Business

શુક્ર અને પૃથ્વી વચ્ચે મોટો તફાવત કઈ બાબતે છે?

શા માટે શુક્ર ગ્રહ સૂર્યની નજીકનો ગ્રહ ન હોવા છતાં તેનું તાપમાન ૪૭૧ અંશ સે. સુધી પહોંચે છે? તેનું કારણ એ કે શુક્ર ગ્રહનું ઘટ્ટ વાતાવરણ સૂર્યની ગરમીને સપડાવે છે. શુક્ર એ ચંદ્ર પછી આપણી સૂર્યમાળામાં બીજા નંબરનો વધારે તેજસ્વી અવકાશી પદાર્થ છે. શુક્ર ગ્રહ એ આપણી સૂર્યમાળામાં પૃથ્વીનો નજીદિકી પાડોશી ગ્રહ છે. શુક્ર ગ્રહ પર કેમ કોઇ પ્રકારની જીવસૃષ્ટિ નથી? કારણ કે તેના વાતાવરણનો ૯૬% હિસ્સો કાર્બન ડાયોકસાઇડનો બનેલો છે. શુક્ર ગ્રહ પર પાણી કેમ નથી? તેની સપાટી ગ્રીન હાઉસ અસર હેઠળ ગરમ થવાથી તે પાણીનું બાષ્પીભવન થઇ ગયું હશે! શુક્ર ગ્રહ પર કેમ ગર્ત જોવા મળતા નથી?

શુક્ર ગ્રહની સાથે ઉલ્કાઓની અથડામણને કારણે ખાડાઓ તો રચાયા હશે પણ તે ખાડાઓ જવાળામુખી વિસ્ફોટનની ઘટનાઓને કારણે પુરાઇ ગયા હશે. શુક્ર ગ્રહના વાતાવરણનો ૯૬% હિસ્સો કાર્બન ડાયોકસાઇડનો બનેલો છે. શુક્ર ગ્રહ પરનો એક દિવસ આપણી પૃથ્વીની ૨૪૩ દિવસોનો બનેલો હોય! શુક્ર ગ્રહ પર સૂર્યોદય અને સૂર્યાસ્ત કઇ દિશામાં થાય? શુક્ર ગ્રહ પર આપણી પૃથ્વીની સરખામણીએ પશ્ચિમ દિશામાં સૂર્યોદય અને પૂર્વ દિશામાં સૂર્યાસ્ત થાય છે. રશિયાએ વર્ષ ૧૯૬૧ માં ‘વેનેરા’ અવકાશયાનને શોધસંશોધનના હેતુથી શુક્રની દિશામાં રવાના કર્યું હતું. તેણે શુક્ર ગ્રહના વાતાવરણમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાં પ્રયોગો હાથ ધર્યા હતા. નાસાએ શુક્ર ગ્રહ પર મોકલેલા ‘મેજેલન’ અવકાશયાને શુક્ર ગ્રહના વિગતવાર નકશાઓ મેળવ્યા હતા.

શુક્ર ગ્રહ પર ફૂંકાતા તોફાની પવનોની ઝડપ પ્રતિ કલાક ૩૦૦ કિ.મી. છે! શુક્ર ગ્રહ પર પાણી ન હોવા બાબતે વિજ્ઞાનીઓ કયું કારણ આપે છે? તેઓ જણાવે છે કે શુક્ર ગ્રહના વધારે ઉપરના વાતાવરણમાં વિદ્યુતભારિત પવનોની અસરને કારણે શુક્ર ગ્રહ પોતાની સપાટી પર પાણી ધરાવતો નથી. ભૂતકાળમાં શુક્ર પર કેટલા જથ્થામાં પાણી હતું? વિજ્ઞાનીઓ માને છે કે ભૂતકાળમાં શુક્ર ગ્રહ પર સમુદ્ર ઉભરાઇ જાય તેટલા જથ્થામાં પાણી હતું! જાપાન દ્વારા શુક્ર તરફ મોકલવામાં આવેલું ‘અકાતસૂકી’ હજુ પણ શુક્ર ગ્રહની પરિભ્રમણ કક્ષામાં છે. શુક્ર ગ્રહ વિશે વધારે જાણકારી મેળવવા બાબતે રશિયાની ‘રોઝ કોસમોસે’ , નાસાએ અને ઇસરોએ દિલચશ્પી દર્શાવી છે. તો ચાલો, આ વિશેની રોમાંચક વાતોને જાણીએ!

