Charchapatra

કયાં પહોંચી ગયું છે ભારતનું રાજકારણ

છેલ્લા અઠવાડિયામાં ભારતના બિહાર અને ઝારખંડના રાજકારમાં ઘણી નવા જૂની થઇ છે. બિહારના નિતીશકુમારે ફરી એકવાર પલટી મારી ભાજપમાં જોડાયા થોડો વખત પહેલાં ભાજપા અને નિતીશકુમાર બને 2024માં મોદી અને ભાજપાને હરાવવા ઇન્ડીયા ગઠબંધન બનાવવા અહમ ભૂમિકા નિભાવેલી એમને હતું કે કદાચ આ ગઠબંધન 2024માં ભાજપાને હરાવે તો પોતે ચોક્કસ વડાપ્રધાન બની શકે પણ કમનસીબે ગઠબંધનમાંથી પહેલાં મમના દીદી અલગ થયા પછી કેજરીવાલ અને કોંગ્રેસ પણ પાછા હટી ગયા એટલે નિતીશકુમાર પાસે કમ સે કમ બિહારના મહેન્દ્રમંત્રી બની રહેવા ભાજપના સાથ સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો. ભાજપાને પણ બિહારમાં લોક સભા સીટો જીતવા નીતિશકુમારની જરૂર છે. એટલે બન્ને પોતાના સ્વાર્થ માટે એક થયા છે. હવે જોવાનું છે કે બન્ને કેટલો સમય સાથે રહી શકે છે અને કોને કેટલો ફાયદો છે. ખરેખર રાજકારણમાં સત્તા માટે કોઇ પણ પક્ષ કે વ્યક્તિ પોતાના સિદ્ધાંત બદલી શકે છે.
હૈદ્રાબાદ   – જીતેન્દ્ર શાહ        – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

પ્રા.શાળાઓમાં સત્વરે ભરતી કરો
યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલા નોટીયરનો કલ્સા-સ્ટેટ ઓફ ધી એજ્યુકેશન રિપોર્ટ ફોર ઇન્ડિયા. 2021માં જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતી મુજબ ગુજરાત રાજ્યમાં માત્ર એક જ શિક્ષકથી ચાલતી સ્કૂલની સંખ્યા 1275 હતી અને રાજ્યની 17 ટકા પ્રા.શાલાઓમાં શિક્ષકોની ફાજલ જગ્યા પડી હતી. જયારે વર્તમાન  સમયમાં 1606 જેટલી પ્રા.શાલામાં માત્ર એક જ શિક્ષક છે.

તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં એક જ શિક્ષક ધરાવતી પ્રા.શાળાની વધુ શિક્ષકો મૂકવા અંગેના પ્રશ્નોના પ્રત્યુત્તર માં ઉચ્ચ શિક્ષિત, અભ્યાસુ શિક્ષણ મંત્રી માનનીય ડો. પ્રો. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું  હતું કે રાજ્યની પ્રા.શાળાઓમાં શિક્ષકોની ફાળવણી આરટીઇ.  એકટ હેઠળ કરવામાં આવે ચે. જેમાં ત્રીસ વિદ્યાર્થી દીઠ એક શિક્ષકની ફાળવણી કરવામાં આવે છે સંખ્યા આધારિત શિક્ષકોની ભરતી સત્વરે કરવામાં આવશેની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે નાના ભૂલકાંઓને પ્રા.શિક્ષણ ઘર આંગણે જ પુરુ પાડવા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સતત પ્રયત્નશીલ છે ને એક શિક્ષકવાળી 1606 પ્રા.શાળાઓ છે.

જેમાં સત્વરે નિમણૂંક કરાશે. બાળકોની શિક્ષણ બગડે નહિ. તે માટે જ્ઞાન સહાયક શિક્ષકોની મૂકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સરકારનો દંપતીઓ અને પતિ-પત્ની નજીકની શાળામાં મુકવામાં આવે છે તે આંતરિક અરસપરસ કર્યો છે તે આવકાર દાયક છે. રાજ્યની કુલ શાળાઓમાંથી 77 ટકા ગ્રામ્ય વિસ્તારોમાં 98 ટકામાં પાકા મકાનો, પીવાના પાણીની સુવિધા, 76 ટકામાં પુસ્તકાલયો 67 ટકામાં ઇન્ટરનેટની સુવિદા છે.શૌચાલયો પણ ઉપલબ્ધ છે. શાલાઓમાં વિજળીની અને રમતગમતના મેદાનોની સુવિધા વધારી શિક્ષકોની ભરતી કરી ગ્રામ્ય શાળાઓ પુન: ચાલુ કરવી જોઇએ અને રમતના વ્યાયમ શિક્ષકોની ભરતી કરવી જોઈએ.
જહાંગીરપુરા – ભગુભાઈ પ્રે. સોલંકી           – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top