Comments

ખરેખર અખંડ ભારત બનાવવા માટે શું કરવું પડશે?

2 જૂનના રોજ ‘ બેંગલુરુ જેલમાંથી 10 મહિના પછી ‘બાંગ્લાદેશી ઘુસણખોર’ દંપતીને મુક્ત કરવામાં આવ્યા’ની હેડલાઈન આવી હતી. જેમના પર ઘુસણખોરીનો આરોપ હતો એ આ દંપતી પલાશ અને શુક્લા અધિકારીને જામીન મળ્યા બાદ વધુ એક મહિનો જેલમાં વિતાવ્યો કારણ કે તેઓ સ્થાનિક જામીન રજૂ કરી શક્યા ન હતા. બીજો બનાવ કંઈક અંશે આને સંબંધિત છે. તે જ દિવસે ‘નેપાળનાં નેતાઓને નવી સંસદના ‘અખંડ ભારત’નકશાના ભીંતચિત્ર સામે વાંધો છે.’ આ હેડલાઈન સાથે સમાચાર આવ્યા.

તેમાં જણાવ્યું છે કે ‘અખંડ ભારત એ હિંદુત્વ રાષ્ટ્રવાદીઓ દ્વારા અપનાવવામાં આવેલ એક વિચાર છે, જે એવી કલ્પના કરે છે કે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, માલદીવ્સ, મ્યાનમાર, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા પડોશી દેશો ભારતનો ભાગ બનશે’. લુમ્બિની જે બુદ્ધનું જન્મસ્થળ હતું અને હાલ નેપાળમાં છે પરંતુ નવી સંસદમાં અખંડ ભારતના નકશા પર દર્શાવ્યું છે. એક રીતે આ બંને સાથે જોડાયેલા છે. હું એક પુસ્તક લખી રહ્યો છું જેનું નામ છે ‘ધ કેસ ફોર અખંડ ભારત’ તેમાં બે બાબતોને સમજવાનો પ્રયાસ કર્યો છે. એક, જો ભારતીયો ખાસ કરીને બીજેપીના હિંદુઓ દક્ષિણ એશિયાને એક કરવા માંગતા હોય, તો તેઓ શા માટે ચિત્રો અને મૂર્તિ સિવાય કંઈ બીજો પ્રયાસ નથી કરતા? બીજું, ખરેખર અખંડ ભારત બનાવવા માટે શું કરવું પડશે?

પ્રથમ સવાલનો જવાબ સહેલો છે. ભાજપ અને હિંદુઓ જે તેને સમર્થન આપે છે તેઓ દક્ષિણ એશિયાને જોડવા નથી ઈચ્છતા. તેઓ પ્રજા સાથેની સત્તા ઇચ્છે છે. ભારતમાં એક પણ મુસ્લિમ સાંસદ, મંત્રી કે ધારાસભ્ય વગર શાસન કરતો એ પક્ષ ચિટાગોંગની મહિલા કે પેશાવરનાં બાળકને આકર્ષિત નહીં કરશે. ભાજપને જમીન જોઈએ છે, જનતા નથી જોઈતી. સમજવા માટે કાશ્મીરને જુઓ. ધર્માંધતા કંટાળાજનક છે પણ બીજો પ્રશ્ન રસપ્રદ છે. ભારતીય ઉપખંડના લોકોને એક કરવા માટે ખરેખર શું કરવું પડશે? ત્યાં શસ્ત્રોનું બળ ન હોઈ શકે, કારણ કે આપણી પાસે ક્ષમતા નથી, તેમ છતાં આપણે તેને સ્વીકારતા નથી. આ એક હકીકત છે.

કાશ્મીર નકશામાં દેખાય છે તેના કરતાં અસલમાં અલગ છે. જો નકશાથી ભરમાવાયેલા સામાન્ય ભારતીયો વાસ્તવિક સ્થિતિ તેમને ખરેખર ડરાવશે. એના ટુકડાઓ આપણા નિયંત્રણમાં નથી અને ઠાલા શબ્દો તેને ફરી નહીં મેળવી શકે. યાદ રાખવું કે, સામો પક્ષ આપણા કરતાં માત્ર સાતમા ભાગનો છે. ઇરાદાના અભાવે નહીં પણ ક્ષમતાના અભાવને કારણે આપણે પાછા નથી લઈ શકતા. એમ તો પૂર્વના ટુકડાઓ પણ ખૂટે છે, પણ શક્તિશાળી દેશના ડરથી તેને પાછા લેવાની વાત નથી કરતા કે તેનું નામ પણ નથી લઈ શકતા.