શુક્ર ગ્રહ અતિ ઊંચું તાપમાન ધરાવે છે

ભલેને શુક્ર ગ્રહ એ સૂર્યની સૌથી નજીકનો ગ્રહ નથી છતાં પણ શુક્ર ગ્રહનું ઘટ્ટ વાતાવરણ ગ્રીન હાઉસ વાયુઓની અસર તળિયે સૂર્યની ગરમીને સપડાવે છે કે જે ગરમી પૃથ્વી સહિત શુક્ર ગ્રહને ગરમ કરે છે. આને કારણે શુક્ર ગ્રહનું તાપમાન ૪૭૧ અંશ સે. એટલે કે ૮૮૦ અંશ ફેરનહીટની સીમાંત હદ પર પહોંચે છે. આ કારણે આપણી પૃથ્વી ગરમ થાય છે. આ શુક્ર ગ્રહ આપણી પૃથ્વીના ઉપગ્રહ ચંદ્ર કરતાં બીજા નંબરનો તેજસ્વી ગ્રહ છે. યાદ કરીએ કે આપણી પૃથ્વીનું સૂર્યથી ઓછામાં ઓછું અંતર ૧૪ કરોડ ૧૦ લાખ કિ.મી. છે જયારે વધારેમાં વધારે અંતર ૧૫ કરોડ ૨૦ લાખ કિ.મી. છે. શુક્ર ગ્રહનું સૂર્યથી ઓછામાં ઓછું અંતર ૧૦ કરોડ ૭૪ લાખ કિ.મી. અને વધુમાં વધુ અંતર ૧૦ કરોડ ૮૯ લાખ કિ.મી. છે. શુક્ર ગ્રહ એ આપણી સૂર્યમાળામાં પૃથ્વીનો નજદિકી પાડોશી ગ્રહ છે. તે આપણી સૂર્યમાળાનો બીજા ક્રમનો ગ્રહ છે. શુક્ર ગ્રહ પૃથ્વી સાથે ઘણી રીતે સામ્યતા ધરાવે છે. તેને પૃથ્વીના જોડીઆ ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. જો કે પૃથ્વીનું કદ શુક્ર ગ્રહના કદ કરતાં વધારે છે.

શુક્ર અને પૃથ્વી વચ્ચે મોટો તફાવત તેમની સપાટીના તાપમાન બાબતે છે

શુક્ર ગ્રહની સપાટીનું તાપમાન આપણી પૃથ્વીના સરેરાશ તાપમાન કરતાં નવગણું વધારે છે. પહેલા ચાર ખડક સ્વરૂપ સપાટી ધરાવતા ગ્રહો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળમાં શુક્ર ગ્રહનું વાતાવરણ વધારે પ્રગાઢ છે. તે વાતાવરણનો ૯૬% હિસ્સો કાર્બન ડાયોકસાઇડનો બનેલો હોઇ, શુક્ર ગ્રહ પર કોઇ પણ પ્રકારની જીવસૃષ્ટિ હોઇ શકે નહિ. શુક્ર ગ્રહ પર આત્યંતિક તાપમાનની પરિસ્થિતિ તેના પર જીવસૃષ્ટિ હોવાની શકયતાને અસંભવ બનાવે છે.

સૂર્યમાળાના બધા ગ્રહો કરતાં શુક્ર ગ્રહનો દિવસ વધારે લાંબો હોય

સૂર્યમાળાના બધા ગ્રહોમાં શુક્ર ગ્રહ પરનો દિવસ સૌથી વધારે લાંબો છે. કોઇક ગ્રહ પરનો દિવસ એટલે તે ગ્રહ પોતાની કાલ્પનિક ધરીની આસપાસનું એક પરિભ્રમણ પૂરું પાડવામાં જે લગાડે તે સમય. આપણી પૃથ્વી ધરીની આસપાસનું તેનું એક પરિભ્રમણ ૨૪ કલાકમાં પૂરું કરે છે. પણ શુક્ર ગ્રહ તેની કાલ્પનિક ધરીની આસપાસનું એક પરિભ્રમણ પૂરું કરવામાં આપણી પૃથ્વીના ૨૪૩ દિવસો લે છે. તેથી શુક્ર ગ્રહ પરનો એક દિવસ આપણી પૃથ્વીના ૨૪૩ દિવસો લે છે. તેથી શુક્ર ગ્રહ પરનો એક દિવસ આપણી પૃથ્વીના ૨૪૩ દિવસ જેટલો હોય! વળી શુક્ર ગ્રહ પૃથ્વી કરતાં સૂર્યની વધારે નજીક હોઇ, તે સૂર્યની આસપાસનું એક પરિભ્રમણ પૃથ્વીના ૨૨૫ દિવસમાં પૂરું કરે.

