Comments

ઉત્સવોના ઉત્સાહમાં વિવેક ઉમેરીએ!

એક દિવસ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી પૃથ્વી પર મનુષ્યની હાલત વિષે ચિંતા કરતા હતા.મનુષ્ય દુખી હતો ,તકલીફમાં હતો અને કળિયુગને કારણેે હજી તેની તકલીફો વધવાની હતી.લક્ષ્મીજીએ કહ્યું, ‘સ્વામી આપ તારણહાર છો તો પછી તમારા હોવા છતાં પૃથ્વી લોકમાં મનુષ્યને આટલી બધી તકલીફ શા માટે વેઠવી પડે છે શું તેમને બચાવવાનો કોઈ માર્ગ નથી??’ આ વાતો થતી હતી ત્યારેજ નારદજી ત્યાં આવ્યા અને નારાયણ નારાયણ કરતા વંદન કર્યા.પછી લક્ષ્મીજીને કહ્યું, ‘મા, તમેં મનુષ્યો પર કૃપા કરો તો તેમની તકલીફ ઓછી થશે.’ લક્ષ્મીજી બોલ્યા, ‘નારદજી એવું નથી હું જેની પર કૃપા કરું છું તેઓ પણ દુઃખી કે પરેશાન ન હોય એવું થતું નથી.બધાને સુખી કરવાનું માત્ર સ્વામીના હાથમાં જ છે માટે તેમને કહું છું કે તેઓ બધા પર કૃપા કરો.’

કોઇ પણ દેશ તેનો સમાજ ઉત્સવોથી જીવંત બને છે. પરંપરાઓ અને ઉજવણીઓના પોતપોતાના સ્વરૂપ હોય છે અને કાળક્રમે તે બદલાતા પણ હોય છે! ઉશ્કેરાટ અને ઉપદેશ વચ્ચે વિવેકપૂર્વક વિચારવાની જરૂર છે. જેમ કે દુનિયાભરમાં પતંગ ચડાવવામાં આવે છે. જયારે ગુજરાતમાં પતંગના પેચ લડાવાય છે. આ પતંગ કાપવાની હરીફાઇમાં દોરીનું મહત્ત્વ વધવા માંડયું. દોરીને સરસ અને ખાંડેલા કાચથી તૈયાર કરવામાં આવેલ અને આ દોરી હવામાં બ્લેડની જેમ બીજી પતંગની દોરી કાપવા માંડી. શરૂઆતમાં આ માત્ર આનંદ અને ઉત્સવપ્રદ રહ્યું પણ વધતી વસ્તીની ગીચતા, શહેરીકરણ, વધતાં વાહનો અને વાહનોની સ્પીડને કારણે હવામાં પતંગ કાપતી દોરી રસ્તા પરના ટુવ્હિલર ચલાવનારનું ગળું કાપવા માંડી!

હવામાં ઊડતા પક્ષીની પાંખ કાપવા લાગી. નરોડા રોડ પર એકિટવા પર જતા યુવાન મહિલા ડોકટરનું ગળું કપાયું ત્યારથી આજ સુધીમાં ભરૂચમાં બે વ્યકિતના અવસાન સાથે લગભગ ચાલીસેક જણાએ પતંગની દોરી વાગવાથી જીવ ગુમાવ્યા છે. દોઢ હજાર માણસો ઘાયલ થયા છે અને દર વર્ષે સેંકડો પક્ષીઓ ઘાયલ થયાં છે. છેલ્લાં દસ વર્ષના આ આંકડા ચિંતાજનક છે. છેલ્લાં વર્ષોમાં ઉત્તરાયણની સાંજે દિવાળીની જેમ ફટાકડા ફોડવાનું શરૂ થયું છે. હવે તેમાં સરકારની ના છતાં ચાઈનીસ ગુબ્બારા ઉડાડાય છે. જે દૂર ખેતરમાં, ગામડામાં ઘાસના ઢગલા પર, કોઇનાં કાચાં મકાનો પર, માલ-સામાન, લાકડાં, પ્લાસ્ટિકનાં ગોદામોમાં પડે છે અને આગ લાગવાથી નુકસાન લાખોમાં થાય છે.

મકરસંક્રાંતિના દિવસે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થાય છે. દક્ષિણની ક્ષિતિજમાંથી ઉત્તર તરફ સૂર્યોદયની ગતિ થાય છે માટે ઉત્તરાયણ કહેવાય છે. ભારતીય પરંપરાના તમામ ઉત્સવોમાં ગરીબ – નબળા વર્ગને દાનનો મહિમા છે. સ્નાનનો મહિમા છે. આસ્થાવાન લોકો માટે પૂજાપાઠ, ભકિતનો મહિમા છે. આ લખનાર સહિત કોઇએ કયાંય વાંચ્યું કે સાંભળ્યું નહિ હોય કે કોઇએ મકરસંક્રાંતિ ઉજવવાની ના પાડી હોય. માત્ર વિનંતી થાય છે કે પતંગ સવારે નવથી સાંજે પાંચ સુધીમાં જ ચડાવો! બીજાની પતંગ કાપવા અને ખાસ તો એના માટે વધુ ને વધુ તીક્ષ્ણ દોરી બનાવવાનું રહેવા દો. રસ્તા ઉપર પતંગ ન ચડાવો. ન પકડો…. આ બધુ સમજણ અને વિનંતીપૂર્વક કહેવાય છે! કયાંય વિરોધ કે પ્રતિબંધના સ્વરમાં નથી કહેવાતું! આપણા જ ઉત્સવમાં આપણા જ ભાઇઓનાં ગળાં કપાય! શું આપણે આમાં વિવેકપૂર્ણ વિચાર ન કરી શકીએ?

