટેનું પણ આયોજન કરવામાં આવ્યું છે

Most Popular

To Top