Charchapatra

નારી તું નારાયણી

નારી એ સહનશીલતાની મૂર્તિ છે.. સ્ત્રીના ખભા પર સમગ્ર પરિવારનો ભાર હોય છે.. ઘણી વખત પક્ષીરૂપી સ્ત્રી સમગ્ર પરિવારની જવાબદારીના વહનને કારણે પોતાને પણ પાંખ છે,  એ ભૂલી જાય છે.. સ્ત્રીને આકાશમાં ઉડવું હોય છે પણ પાંખ પર લાગેલી સંસારની જવાબદારીઓની જંજીરને કારણે ઉડી નથી શકતી.. સ્ત્રીનો મુખ્ય ધર્મ હોય છે “પરિવાર ધર્મ”.! સ્ત્રી પરિવારની પૂજા (જવાબદારી) તન મન ધન થી કરશે પણ બદલામાં પ્રસાદ (કદરદાની) જે થવી જોઈએ એ ઘણી વખત નથી થતી.. સ્ત્રી ઘણી વખત પરિવારને ભાવતું ભોજન બનાવવામાં પોતાને શું ભાવે છે એ ભૂલી જાય છે… પરિવારના સભ્યોના મન સાચવવામાં ઘણી વખત પોતાનું ઈચ્છાઓ મનમાં જ રહી જતી હોય છે..પરિવારને સાચવવામાં સ્ત્રી ક્યારેક સ્વયં સંકોચાઈ જતી હોય છે અને વિખેરાઈ જતી હોય છે, એનો અહેસાસ પણ સ્ત્રીને થતો નથી.. “પરી” જેવી સ્ત્રી જ્યારે સપ્તાહના બધા “વાર” ભૂલીને વ્યવહાર સાચવે ત્યારે “પરિવાર” બનતો હોય છે.
સુરત     – હેમલતા ઠાકર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

બે હાથની તાળી
છેલ્લા કેટલાક સમયથી, વર્ષોથી એવા એવા સમાચારો વાંચવા – જાણવા મળે છે કે..કિશોરીઓ, યુવતીઓ અને મોટી ઉમરની વિધવા કે છૂટાછેડા વાળી એકલી રહેતી યુવતીઓ ઉપર જાતિય સતામણી કહો કે, જાતજાતનાં પ્રલોભનો આપીને એનું શારીરિક માનસિક રીતે શોષણ કરવામાં આવ્યું હતું, આવી રહ્યું છે અને ભવિષ્યમાં પણ આવા પ્રકારના બનાવો અંતર્ગત સ્ત્રીઓના દેહ ચૂંથાયા કરશે કેમકે મોટા ભાગના કિસ્સાઓમાં જો તલસ્પર્શી અભ્યાસ કે તપાસ હાથ ધરવામાં આવે તો સાચી વાતોની વાચકોને ખબર પડ્યા વગર નહીં રહે. કહેવાય છે કે, સ્ત્રીઓમાં લાલચ વૃત્તિ પુરુષોની સરખામણીમાં વધુ હોય છે. 

જાતિય સતામણી કહો કે, બળાત્કારના અખબારી યાદી મુજબના કિસ્સાઓમાં એક સમયે બહુચર્ચિત એવો  મી.ટુ ના રસપ્રદ કિસ્સાઓ જગજાહેર કરાયેલા હતા. અહીં સવાલ એ ઊઠે છે કે,તમામ પ્રકારના કિસ્સામાં બધી જ નારીઓ  કંઈ ચોખ્ખુંચણાક ચારિત્ર્ય ધરાવતી હશે? તાજા ઉદાહરણ તરીકે સુરતમાં હાલનો બહુચર્ચિત એવો મિતેશ જૈનનો કિસ્સો પ્રકાશમાં આવી રહ્યો છે.એના સંદર્ભમાં પણ આવા પ્રકારની કંઈક અલગ અલગ વાત વાંચવા મળે છે, ત્યારે મોડેલિંગની દુનિયા પણ કંઈ દૂધે ધોયેલી જ હોય છે? એવો સહજભાવે નિર્દોષ પ્રશ્ર્ન પૂછાય ત્યારે  સામે પક્ષે મોડેલિંગના વ્યવસાય સાથે છાનાંછપનાં દેહવ્યાપાર સાથે જોડાયેલી કંઈ કેટલીય યુવતીઓએ પ્રામાણિકપણે પોતાની છાતી ઉપર હાથ રાખીને જ આપવો જોઈએ. વહેતી ગંગામાં હાથ ધોઈ લેવા તો.. વર્ષોથી લંપટ લાલચુ અને ભ્રષ્ટાચારી માનસ ધરાવતા કેટલાંય સત્તાધીશો પણ ક્યાં, ઓછા વગોવાયેલા છે.
સુરત     – પંકજ શાંતિલાલ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top