શુક્ર ગ્રહની સપાટી પરથી પાણીના અણુઓ કેવી રીતે અદૃશ્ય થયા?

બુધ ગ્રહની જેમ જ શુક્ર ગ્રહ પર પણ પાણીના અણુઓ નથી, એવું માનવામાં આવે છે. પણ કોઇક સમયે શુક્ર ગ્રહ પર પાણી મોજૂદ હશે. પરંતુ ગ્રીનહાઉસ વાયુઓની અસરને કારણે શુક્ર ગ્રહની સપાટી પર ગરમી વધવાને કારણે પાણીની બાષ્પ થઇ ગઇ હશે.

શુક્ર ગ્રહ પર વર્ષ દરમ્યાન માંડ માંડ બે સૂર્યોદય થાય છે

જયારે આપણી પૃથ્વી પર વર્ષમાં ૩૬૫ દિવસ સૂર્યોદય થાય છે ત્યારે શુક્ર ગ્રહ પર આપણી પૃથ્વી પર ના એક વર્ષમાં માંડ બે વખત સૂર્યોદય જોવા મળે છે. વળી શુક્ર ગ્રહ પૃથ્વીની સાપેક્ષમાં વિરુધ્ધ દિશામાં પરિભ્રમણ કરતો હોઇ, શુક્ર ગ્રહ પર આપણી પૃથ્વીની સરખામણીએ સૂર્ય પશ્ચિમ દિશામાં ઊગે છે અને પૂર્વ દિશામાં આથમે છે!

કોઇ પણ અવકાશયાન દ્વારા જો કોઇ ગ્રહની સૌથી પહેલવહેલી મુલાકાત લેવામાં આવી હોય તો તે ગ્રહ શુક્ર ગ્રહ છે

આપણી સૂર્યમાળામાં શુક્ર એવો ગ્રહ છે કે જેની કોઇ અવકાશયાને પહેલવહેલી મુલાકાત લીધી હોય અને જેના પર તેણે ઉતરાણ કર્યું હોય. શુક્ર ગ્રહની અને સાથે સાથે કોઇક ગ્રહની પહેલામાં પહેલી યંત્ર માનવરૂપ તપાસ રશિયાએ વર્ષ ૧૯૬૧ માં મોકલેલા ‘વેનેરા ૪’ અવકાશ કાર્યક્રમથી શરૂ થઇ હતી. ૧૮મી ઓકટોબર, વર્ષ ૧૯૬૭ ના રોજ ‘વેનેરા ૪’ અવકાશયાને શુક્ર ગ્રહના વાતાવરણમાં પ્રવેશ કર્યો હતો અને ત્યાં પ્રયોગો હાથ ધર્યા હતા. આ ગ્રહની સપાટી કેવી દેખાય છે, તે આપણે વર્ષ ૧૯૯૧ પછી જ સમજી શકયા હતા. નાસાએ અવકાશમાં સંશોધન હેતુથી જે ‘મેજેલન’ અવકાશયાન મોકલ્યું હતું, તેણે શુક્ર ગ્રહના વિગતવાર નકશાઓ મેળવ્યા હતા.

શુક્ર ગ્રહ રાત્રિના આકાશમાં આપણા ચંદ્ર પછી બીજા નંબરનો સૌથી વધારે અવકાશી પદાર્થ છે. તેને ‘પ્રભાતના અને સાંજના તારા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણી સૂર્યમાળામાં ગુરુ એ રાત્રિના સમય દરમ્યાન આપણી સૂર્યમાળાનો ચોથા ક્રમનો સૌથી વધારે તેજસ્વી પદાર્થ છે. પૃથ્વી પરથી જોનાર અવલોકનકારને સૂર્ય, ચંદ્ર ઉપરાંત શુક્ર ગ્રહ એ ગુરુ ગ્રહ કરતાં વધારે પ્રકાશિત લાગે છે.

