National

કોને મળશે રાજસ્થાનમાં મુખ્ય મંત્રી પદ? આજે થઇ શકે નામ જાહેર

નવી દિલ્હી: વિધાનસભાની ચૂંટણીમાં મોદીનું મેજીક ત્રણ રાજ્યો, રાજસ્થાન (Rajasthan), મધ્ય પ્રદેશ (M.P) અને છત્તીસગઢમાં (Chhattisgadh) બરકરાર રહ્યું હતું. તેમજ છત્તીસગઢ અને મધ્યપ્રદેશ માટે મુખ્યમંત્રીના (CM) નામ પણ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે હવે આજે મંગળવારે રાજસ્થાનના મુખ્યમંત્રીનું નામ જાહેર (Declare) થવાની સંભાવન છે. રાજસ્થાનના મુખ્યમંત્રી પદ માટે આજે જીતેલા ધારા સભ્યોની બેઠક યોજાશે. તેમજ યોગ્ય ઉમ્મેદ્વારના નામની પસંદગી કરવામાં આવશે.

આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવવાની છે. તે પહેલા પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ત્રણ જગ્યાએ સ્પષ્ટ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો હતો. મધ્ય પ્રદેશમાં ‘મોદી કી ગેરંટી’ વિરુદ્ધ ‘લાડલી બ્રાહ્મણ’માં જીતની ખાતરી આપવામાં આવી હતી. તેમજ ગઇ કાલે સોમવારે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ડૉ.મોહન યાદવની જાહેરાત કરવામાં આવી હતી. આ પહેલા છત્તીસ ગઢના મુખ્યમંત્રી પદે ભૂપેશ બધેલની પસંદગી કરવામાં આવી હતી. ત્યારે આજે રાજસ્થાનનો વારો છે.

માનવામાં આવી રહ્યું છે કે મધ્યપ્રદેશમાં ડૉ.મોહન યાદવને સીએમ બનાવીને બીજેપીએ બિહારની સૌથી મોટી ‘યાદવ’ વસ્તીને સાથે રાખવાનો સંદેશ આપ્યો છે. ત્યારે રાજસ્થાનમાં સી.એમ પદને થઇ રહેલી ચર્ચામાં પણ રાજનાથ સિંહ મહત્વની ભૂમિકા ભજવે તેવી સંભાવના છે.

મુખ્ય નિરીક્ષક તરીકે નિયુક્ત કરાયેલા રાજનાથ સિંહ પોતાના બે સહ નિરીક્ષકો વિનોદ તાવડે અને મનોજ પાંડે સાથે મંગળવારે સાંજે 4 વાગ્યે યોજાનારી મિટીંગ માટે રાજસ્થાન પાર્ટી ઓફિસ પહોંચ્યા હતાં. ત્યારે ભાજપના મહાસચિવ અને ધારાસભ્ય ભજનલાલ શર્માએ જણાવ્યું હતું કે, “ભાજપના ધારાસભ્ય દળની બેઠક મંગળવારે સાંજે 4 વાગ્યે ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે બોલાવવામાં આવી છે. તેમજ ભાજપના તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યોની નોંધણી બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. ત્યાર બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી પદની પસંદગી કરવાની કામગીરી કરવામાં આવશે’’.

બે વાર મુખ્ય મંત્રી તરીકે પસંદગી પામેલા 70 વર્ષીય વસુંધરા રાજેએ વિધાનસભા ચૂંટણી દરમિયાન પક્ષ માટે આક્રમક પ્રચાર કર્યો હતો. તેમજ તેઓ મુખ્ય મંત્રી પદના અગ્રણી દાવેદારોમાં સામેલ છે. તેઓ છેલ્લા બે દાયકાથી રાજસ્થાનમાં ભાજપનો ચહેરો બન્યા છે. તેમજ પાંચ વખત સંસદ સભ્ય બન્યા છે.

આ સાથેજ યૂનિયન મિનીસ્ટર ગજેન્દ્ર સિંહ, યૂનિયન કાયદા મિનીસ્ટર અર્જુન રામ મેઘવાલ, યૂનિયન મિનીસ્ટર અસ્વિની વૈશ્નવ, રાષ્ટ્રીય મહાસચિવ સુનીલ બંસલ, લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને પાર્ટીના વરિષ્ઠ નેતા ઓમ પ્રકાશ માથુર પણ રાજસ્થન મુખ્ય મંત્રી પદની રેસમાં હોવાનું માનવામાં આવે છે. રાજીનામું આપનારા ત્રણ સાંસદો બાબા બાલકનાથ, દિયા કુમારી અને કિરોડી લાલ મીણા પણ આ પદ માટેના પ્રબળ દાવેદારોમાં સામેલ છે.

Most Popular

To Top