Vadodara

કોન્ટ્રાક્ટરે 3 મહિનાનો પગાર નહીં ચૂકવતાં કોરોના વોરીયર્સનું આંદોલન

વડોદરા : ગુજરાત સરકારના ચોથા વર્ગના કર્મચારીઓની ભરતી કરવાની માંગણી અને આઉટ સોર્સીંગના મુદ્દે કોન્ટ્રાકટર દ્વારા કર્મચારીઓનું શોષણ અટકાવવાની બુલંદ માંગણી સાથે કર્મચારીઓએ ધરણા કર્યા હતા. ગુજરાત જનજાગૃિત મંચના નેજા હેઠળ આજે સવારે દસ વાગે પાદરા રોડ સ્થિત વેકસીન ઈન્સ્ટીટયુટ ખાતે કર્મચારીઓએ ધરણા કર્યા હતા.

મંચના અગ્રણી રજનીકાંત ભારતીયએ જણાવ્યું હતું કે, કોરોના વોરીયર્સને વેકસીન નહીં પરંતુ વધુ પગાર આપવાની જરૂર છે. 3 માસથી પગાર નહીં ચુકવતી ગુજરાત સરકાર આઉટ સોર્સીંગના કોન્ટ્રાકટરને કર્મચારી દીઠ 15 થી 25 હજાર ચુકવે છે. છતાં શોષણખોર કોન્ટ્રાકટરો કર્મચારીને માત્રને માત્ર આઠથી દસ હજાર રૂિપયા જ આપે છે. કોરોનામાં િદવસ રાત ઉના પગે સેવા બજાવતા ચોથા વર્ગના કર્મચારીઓ સરકારે કાયમી ભરતીકરવાની માંગ કરી હતી.

ગુજરાત રીફાઈનરીમાં બબ્બે દાયકાથી ચોથા વર્ગના કર્મચારીઓનું શોષણ કોન્ટ્રાકટરો વર્ષોથી કરતા આવ્યા છે. ઉચ્ચ સ્તરના અિધકારીઓને આ ગંભીર બાબતે વારંવાર રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ આવતો ન હોવાથી આજે રીફઈનરીના ગેટ પર જ કર્મચારીઓએ ધરણા કર્યા હતા. કર્મચારીઓનું લોહી ચુસતા કોન્ટ્રાકટરો આઠના બદલે બાર કલાક કામ કરવાની ફરજ પાડે છે એટલુ જ નહીં તેમના પ્રોવીડન્ડ ફંડ પણ કપાત થતું નથી.

વીસ વર્ષથી કોન્ટ્રાકટ સીસ્ટમથી પટાવાળા સફાઈકામદારો અને માળીની જગ્યા ભરતી કરાય છે. વર્ષોથી અન્યાય સહન કરતા કર્મચારીઓએ ઉચ્ચસ્તરે આવેદનપત્ર સુપ્રત કરીને ગેટ પર ધરણા કરતા કર્મચારીઓએ કોન્ટ્રાકટરોની મીલીભગત અંગે આક્ષેપો કર્યા હતા.

જેમાં કમલ કંસ્ટ્રકશન અને નવલ સંદેશ નામના બે કોન્ટ્રાકટરોના એક હથ્થુ શાસન અંગે સત્તાવાળાઓએ ચુપકીદી જ સેવી લીધી છે. તે કોન્ટ્રાકટરો સામે સત્વરે કાર્યવાહી હાથ ધરવાની પણ માંગ કરી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top