Comments

મોદી ઉત્તર-દક્ષિણનો સંગમ કરી શકશે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં તા. 19મી નવેમ્બરથી કાશી-તામિલ સંગમની નવી પહેલ હાથ ધરી છે પણ તે દેશના ઉત્તર અને દક્ષિણ ભાગ વચ્ચે સદીઓ જૂના જ્ઞાનના બંધન અને સાંસ્કૃતિક સંબંધને ફરી ઉજાગર કરવા માટેના ઉપક્રમ નથી પણ ઉત્તર પ્રદેશનાં લોકોને દ્રવિડ સંસ્કૃતિ અને સંગીત તેમજ ભોજનથી વાકેફ કરવાનો ઉપક્રમ પણ લાગે છતાં તે હિંદીભાષી રાજમાં અને દક્ષિણનાં રાજયો ખાસ કરીને તામિલનાડ વચ્ચે અલગતાવાદની જે ભ્રમણા છે તે ભાંગવાનો ઉપક્રમ છે. તામિલનાડના રાજકારણ દ્વારા કોઇ પ્રકારનો અલગતાવાદ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યો હોવાની મોદીને ચિંતા છે તેથી તેનો જવાબ બંને પ્રદેશોના યુવકોને એકત્ર કરીને આપવાનો છે જેથી સાંસ્કૃતિક ભેદભાવની ગેરસમજને ચગાવવામાં નહીં આવે.

2021ની વિધાનસભાની ચૂંટણીમાં ઓલ ઇંડિયા અન્ના દ્રવિડમુનેત્ર કળગમના પરાજય પછી વિરોધ પક્ષોમાં આંતરકલહ વધી ગયો અને દ્રવિડ મુનેત્રકળગમ અને તેના સાથી પક્ષો હિંદુઓની ભારતમાં ફેલાવો ધરાવતી ગણાતી સંસ્થાઓને નિશાન બનાવે છે તેથી ભારતીય જનતા પક્ષનો એક મોટા ખેલાડી તરીકે ઉદ્‌ભવ થયો છે.

ભારતીય જનતા પક્ષ ઊભા કરેલા પડકારનો સામનો કરવા આ દ્રવિડના પક્ષો સતત કેન્દ્ર સરકાર દ્વારા હિંદી લાદવામાં આવી રહી હોવાના અને તમિલ ભાષાની કહેવાતી ઉપેક્ષા થતી હોવાની વાતને દોહરાવીને હિંદુ વિરોધી લાગણી ભડકાવતા ફરે છે. સંકુચિત રાજકીય ગણતરીઓથી સંચાલિત આ રાજકીય પક્ષો એવો પણ દાવો કરે છે કે તામિલનાડનાં પ્રાચીન શિવાલયોમાં થતી પૂજા પણ દેશના અન્ય ભાગો કરતાં અલગ છે. સ્થાનિક યુવકોના મનમાં શ્રધ્ધાની ફાચર મારવાના હેતુથી તેઓ આ કામ કરે છે.

સનાતન ધર્મ ભારતમાં સૌથી જૂના ધર્મ તરીકે વર્ણવાય છે અને તેનો ઘાતક જ્ઞાતિ પ્રથા સાથે સરખાવવાનો પ્રયાસ પણ થાય છે જેથી તેમના પ્રેરિયાર રાજકારણનું ચલણ રહે. આ પ્રકારના રાજકારણ દ્વારા પ્રોત્સાહિત અલગતાવાદી વલણથી ચિંતિત થઇને મોદીએ નિર્ણય કર્યો કે યુવકોને તમામ ભરતીયોના સમાન વારસાથી પરિચિત કરાવાય તેવા સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન થવું જોઇએ. આ પ્રયાસમાં મોદીએ એવી ખ્વાહિશ વ્યકત કરી છે કે સુબ્રમણ્યમ ભારતી જેવા રાષ્ટ્રીય કવિઓની ભૂમિકાને માન્યતા આપી યથાયોગ્ય સ્થાન આપવું જ જોઇએ. એકતા પિલ લેખક, કવિઓ પત્રકાર તરીકે ભારતના એક સ્વતંત્ર કર્મશીલ, સામાજિક સુધારાઓ બહુભાષી વિદ્વાન હતા જેઓ કાશીમાં રહ્યા હતા.

મોદીની ખ્વાહિશ પ્રમાણે તામિલનાડના 2500થી 3000 યુવકો બાર જૂથોમાં તામિલનાડનો પ્રવાસ કરે છે. તેઓ બે દિવસ વારાણસીમાં રોકાશે અને ગંગાસ્નાન માટે જાણીતા હનુમાન ઘાટની મુલાકાત લેશે તેમજ કાશી વિશ્વનાથ મંદિર, સારનાથના સ્તૂપ અને સંગ્રહસ્થાનની મુલાકાત પણ લેશે તેમજ ગંગા આરતીમાં પણ જોડાશે અને 84 ઘાટનો નૌકાવિહાર પણ કરશે. પ્રયાગરાજ અને અયોધ્યાની યાત્રા પણ તેમને કરાવાશે.

