Dakshin Gujarat Main

તાપી જિલ્લામાં સુરત-ભુસાવલ ટ્રેનને આ નાનાં સ્ટેશનો પર સ્ટોપેજ આપવાની માંગ

વ્યારા: (Vyara) રેલવે પરિવહન દ્વારા આદિજાતિ વિસ્તારોના વિકાસ અને ટ્રેનોને નાનાં સ્ટેશનોનાં સ્ટોપેજના (Train Stoppage) પ્રશ્નો ઉકેલવા ૧૭૨- નિઝરના ધારાસભ્ય સુનીલભાઈ ગામીતે રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશને રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું હતું કે, સુરત-ભુસાવલ ટ્રેન સુરતથી ઉપડી ભુસાવલ (Bhusaval) જાય છે. આ ટ્રેનમાં ગુજરાત રાજ્યનો છેવાડાનો જિલ્લો તાપી (Tapi District) છે. આ ટ્રેનમાં આદિજાતિ વિસ્તારના મજૂર વર્ગ, નોકરિયાત વર્ગ અને અન્ય મુસાફરો કાયમ આવતા અને જતા હોય છે. પરંતુ આ ટ્રેન બગુમરા, ગંગાધરા, ટીમ્બરવા, માંગરોલીયા, માળી, કહેર, કીકાકુઇ રોડ, દોસવાડા, લક્કડકોટ, ભડભુંજા, ચીંચપાડા, ખાંટગાવ વગેરે સ્ટેશનો ઉપર સ્ટોપેજ નથી. જેનાથી સામાન્ય ગરીબ, મજૂર અને નોકરિયાત વર્ગને આ ટ્રેનનો લાભ મળતો નથી.

  • તાપી જિલ્લામાં સુરત-ભુસાવલ ટ્રેનનાં નાનાં સ્ટેશનોનાં સ્ટોપેજનાં પ્રશ્નો ઉકેલવા માંગ
  • રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશને ધારાસભ્ય સુનીલ ગામીતની રજૂઆત

આજ ટ્રેન નંદુરબાર પછી ભુસાવલ સુધી બધાં સ્ટેશનો ઉપર ઊભી રહે છે. જેથી તાપી જિલ્લાના આદિવાસી વિસ્તારમાં પરિવહન માટે ખૂબ જ મુશ્કેલી થાય છે. જેથી આ બધાં સ્ટેશનો ઉપર સ્ટોપેજ આપવાની માંગણી કરી છે. સવારના યુ.પી. ટ્રાફિક માટે ટ્રેન સુરત-નંદુરબાર, જે સુરત જાય છે. ૭-૩૦ કલાકે ૮-૩૦ કલાકે, ૯-૩૦ કલાકે નંદરબારથી લોકલ ટ્રેનો ૪-૩૦ કલાકે, પ-૩૦ કલાકે ટ્રાફિક માટે સુરતથી નંદુરબાર, સુરતથી લોકલ ટ્રેન 15-30 કલાકે, ૧૬-૪૫ કલાકે અને ૧૮-૨૦ કલાકે આ બધી મેમુ ટ્રેનો અથવા લોકલ ટ્રેનોમાં સુવિધા માટે સ્ટોપેજ હોવા જોઇએ.

આદિજાતિ સામાજના લોકો દૈનિક સુરત, ઉધના, ચલથાણ, બગુમરા, ગંગાધરા, બારડોલી, ટીમ્બરવા, માંગરોલીયા, માળી, કહેર, વ્યારા માટે રોજ ટ્રેનનો ઉપયોગ કરે છે, પરંતુ સ્ટેશનો ઉપર સ્ટોપેજ ન હોય તેમને ખૂબ જ તકલીફ પડે છે. વ્યારા (તાપી) આદિજાતિ જિલ્લો છે. ગુજરાતની બધી સુપરફાસ્ટ, એક્સપ્રેસ ટ્રેનોમાં વ્યારા પાસે સ્ટોપેજ હોવું જોઇએ. કારણ કે (કાકરાપાર ન્યુક્લીયર પાવર કોર્પોરેશન ઇન્ડિયા લિ.) કાકરાપાર ખાતે અને એલ એન્ડ ટી થર્મલ પાવર પ્લાન, સોનગઢ (ઉકાઇ) ખાતે હોવાથી દેશનાં તમામ રાજ્યોના અધિકારીઓ અને કર્મચારીઓ વ્યારા સુધી પૂરી સિઝનમાં આવ-જા કરે છે. જેથી વ્યારા માટે તમામ ટ્રેનનું સ્ટોપેજ મળે. જેથી ટ્રેનોને વધુ રેલવે ટ્રાફિક અને આવક મળશે તેવું પોતાની રજૂઆતમાં જણાવ્યું છે.

Most Popular

To Top