પ્રતિનિધી ગોધરા તા.16
શહેરાના વન વિભાગના અધિકારીઓએ ગેરકાયદેસર રીતે લાકડાની હેરાફેરી કરતા એક ટ્રકને ઝડપી પાડ્યો હતો
શહેરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર.વી. પટેલના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી.શહેરા રેન્જના સ્ટાફ દ્વારા શહેરા-નાકુડી રોડ પર, વરિયાલ રોડ પાસેથી પસાર થઈ રહેલા ટ્રક નંબર GJ 17 TT/5599ને અટકાવવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ટ્રકમાં કોઈ પણ પ્રકારના કાયદેસર પાસ-પરમિટ વિના લીલા અને તાજા પંચરાઉ લાકડાનો જથ્થો મળી આવ્યો હતો.વન વિભાગે કાર્યવાહી કરીને ટ્રક અને અંદાજે ₹4,50,00 ની કિંમતના લાકડાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ, આ સમગ્ર મુદ્દામાલ શહેરા રેન્જ કચેરીના કમ્પાઉન્ડમાં રાખવામાં આવ્યો છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.