તામિલનાડના પૂચરીઓ અને શૈવ અધિનામ વડાઓ તા. 10 અને 11મીના કાશી-તામિલ સમાગમમાં જોડાશે પછી તા. 13 અને 14મીએ ગ્રામીણ ખેડૂતો અને તા. 15 અને 16મીએ સાંસ્કૃતિક કાર્યકરો આવશે. પ્રવાસના બીજા દિવસની આ પેટા જૂથો ત્રણ કલાક માટે વિષય આધારિત કાર્યક્રમ માણશે અને તેમાંથી સાત કાર્યક્રમો બનારસ હિંદુ યુનિવર્સિટીમાં અને બે કાશી વિશ્વનાથ મંદિરમાં તેમજ ત્રણ વેપાર કેન્દ્રોમાં યોજાશે. બનારસ હિંદુ યુનિવર્સિટીના એમ્ફીથી પેટા મેદાન પર તામિલનાડના સાંસ્કૃતિક વૈવિધ્યને 75 સ્ટોલમાં રજૂ કરવામાં આવશે અને સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયાઓને રજૂ કરતું એક પ્રદર્શન પણ રજૂ થશે.

30 દિવસના સમાગમ દરમ્યાન કુલ 51 સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા છે. તામિલનાડની સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમોમાં ભરત નાટયમ, લોક સંગીત, ઇરુલા અને અન્ય લોક નૃત્યો તેમજ પ્રાચીન સંગીતમય કથા શૈલી વિલુપટ્ટનો સમાવેશ થાય છે. તા. 19મી નવેમ્બરે કાશી અને તામિલનાડ વચ્ચેની કડીને ઉજાગર કરવા સામે મોદીએ સમાગમમ્‌નું ઉદ્‌ઘાટન કર્યું હતું અને કહ્યું હતું કે કાશી અને તામિલનાડ આપણી સંસ્કૃતિઓ સંસ્કારના યુગજૂનાં કેન્દ્રો છે. સંસ્કૃત અને તામિલ ભારતની બે પ્રાચીન ભાષાઓ છે અને તેથી કેટલાક રાજકીય પક્ષો મુરાદ રાખે છે તેમ હિતોનો સંઘર્ષ ન બની શકે, આજે પણ રામેશ્વરમ્‌ના લોકો વિશ્વનાથ મહાદેવનાં દર્શન પહેલાં કોટિ તીર્થના મુખ્ય મંદિરે જઇ ગંગામાં ડૂબડી મારે છે. રામેશ્વરમ્‌માં જળાભિષેક માટે કાશીથી ગંગાજળ લઇ આવે છે. કાશી અને રામેશ્વરમ્‌ વચ્ચે યત્ન કરવામાં છ મહિનાનો સમય લાગતો તોય આ વિધિથી તેમની યાત્રાનું સમાપન ગણવામાં આવતું હતું. એકલા તામિલનાડમાં સેંકડો શિવાલય છે જેનામાં 18 તો ચેન્નાઇની આસપાસ છે.

મોદીએ કહ્યું કે સંગીત હોય, સાહિત્ય હોય કે કલા હોય, કાશી અને તામિલનાડ હંમેશા પ્રેરણાસ્રોત રહ્યું છે. ભારતના શ્રેષ્ઠ આચાર્યો અહીંથી જ મળ્યા છે. કાશી અને તામિલનાડમાં એક સરખી જ અનુભૂતિ થાય છે. વેદજ્ઞ રાજેશ્વર શાસ્ત્રીના મૂળ તામિલનાડમાં હતા છતાં તેમણે કાશીમાં વસવાટ કર્યો હતો. કાશીનાં લોકોને પટ્ટાભિરામ શાસ્ત્રી પણ યાદ છે જેઓ કાશીના હનુમાન ઘાટમાં રહ્યા હતા. કાશી કામ કોટેશ્વર પંચાયતનું મંદિર અને 200 વર્ષ જૂનો કુમાર સ્વામીપીઠ અને માર્કંડ આશ્રમ હરીશ્ચંદ્ર ઘાટ અને કેદાર ઘાટ પરની તામિલ સંસ્થાઓ છે. મોદીએ કહ્યું કે તામિલનાડનાં ઘણાં લોકો કેદાર ઘાટ અને હનુમાન ઘાટમાં રહે છે અને કેટલીય પેઢીઓથી કાશી માટે સંતાર્પણ કર્યું છે. અરે સ્વાતંત્ર્ય સેનાની અને કવિ સુબ્રમણ્યમ ભારતી કાશીમાં વર્ષોથી રહ્યાં છે અને બનારસ હિંદુ યુનિવર્સિટીએ ભારતીને સમર્પિત એક ચેરની સ્થાપના કરી છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top