આપણે નેપાળ, ભૂટાન અને બાંગ્લા દેશને ધમકાવી શકીએ છીએ પણ નકશા અને ભાષણોમાં તેમને સામેલ કર્યા સિવાય તેના પર કાયદેસર દાવો નથી કરવાના અને તેમ છતાં બીજો રસ્તો છે, જે ધ્યાનમાં નથી (મારું પુસ્તક એ વિશે જ છે). જો ભારત જેવી શક્તિશાળી, સૌથી મોટી અર્થવ્યવસ્થા, સૌથી જૂની લોકશાહી અને સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ તેના પડોશીઓ સુધી પહોંચે અને તેમને એક કરવાનો પ્રયાસ કરે તો? તે દેખાશે અને તેમાં શું સામેલ હશે?

પ્રથમ, તેમને રાજનીતિ સિવાયની બાબતોને સંબોધિત કરવી પડશે. જ્યારે યુરોપિયન યુનિયન બનવાનું શરૂ થયું, ત્યારે તેઓ ચલણ કે સંસદ દ્વારા જોડાયા ન હતાં. તેમની સ્ટીલ અને કોલસા ઈન્ડસ્ટ્રી દ્વારા જોડાયા, શા માટે? કારણ કે તેમની અર્થવ્યવસ્થા અને તેમની સૈન્યના વિકાસ માટે આ બે વસ્તુ જરૂરી હતી. પ્રથમ યુદ્ધ પછી યુરોપિયન દેશોએ જર્મનીને બળજબરીથી અને પછી સર્વસંમતિથી પોતાને એક કર્યા. યાદ રાખવું કે એક જ ધર્મના હોવા છતાં, તેઓ 1914 અને 1945 વચ્ચે માત્ર ત્રીસ વર્ષમાં વિશ્વના અન્ય દેશો કરતાં વધારે હત્યા એકબીજાની કરી હતી. દક્ષિણ એશિયામાં એવી કઈ વસ્તુઓ છે જે એક ચલણ કે એક વડા પ્રધાન જેવા મુદ્દાઓને સંબોધ્યા વિના સરખી રીતે જોડી શકાય છે?

કેવું તેમને ટ્રાન્સપોર્ટ કરવું પડશે, એટલે કે, રસ્તાઓ ખુલ્લા, રેલ-વિમાનનું જોડાણ; કોમ્યુનિકેશન, એટલે કે મોબાઈલ ટેલિફોન કે બંને બાજુ મફત મુસાફરી માટે જેનો ઉપયોગ થઈ શકે છે. તેનો અર્થ એ થશે કે કોઈ પણ કોલકત્તાથી ઢાકા અથવા લાહોરથી શિમલા વિઝા વિના જઈ શકાશે. શું આ કરવું અઘરુ છે? ના, તે માટે કલમની જરૂર છે. સમસ્યા એ દેશની માનસિકતામાં રહેલી છે કે જેઓ પાડોશીને દુશ્મન સમજે છે.

એ હશે આગળનું પગલું જે યુરોપિયન યુનિયને કર્યું, માલ અને સેવાઓની પદ્ધતિને સરળ બનાવવી. આખરે અર્થતંત્રોને એક કરશે અને તમામ રાષ્ટ્રોને લાભ થશે, ખાસ કરીને જેઓ એવી વસ્તુઓનું ઉત્પાદન કરશે જે અન્ય લોકો કરી શકતા નથી. ભારત કાર, ટુ વ્હીલર, પેટ્રોલ, સોફ્ટવેર, સંગીતનાં સાધનો, પુસ્તકો, નર્સો, એન્જિનિયરો અને બાયોકેમિસ્ટનું અન્ય દેશો કરી શકે તે કરતાં સારી રીતે ઉત્પાદન કરી શકે છે અને અન્યોને મોકલી શકે છે. આમ ન કરવું એ ભારતીયોની અને ભારતની પ્રગતિની સંભાવનાને રોકવા જેવી છે.

આ સોફ્ટ ‘અખંડ ભારત’નું અંતિમ પગલું અમુક રાજકીય બાબતોના એકીકરણનું હશે, EUએ પણ આમ કર્યું છે. આપણે જ્યાં-ત્યાં જવાની કે અન્ય ભાગો વિકસિત ન થાય ત્યાં સુધી આપણે તેને ધ્યાનમાં લેવાની જરૂર નથી. પરંતુ આપણે સમજવું પડશે કે આ ત્રીજું પગલું પ્રથમ બેની ગેરહાજરીમાં એકદમ અશક્ય છે. જેમ કે નેપાળ અને અન્ય લોકો જેનો વિરોધ કરે છે, તે ભીંતચિત્ર મૂકવા સંસદમાં બાળકની જેમ વિચારવા જેવું છે. આ એક હકીકત છે કે નવી સંસદમાં ભારતની ઉચ્ચ વર્ગની વિચારસરણીને દુનિયા સામે રજૂ કરાયેલી નાદાની છે. પરંતુ તેને સ્વીકારવાની સાથે કામ કરવાની જરૂર છે. અખંડ ભારત રંગ કે ભીંતચિત્રોથી નહીં આવે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top