Kalol

પંચાયત ચૂંટણીના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે કાલોલની કચેરીઓમાં ભીડ

કાલોલ તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવા ભારે ઘસારો જોવા મળ્યો
કાલોલ :
કાલોલ તાલુકામાં ૨૬ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને ૧૪ ગ્રામ પંચાયતોમાં ૧ સરપંચ અને ૧૯ વોર્ડની પેટા ચૂંટણી ૨૨મી જૂને યોજાનાર છે. જે ચૂંટણી માટે ૨જી જૂનથી ૯મી જૂન સુધી ફોર્મ વિતરણ અને ફોર્મ ભરવા માટેની આજની છેલ્લી તારીખ હોય કાલોલ તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવા ભારે ઘસારો જોવા મળ્યો હતો.


પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં છેલ્લા ત્રણ વર્ષથી વહીવટદાર શાસન હેઠળ ચાલી રહેલી કાલોલ ગ્રામ પંચાયતો માટે આગામી 22 જૂને યોજાનારી સામાન્ય અને પેટા ચૂંટણીને લઈને ગામડાઓમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જ્યાં કાલોલ તાલુકામાં જાહેર થયેલી ૨૬ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને ૧૪ ગ્રામ પંચાયતોમાં ૧ સરપંચ અને ૧૯ વોર્ડની પેટા ચૂંટણીમાં સરપંચ તેમજ સભ્ય પદ માટે ઇચ્છુક ઉમેદવારો દ્વારા તૈયારી જોરશોરથી શરૂ કરવામાં આવી છે. ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના આજના છેલ્લા દિવસે કાલોલ ની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો તેમના સમર્થકો સાથે વાહનો અને ઢોલ નગારા અને નારા સાથે ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહભર્યા માહોલ વચ્ચે ઉમેદવારોએ ચૂંટણી અધિકારીઓ સમક્ષ પોતાનું ફોર્મ દાખલ કરી જીતની આશા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઉમેદવારી ફોર્મ ભરવાની આજે અંતિમ તારીખ હોય તેથી ફોર્મ ભરાવવા માટે ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે ત્યારે કેટલીક ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીના કેટલાક વોર્ડમાં બિનહરીફ ચૂંટાઈ જવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે.

Most Popular

To Top