Business

દેશને ગૌરવ અપાવતી ઘટનાઓ

આપણો દેશ આજે દેશના કર્મઠ અને નિર્ણાયક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાહબરી હેઠળ આગળ વધી રહેલ છે જેમાં દેશને ગૌરવ આપનારા વિદેશોના નીચેના ઉદાહરણો નોંધપાત્ર ગણી શકાય. સિરીયાના વિદેશ મંત્રીએ પોતાની પાંચ દિવસની આપણા દેશની મુલાકાત સમયે ભારત તો એશયાનું હૃદય છેનુન નોંધપાત્ર નિવેદન આપેલ હતું અને જણાવેલું હતું કે બે વર્ષ પૂર્વે સિરીયા પાસે ખાવાનું કશું ન હતું ત્યારે ભારતે તુરત જ મોટા પાયે અનાજ મોકલ્યું હતું. આઇ.એમ.એફે તાજેતરમાં જણાવ્યું હતું કે ભારતના વધતા ડીજીટલ ઇન્ફ્રાસ્ટ્રકચરથી વિશ્વના અન્ય દેશોએ પ્રેરણા લેવાની જરૂર છે. રશિયન પ્રમુખ પુતિને નવા વર્ષના સંદેશામાં જણાવેલ હતું કે જી-20 અને એસ.સી.ઓ.માં ભારતનું પ્રમુખપદ દુનિયામાં સ્થિરતા લાવશે. જાપાની મીડીયાએ જણાવેલ છે કે અમેરિકા અને ચીન બાદ ભારત ત્રીજી વિશ્વની મહાસત્તા બનશે.

ભારતનો યુવા વર્ગ તેની સૌથી મોટી તાકાત બનશે અને ભારત જી-20ની અધ્યક્ષતા કરીને વિશ્વને પોતાની પ્રતિભા દેખાડશે. વિશ્વ વિખ્યાત કંપની માઇક્રોસોફટના સહસ્થાપક બિલ ગેટસની તાજેતરની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરેલ મુલાકાત બાદ કલાઇમેટ ચેન્જના મોરચે તેમજ દરેક ક્ષેત્રોના વિકાસથી ભારતની કામગીરીની પ્રશંસા કરેલ હતી. તેઓએ જણાવેલ હતું કે ભારતીય વૈજ્ઞાનિકોએ બનાવેલ કોરોનાની રસીએ ફકત સ્થાનીકોના જ નહીં પણ વિદેશોના લાખો નાગરિકોના જીવ બચાવ્યા હતા. દેશને આવુ વિશ્વમાં ગૌરવવંતુ સ્થાન અપાવનારા વિશ્વના સૌથી વધુ પ્રભાવી નેતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના હંમેશા ઋણી રહેશે. આવી કર્મઠ અને નિર્ણાયક દેશના નેતૃત્વનો માત્ર વિચારોના કારણે કે મતબેંકોના સ્વાર્થોના કારણે સતતને સતત વિરોધો ન જ કરાય પણ દેશ અને સમાજ હિતમાન સાથે મળીને સતત સહયોગ જ લેવાય.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સંબંધો કેમ આટલા તૂટે છે?
વર્તમાનમાં મનુષ્યતામાં સૌથી મોટો દુકાળ જો કઇનો જો પડયો હોય તો તે છે સહનશીલતાનો. પરિણામે મનુષ્યની લાગણીઓ, વાતે વાતે ઘવાય છે અને તેની ભીતર બદલાની ભાવના વિકસીત થતી જાય છે. ધર્મ સત્તા વ્યકિતગત માન સન્માનની લાગણીઓ કોઇ કશો પણ અભિપ્રાય આપી દે તો હવે તો કોર્ટ કચેરીની સાથે સાથે અનેક સંગઠનો રસ્તા પર ઉતરી આવી અરાજકતા ઉભી કરી દે છે. શું ધર્મ વ્યકિતગત માન સન્માન કે સત્તા એટલા કમજોર છે કે કોઇની સાચી ખોટી ટીપ્પણીઓથી ઝંખવાય જાય. ખરેખર તો માણસોનો અહંકાર પણ એટલો ઉંચો ગયો છે તેને લાગે છે હું જ કંઇક છું. આથી માણસોના પ્રત્યેક સંબંધો પણ મીઠાશ ગુમાવી ચૂકયા છે. એટલું જ નહીં સંબંધો તૂટતા પણ વાર થતી નથી. કોઇકે ઠીક જ કહ્યું છે મનુષ્યને આટલો અહંકાર શાને, બંધ આંખે જોયેલ સપના આંખ ખૂલતા જ તૂટે છે અને ખુલ્લી આંખે જે સ્વપ્ન તે જોઇ છે તે આંખ બંધ થતાં જ તૂટી જાય છે તો કોઇની લાગણીઓ દુભાવીએ નહિ આપણી લાગણીઓને પણ દુભવીએ નહીં એજ જીવનની સાર્થકતા છે.
નવસારી – ગુણવંત જોષી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top