Charchapatra

શું થાય તે વિચાર્યુ છે?

વર્તમાન સમયમાં સમાજમાં છુટાછેડાનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે. સહનશીલતાનો અભાવ, સમાધાન વત્તિનો અભાવ કે અન્ય કારણોસર દંપતિ અલગ થવાનો નિર્ણય લે છે. મતભેદ દ્વરા મનભેદ ઉપસ્થિત થાયન અલગ થવાના (લગ્નવિચ્છેદ)નો નિર્ણય ઉદ્દભવે! માતાપિતા છુટાછેડા લે તો એ સંતાન ક્યારેક હતાશાની ગર્તામાં ડૂબી જતુ હોય છે. તરૂણાવસ્થામાંથી પસાર થતુ હોય તો એ કુછંદે ચઢી ડ્રગ્સ કે માદક દ્રવ્યોનું સેવન કરી અનિતિના માર્ગે લઘુતાગ્રંથિ શકે.

અયોગ્ય વ્યક્તિની પ્રેમજાળમા ફસાઇને સ્વયંનુ ર્સ્વર્વ ગુમાવી દેવાના કિસ્સા પણ બની શકે. ક્યારેક માતા-પિતા પુર્નલગ્નનો અમલ કરે તો એ સંતાને આંગિળયાત બની સાવકા માતા કે પિતાને સ્વીકારવા જ પઠે. ક્યારેક ઉપેક્ષા ભર્યુ વર્તન પણ એ આંગળિયાત બાળક સાથે થઇ શકે. અપવાદ શ્રર્વ્ર હોય ક્યારેક સાવકા પિતા સાવકી યુવાન પુત્રી પર કુદૃષ્ટિ રાખી દુષ્કર્મ આચરે એવા સમાચાર પણ અખબાર આલમ દ્વારા જાણવા મળે જ છે! આ બધા દુ:ખદ પ્રશ્નદ સંતાનો માટે ઉપસ્થિત થઇ શકે જેના માતા-પિતા અલગ થવાનો નિર્ણય લે છે.

આ અનિચ્છનીય પ્રશ્નોના ઉપાયમાં તો એટલું કરી શકાય કે લગ્નજીવન એક કે બે જ વર્ષમા જીવન સાથીની માનસિકતા જાણી શકાય અને એવું થાય કે આ સંઘ કાશી એનટી પહોંચે તો સંતાનને જન્મ આપવાનો અધિકકા એ યુગલને હોય જ નહી. ક્યારેક લગ્નેતર સંબંધનો પ્રશ્ન હોય. તો અલગ થવાનો નિર્ણય નકારી ન જ શકાય. પણ માતા-પિતા અલગ થયા પછી પણ મૈત્રીભાવ કેળવીને એ સંતાનની જવાબદારી નિભાવે તો એ સંતાનનુ ભાવિ ઉજવણ બની શકે. બાકી છુટાછેટાનો નિર્ણય ખૂબ સમજી વિચારીને લેવો જેથી જન્મી ચૂકેલા સંતાનનુ ભાવિ ન જોખમાય. રાખી અને ગુલઝાર અલગ યા પછી પણ મેઘના ગુલઝારની જવાબદારી શ્રેષ્ઠ રીતે નિભાવી છે જેથી હિન્દી ફિલ્મ જગતને એક સારી ફિલ્મ નિર્માત્રીની પ્રાપ્ત થઇ છે એ સર્વવિદિત વાત છે.
સુરત     – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top