આવું જ નવરાત્રના ગરબામાં છે! નવરાત્રી માતાની ઉપાસનાનો, અનુષ્ઠાનનો અદ્‌ભુત અવસર છે. ગુજરાતનું ગૌરવ એ છે કે આ નવરાત્રીમાં સ્ત્રીઓની અભિવ્યકિત જેવા ગરબા પણ જોડાયા છે. જે વિરોધ છે તે તો ધંધાદારી ગરબાનો અને ખાસ તો કાન ફાડી નાખતા માઇકના અવાજનો છે. માઇક વગર આખી રાત ગરબા ગાવ…. કોઇ ના નથી… તો આમાં ઉશ્કેરાવાનું શેનું? કોણ આપણને ગેરમાર્ગે દોરે છે?

દિપાવલી એટલે દીવાની હારમાળા, પ્રકાશનું પર્વ, ફટાકડા તેમાં પાછળથી ઉમેરાયા! વળી ફટાકડાના પણ પ્રકાર છે. ફુલઝર, તારામંડળ, ચકકર, કોઠી. ઘરઆંગણે, ઓછા જોખમી અને અવાજ વગરના માત્ર આનંદ આપનારા ફટાકડા ફોડીને પણ દિપાવલી ઉજવી જ શકાય, યુવાનોને બોમ્બ ધડાકા કરવા હોય તો આઠથી દસમાં કરવા એ વાત છે. આમાં આખી ઉજવણીનો વિરોધ જ નથી! મૂળમાં ઉજવણીના ઉત્સાહમાં વિવેક ઉમેરવાની વાત છે. આપણા આનંદ સાથે બીજાની ચિંતા ઉમેરવાનો વિચાર છે. સમાજમાં વૃધ્ધો, સગર્ભા સ્ત્રીઓ, બાળકો, બીમાર, ઘરઆંગણાનાં પશુ-પક્ષીઓ બધાં છે.

જો ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની જ વાત હોય તો તો અહીં વૃક્ષ, પૃથ્વી, પ્રાણી, પક્ષી સૌના ક્ષેમકુશળની ચિંતા છે! આપણે તેમને પીડા આપીને ઉત્સવ ઉજવીએ એવું આપણી પરંપરામાં કયાંય નથી. રંગોત્સવ હોળી…. હવે ફૂલોના રંગથી અને સુગંધિત ચંદન-દ્રવ્યોવાળા પાણીથી ન્હાવાની કોઇ ના જ નથી પાડતું. ના પાડે છે તે તો કેમિકલના કલરની અને પ્રશ્ન ધૂળેટીની ઉજવણીમાં પણ સમયભાનનો તો છે જ. દિવસમાં તમે એક વાર રંગે રમો ન્હાવધુઓ. પાછા ફરી રંગે રમો… ફરી ન્હાવધુઓ… તો પ્રશ્ન થાય ને કે કયાં સુધી?

સંયમ તો કેળવવો જ પડશે! અને હા, તહેવાર કોઇ પણ હોય, ઉજવણી કોઇ પણ હોય પણ સમાજના ઉત્સવો અને ઉદારતાનો લાભ લેનારા દુષ્તત્ત્વો તો હોય જ છે! તહેવાર – ઉજવણીના બહાને તેમને અસામાજિક કામ ન કરવા દેવાય! બહેન – દીકરીઓની મશ્કરી કરવી, રસ્તે જતાં વાહનો ઉપર ફટાકડા નાખવા, કોઇકને ખરેખર નુકસાન કરવાના હેતુથી જ ભેળસેળવાળા કલર આંખ કે વાળમાં નાખવા…. આ સંસ્કૃતિ નથી. આપણે સંસ્કૃતિ અને પરંપરાના નામે આવા અસામાજિક તત્ત્વોનો બચાવ ન કરી શકીએ. છેલ્લે, આ આપણો દેશ છે. આપણે આપણા લોકોને જ સાચવવાના છે. આ દેશના કાયદા, સરકારનાં સૂચનો, ન્યાયાલયના આદેશો. આ બધું અંતે તો આપણા શાંતિમય જીવન માટે છે. તે પાળવા – માનવા તે પણ રાષ્ટ્રધર્મ જ છે. કોઇ કશી ના પાડતું નથી. ધર્મ અને સંસ્કૃતિના નામે ચાલતા વેપાર -બજારને ધર્મ – સંસ્કૃતિથી જુદો કરવો પડશે! ઉત્સાહ અકબંધ રાખવાનો છે. માત્ર થોડો વિવેક જાળવવાનો છે. આમાં ઉશ્કેરાઇ જવાની જરૂર નથી અને બીજા ખોટું કરે છે માટે હું પણ ખોટું કરું. એ તો ન્યાય નથી.    
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top