SURAT

‘તારે પૈસા નહીં આપવા હોય તો મારી સાથે સુવું પડશે’ કહીં વિધવાની પતિના મિત્રએ છેડતી કરી

સુરતઃ ડિંડોલીમાં પતિના અવસાન (Husband Death) બાદ તેનો મિત્ર ઘરે આવીને ઉછીના આપેલાં 60 હજારની માંગણી કરતો હતો. અને પૈસા નહીં આપે તો તેની સાથે સુવવા માટે દબાણ કરી વિધવા (Widow) મહિલાને પરેશાન કરતો હોવાની ફરિયાદ ડિંડોલી પોલીસમાં નોંધાઈ છે.

  • ડિંડોલીમાં રહેતી 31 વર્ષીય વિધવાની મૃત પતિના મિત્રએ કરી છેડતી
  • પતિનું મોત થયા બાદ 60 હજારની ઉઘરાણી કરવાના બહાને હેરાન કરી
  • વિધવા મહિલાએ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ કરી

ડિંડોલી ખાતે રહેતી 31 વર્ષીય વિધવા મહિલા તેની સાસુ અને બે સંતાનો સાથે રહે છે. મહિલાએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યાં મુજબ મહિલાના પતિનું 24 ડિસેમ્બર 2020 ના રોજ બિમારીથી મોત થયું હતું. પરિવારનું ગુજરાન ચલાવવા મહિલા અને તેની સાસુ સફાઇ તથા ક્યારેક છુટક મજુરી કામ કરતાં હતાં. મહિલાનો પતિ હયાત હતો ત્યારે તેનો મોબાઈલ રિપેર કરતો મિત્ર સાગર સાળી (રહે.મહાદેવનગર-2 ડિંડોલી) અવાર-નવાર ઘરે આવતો હતો.

મહિલાના પતિના અવસાનના છ મહિના પછી સાગર સાળી ઘરે જઈને “ મારે તારા પતિ પાસેથી 60 હજાર લેવાના છે. તારે મને આપવા પડશે તેમ કહેતો હતો. મહિલાએ તેના પતિએ આ બાબતે તેને કઈ કહ્યું નહોતુ. છતાં સાસુને પુછીને જણાવીશ તેમ કહ્યું હતું. સાગરે મહિલાનો નંબર લઈને અવાર-નવાર ફોન કરીને “તુ ક્યાં છે? હું તારી પાસે આવું’’ તેમ પુછતો અને પૈસા માંગવાના બહાને મહિલા ઘરમાં એકલી હોય, ત્યારે બળજબરીથી હાથ પકડી લેતો હતો અને ગંદી વાત કરતો હતો.

તેનાથી કંટાળી છેલ્લા એકાદ વર્ષથી મહિલા બંને સંતાનોને લઈ પિયર ઉચ્છલ જતી રહી હતી. ત્યાં પણ સાગર નવા નવા નંબર પરથી ફોન કરતો હતો. મહિલા સાસરે આવે એટલે તરત તેની પાસે આવીને “તારે પૈસા નહીં આપવા હોય તો મારી સાથે સુવુ પડશે તેમ કહી બિભત્સ માંગણી કરતો હતો. ચારેક દિવસ પહેલા સાગરે મહિલાની સાસુને તારી વહુ ક્યાં છે? તું તેને સુરત બોલાવી લે મારે તેનું કામ છે તેવુ કહ્યું હતું. અંતે કંટાળીને મહિલાએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top