SURAT

વિશ્વનું સૌથી મોટું સુરત હીરા બુર્સ 17 ડિસેમ્બરે વડાપ્રધાન મોદીજીના હસ્તે ખૂલ્લું મૂકાશે, ભવ્યાતિભવ્ય ઉદઘાટનની તૈયારીઓ શરુ

સુરત: સહકારી ધોરણે રૂ.3400 કરોડના અંદાજિત ખર્ચે સુરતના ખજોદ ખાતે તૈયાર થયેલા અને વિશ્વના સૌથી મોટા હીરા બજાર તરીકે ખ્યાતિ પામી રહેલા સુરત હીરા બુર્સના (Surat Diamond Bourse) ઉદઘાટનની તારીખ ફાઇનલ થઇ ગઇ છે. સુરત હીરા બુર્સના ચેરમેન,કિરણ જેમ્સના વલ્લભભાઇ એસ. લાખાણીએ જણાવ્યું હતું કે ગઇ તા.2 ઓગસ્ટે નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના પ્રયાસોથી હીરા બુર્સનું ડેલિગેશન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Modi) રૂબરું મળ્યું હતું. ત્યારે 17 અને 24 ડિસેમ્બર એમ બે પૈકી એક તારીખ ઉદઘાટન માટે નિશ્ચિત કરવાની હતી. એ પછી સુરત હીરા બુર્સની મળેલી કમિટી મિટીંગમાં નક્કી થયા મુજબ તા.17મી ડિસેમ્બર 2023ના રોજ સુરત હીરા બુર્સનું ઉદઘાટન (Innaugration) ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે.

  • 17 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખૂલ્લું મૂકાશે વિશ્વનું સૌથી મોટું હીરા બજાર
  • દેશ વિદેશથી દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓ, કંપનીઓના સીઈઓ સહિત મહાનુભાવો સુરત આવશે
  • સુરત હીરા બુર્સ મેનેજમેન્ટ કમિટીએ ભવ્યાતિભવ્ય ઉદઘાટનની તૈયારીઓ શરુ કરી

વલ્લભભાઇ લાખાણીએ વધુમાં જણાવ્યું હતું કે ઉદઘાટન સમારોહ ભવ્યાતિભવ્ય રીતે યોજવામાં આવશે. આ પ્રસંગે દેશ દુનિયાના દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓ, ગણ્યમાન્ય વ્યક્તિઓને ખાસ આમંત્રિત કરીને સુરત હીરા બુર્સના ઉદઘાટન સમારોહમાં સહભાગી કરવામાં આવશે. ઉદઘાટન સમયે 4200 પૈકી વધુમાં વધુ ઓફિસો કાર્યરત થઇ જાય એ માટે હાલ યુદ્ધસ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

હીરા બુર્સમાં હીરા ઉદ્યોગપતિઓને જરૂરી તમામ સેવા સુવિધાઓ જેવી કે વેલ્યુશન, વજન, સર્ટિફિકેશન, બોઇલિંગ સહિતની સુવિધાઓ પણ હીરા બુર્સમાં જ ઉપલબ્ધ બની જશે. આ ઉપરાંત હીરા બુર્સ સંકુલમાં જ સ્ટેશનરી, હીરા ઉદ્યોગને લગતા ટુલ્સ એન્ડ ઇક્વીપમેન્ટ્સ, ઓફિસ સ્ટેશનરી વગેરેની સુવિધાઓ પણ ઉદઘાટન પહેલા બુર્સમાં કાર્યરત કરી દેવામાં આવશે.

Most Popular

To Top