Charchapatra

અદૃશ્ય અર્થકારણ

એકવીસમી સદીમાં અજાયબરૂપ અદૃશ્ય અર્થકારણ ચાલી રહ્યું છે, જે ક્રીપ્ટો કરન્સી અને બિટકોઈન તરીકે ઓળખાય છે. વિશ્વમાં આ ડિજીટલ કરન્સીનું ચલણ વધતું જ જાય છે. કોરોના વાઈરસની જેમ અદૃશ્ય રૂપે સમસ્ત વિશ્વમાં તે વ્યાપી ગયું છે. કાળા નાણાંની લેવડદેવડ માટેનું એક અજેય સાધન બનીને તમામ દેશોને તે કનડે છે. ઈન્ટરનેટ દ્વારા તેનું વહન થાય છે. ભારતમાં મોદી સરકારે કાળા નાણાંને નાથવા નોટબંધી કરી છતાં બ્લેકમનીમાં વધારોજ થતો રહ્યો છે. શેરબજારની જેમ આ અદૃશ્ય અર્થકારણમાં ભાવોનો વધારો ઘટાડો થતો રહે છે. દુનિયાના દેશોની સરકારોના કાબૂ બહાર રહેવી ક્રિપ્ટોકરન્સી પર કડકાઈ અને નિયંત્રણ માટે આયોજનો થઈ રહ્યાં છે, છતાં નિયમન માટે ઝાઝી આશા નથી. રિઝર્વબેન્કનું પણ આધિપત્ય નહીં હોવાથી ફુગાવો વધતો જાય છે, આથી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાનો માર્ગ શોધાઈ રહ્યો છે. ફંડેરલ એજન્સીઓને કામગીરી સોંપી દેવામાં આવી છે. ડિજીટલ એસેટ્સ માટે નીતિ નક્કી થઈ રહી છે. દુનિયાના બેતાલીસ દેશો અવઢવમાં છે. ઘણાં દેશો ક્રિપ્ટો કરન્સીની હેરફેર ઓનલાઈન થતી હોવાથી તેનો ઉપયોગ આતંકવાદથી માંડીને અન્ય ખોટી પ્રવૃત્તિ અને વ્યવહારો માટે થઈ શકે છે. ઓનલાઈન હેકીંગ દ્વારા ક્રિપ્ટો કરન્સીની ચોરી પણ થઈ શકે છે. ભારતમાંથી ક્રિપ્ટોકરન્સીમાં છ લાખ કરોડ રૂપિયાનું રોકાણ માનવામાં આવે છે. લોકો આ બાબતમાં સાવધ રહે, તે પણ જરૂરી છે. અદૃશ્ય અર્થકારણ સાધન સંપન્ન લોકોને ભલે આકર્ષક લાગે, પણ તે તેટલુંજ જોખમી પણ કહેવાય.
સુરત – યુસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top