Madhya Gujarat

આણંદઃ 2017માં 11.46 લાખ મતદારોએ મતદાન કર્યું

આણંદ : આણંદ જિલ્લામાં 2017માં વિધાનસભાની યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં 20 હજાર ઉપરાંત નોટો મતદાન થયું હતું. 14મી ડિસેમ્બર,17ના રોજ ચૂંટણી યોજાઇ હતી. જ્યારે 18મીના રોજ મતગણતરી કરવામાં આવી હતી અને તે જ દિવસે પરિણામ પણ જાહેર થયું હતું. આ ચૂંટણીમાં સૌથી વધુ 76.04 ટકા આંકલાવ અને સૌથી ઓછું 68.86 ટકા આણંદ બેઠક પર નોંધાયું હતું. આણંદ જિલ્લામાં પ્રથમ વખત તમામ બેઠક પર કુલ 16 લાખથી વધુ મતદારો નોંધાયાં હતાં. જેની સામે 6.15 લાખ પુરૂષ અને 5.30 લાખ મહિલા અને 36 અન્ય મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

આણંદ જિલ્લામાં 2017ના વર્ષની સામાન્ય ચૂંટણીમાં ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજિત્રા મળી સાત બેઠકની ચૂંટણી અન્વયે 14મી ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. જેની મતગણતરી 18મી ડિસેમ્બર,17ના રોજ મતગણતરી થઇ હતી. આણંદ જિલ્લામાં તમામ બેઠકો પર કુલ મળી પ્રથમવાર 16 લાખથી વધુ મતદારો નોંધાયા હતા. જેમાં 8,34,547 પુરૂષ, 7,74,134 મહિલા અને 64 અન્ય મતદારોની સામે 6,15,613 પુરૂષ, 5,30,430 મહિલા અને 36 અન્ય મતદારો મળી કુલ 11,46,043 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરતા સરેરાશ 72.24 ટકા મતદાન નોંધાયું હતું.

આ તમામ બેઠકો ઉપર 9,330 મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. જેમાં ખંભાત બેઠક ઉપર 1,022, બોરસદ બેઠક ઉપર 2,036, આંકલાવ બેઠક ઉપર 776, ઉમરેઠ બેઠક ઉપર 1,019, આણંદ બેઠક ઉપર 2,440, પેટલાદ બેઠક ઉપર 1,227 અને સોજીત્રા બેઠક ઉપર 810 મતદારોએ બેલેટથી પોસ્ટલ મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં નોટામાં સૌથી વધુ 3,880 નોટા મત આંકલાવ બેઠક ઉપર નોંધાયા હતા. જ્યારે ખંભાત બેઠક ઉપર 2,731, બોરસદ બેઠક ઉપર 2,175, ઉમરેઠ બેઠક ઉપર 3,710, આણંદ બેઠક ઉપર 2,646, પેટલાદ બેઠક ઉપર 2,041 અને સોજીત્રા બેઠક ઉપર 3112 મતદારોએ નોટાને મત આપ્યો હતો.
આ ચૂંટણી જંગમાં 80 પુરૂષ અને 9 મહિલા ઉમેદવાર મળી કુલ 89 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 17 પુરૂષ અને 5 મહિલા ઉમેદવાર મળી કુલ 22 ઉમેદવારોના ઉમેદવારી પત્રો રદ થયા હતા, જ્યારે 18 પુરૂષ અને 2 મહિલા ઉમેદવારે તેમના ઉમેદવારી પત્રો પરત ખેંચતા 45 પુરૂષ અને 2 મહિલા ઉમેદવારો મળી કુલ 47 ઉમેદવારો આ ચૂંટણી જંગમાં હતા. જે પૈકી પરીણામ જાહેર થતાં જિલ્લાની ખંભાત બેઠક ઉપર 5 પુરૂષ ઉમેદવાર, બોરસદ બેઠક ઉપર 5 પુરૂષ ઉમેદવાર, આંકલાવ બેઠક ઉપર 7 પુરૂષ ઉમેદવાર, ઉમરેઠ બેઠક ઉપર 5 પુરૂષ, આણંદ બેઠક ઉપર 1 પુરૂષ ઉમેદવાર, પેટલાદ બેઠક ઉપર 5 પુરૂષ ઉમેદવાર તેમજ સોજીત્રા બેઠક ઉપર 4 પુરૂષ ઉમેદવાર મળી કુલ 32 પુરૂષ ઉમેદવારોએ તેમની ડીપોઝીટ ગુમાવી હતી. જ્યારે એક પણ મહિલા ઉમેદવારે તેમની ડીપોઝીટ ગુમાવી ન હતી.
આ તમામ મતદાર બેઠકો ઉપર વિજેતા ઉમેદવાર અને હરીફ ઉમેદવાર વચ્ચે મતની દ્રષ્ટીએ સૌથી વધુ સૌથી વધુ 33,629 મતની સરસાઈ આંકલાવ બેઠક ઉપર અને સૌથી ઓછી 1,883 મતની સરસાઈ ઉમરેઠ બેઠક ઉપર જોવા મળી હતી. આ ઉપરાંત વિજેતા ઉમેદવાર અને હરીફ ઉમેદવાર વચ્ચે ખંભાત બેઠક ઉપર 2,318 મત, બોરસદ બેઠક ઉપર 11,468 મત, આણંદ બેઠક ઉપર 5,286 મત, પેટલાદ બેઠક ઉપર 10,644 મત અને સોજીત્રા બેઠક ઉપર 2,388 મતની સરસાઈ જોવા મળી હતી.

Most Popular

To Top