Vadodara

વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજીની કલ્યાણ હવેલીમાંથી 6 જંગલી પોપટ છોડાવાયા



હવેલીમાં ગેરકાયદેસર કાચબા પણ રાખવામાં આવ્યા હોવાનો કાર્યકરનો દાવો, વન વિભાગે તપાસ શરૂ કરી

વડોદરા:
વડોદરામાં માંડવી વિસ્તારમાં વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજીના કલ્યાણ રાયજી મંદિર (હવેલી)માંથી વન વિભાગ દ્વારા 6 પહાડી પોપટ મુક્ત કરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત હવેલીમાં કાચબા છે કે કેમ તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

પર્યાવરણ કાર્યકર રમેશ ગોરખભાઈ યાઇસએ વડોદરા વન વિભાગના આરએફઓને 13 માર્ચના રોજ લેખિત ફરિયાદ કરી હતી કે શહેરમાં અમુક ચોક્કસ વિભાગમાં વન્યજીવને ગેરકાયદેસર ગોંધી રાખવામાં આવે છે.
કાર્યકરે વનવિભાગની પક્ષીઓને મુક્ત કરવા મદદ માંગી હતી. ત્યારબાદ કોઈ પણ પ્રકાર mની કાર્યવાહી ન થતા રમેશ ભાઈએ 30 માર્ચના રોજ ફરી લેખિત ફરિયાદ કરી હતી અને ટેલીફોનીક પણ વારંવાર ફરિયાદ કરવા છતાં વન વિભાગ દ્વારા કોઈ પગલાં લેવાયા નહોતા. આખરે રમેશભાઈએ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલને પણ જાણ કરી હતી. ઉપરાંત વન મંત્રી મુળુભાઈ બેરાને પણ જાણ કરવા છતાં કોઈ ઉચિત પગલાં ના લેતા બુધવારે મીડિયાની સહારો લીધો ત્યારે વન વિભાગ દ્વારા વડોદરા માંડવી વિસ્તારમાં દ્વારકેશ લાલજીની હવેલીમાં રેડ કરતા પહાડી પોપટ મળી આવ્યા હતા.
જ્યારે વન વિભાગને ગુજરાતમિત્ર તરફ થી પૂછવામાં આવ્યું કે વારંવાર ફરિયાદ છતાં કેમ આટલા મોડા પગલાં લેવામાં આવ્યા, ત્યારે વન વિભાગના અધિકારી કરણસિહે જણાવ્યું હતું કે એમને કોઈ ફરિયાદ મળી નથી. એમને કલ્યાણ રાયજી મંદિર તરફ થી ચૂંટણી પહેલા ટ્રસ્ટીનો ફોન આવ્યો હતો કે અમારે ત્યાં કોઈ પોપટ મૂકી ગયું છે તો લઈ જવા વિનંતી. પરંતુ ચૂંટણીનો સમય હોવાથી અમે આજે આ પોપટોનો કબ્જો લેવા આવ્યા છીએ. અમારી વન વિભાગની ટીમને પોપટ સિવાય કોઈ બીજા વન્યજીવ મળ્યા નથી. કાર્યકર પાસે મંદિરના પરિસરમાં 7 કાચબા ફરતા હોવાનો વિડિયો પણ છે . વન વિભાગે કાચબા અંગે હવેલીના ટ્રસ્ટીઓની પૂછપરછ શરૂ કરી છે.

Most Popular

To Top