શુક્ર ગ્રહના ઉપરના વાતાવરણમાં ઝંઝાવાતી વિદ્યુતભારિત પવનો ફૂંકાય છે

આપણે શુક્ર ગ્રહ વિશે જે કંઇ જાણ્યું તેના પરથી કહી શકાય કે શુક્ર ગ્રહનું હવામાન સીમાંત છે. તેનું સમગ્ર વાતાવરણ ઝડપથી આગળ ફેલાય છે જેને કારણે શુક્ર ગ્રહ પર ફૂંકાતા તોફાની પવનોની ઝડપ વાદળાંઓની ઉપર પ્રતિકલાક ૩૦૦ કિ.મી. (૧૮૬.૪ માઇલ) સુધી પહોંચે છે. ડિસેમ્બર, વર્ષ ૨૦૧૬ માં વિજ્ઞાનીઓએ આપેલી જાણકારી મુજબ શુક્ર ગ્રહ પર ઊંચી ઝડપે ઝોનલ સ્તરના પવનો ફૂંકાય છે. આ પવનોને વિજ્ઞાનીઓએ ‘સુપર રોટેશન’ એવું નામ આપ્યું છે. શુક્ર ગ્રહ અંગેના એક આશ્ચર્યકારક સંશોધનમાં વિજ્ઞાનીઓએ તાજેતરમાં જાહેર કર્યું છે કે શુક્ર ગ્રહના વધારે ઉપરના વાતાવરણમાં વિદ્યુતભારિત પવનો ફૂંકાતા જાણવા મળ્યા છે. આ હાલના સમયે શા માટે ગ્રહ પોતાની સપાટી પર પાણી ધરાવતો નથી, તેની પાછળનું મુખ્ય કારણ છે.

જો કે વૈજ્ઞાનિકો એ બાબતે ચોકકસ છે કે ભૂતકાળમાં કોઇક સમય દરમ્યાન શુક્ર ગ્રહ પર સમુદ્રો ઉભરાઇ જાય તેટલા જથ્થામાં પાણી હતું! વિજ્ઞાનીઓએ જૂન ૨૯, વર્ષ ૨૦૧૮ ના રોજ આપેલી જાણકારી મુજબ સામાન્ય રીતે શુક્ર ગ્રહ પર પ્રતિ કલાક ૨૨૪ માઇલ એટલે કે ૩૬૦ કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાતા રહે છે. શુક્ર ગ્રહ પોતાની કાલ્પનિક ધરીની આસપાસ પોતાનું એક પરિભ્રમણ પૂરું કરવામાં આપણી પૃથ્વીના ૨૪૩ દિવસો લગાડે છે. જો કે આ પવનો શુક્રની સપાટીની નજીક આવતા તેમની ઝડપમાં ઘટાડો થાય છે. અને ઉપરનાં વાદળો હવે પ્રતિ કલાક ફકત થોડા ઘણા માઇલોની ઝડપે આગળ વધતા જણાય છે. આ મુજબની વાત શુક્રના હવામાન અને તેના પર ઝંઝાવાતી ઝડપે વીંઝાતા પવનો વિશે જાણકારી મેળવવા માંગતા વિજ્ઞાનીઓએ ૧૮ મી ઓકટોબર ૨૦૧૮ ના રોજ જણાવી હતી.

અગાઉ વર્ષ ૨૦૧૦ માં જાપાન દ્વારા જે ‘અકાતસૂકી’ અવકાશયાનને શુક્ર તરફ મોકલવામાં આવ્યું હતું, તે હજુ પણ શુક્રની પરિભ્રમણકક્ષામાં છે

યાદ કરીએ કે શુક્ર ગ્રહનું સૂર્યથી ઓછામાં ઓછું અંતર ૧૦ કરોડ ૭૪ લાખ કિ.મી. છે જયારે વધારેમાં વધારે અંતર ૧૦ કરોડ ૮૯ લાખ કિ.મી. છે. વેનેરા ૪ અને વેનેરા ૫ અવકાશયાનો શુક્ર ગ્રહના વાતાવરણમાં પ્રવેશ કરનાર અને શુક્ર ગ્રહ વિશે માહિતી મેળવનાર પહેલવહેલા અવકાશયાનો હતાં. જાપાન દ્વારા અગાઉ જે અવકાશયાન ‘અકાતસૂકી’ને વર્ષ ૨૦૧૦ માં શુક્ર ગ્રહ તરફ મોકલવામાં આવ્યું હતું, તે અવકાશયાન હજુ પણ શુક્ર ગ્રહની પરિભ્રમણ કક્ષામાં છે. વધારામાં શુક્ર ગ્રહ વિશે વધારે જાણકારી મેળવવા માટે રશિયાની ‘રોઝ કોસમોસે’ , નાસાએ અને ઇસરોએ પણ દિલચશ્પી દર્શાવી છે.

Most Popular

To Top