અભિનેતા વિવેક ઓબરોયના સાળાની ડ્રગ્સ કેસમાં બેંગ્લોર પોલીસે ધરપકડ કરી

કર્ણાટકના પૂર્વ મંત્રી જીવરાજ આલ્વાના (Jeevraj Alva) પુત્ર અને બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોયના (Vivek Oberoi) સાળા એવા આદિત્ય અલ્વાની (Aditya Alva) બેંગ્લોર પોલીસ ક્રાઇમ બ્રાંચે (Banglore Police) ચેન્નઈથી સોમવારે સેન્ડલવુડ ડ્રગ્સ (Sandalwood Drug Case) કેસમાં ધરપકડ કરી હતી. સપ્ટેમ્બર 2020 માં સેન્ડલવુડ ડ્રગ્સ કેસમાં તેનું નામ આવ્યા પછીથી આદિત્ય આલ્વા ફરાર હતો. આને કારણે કોર્ટમાં તેની વિરુદ્ધ નોંધાયેલી FIR પણ રદ કરવી પડી હતી.

અભિનેતા વિવેક ઓબરોયના સાળાની ડ્રગ્સ કેસમાં બેંગ્લોર પોલીસે ધરપકડ કરી

મંગળવારે આદિત્ય આલ્વાને મેડિકલ ચેકઅપ માટે બેંગલોર લઈ જવામાં આવ્યો હતો. તેને કોર્ટમાં લઈ જવામાં આવશે ત્યારબાદ પોલીસ તેની કસ્ટડીની માંગ કરાશે. પ્રારંભિક પૂછપરછમાં આદિત્ય આલ્વાએ પોતાને નિર્દોષ ગણાવ્યો છે. આદિત્યએ કહ્યું કે તેણે માત્ર પાર્ટી યોજી હતી પરંતુ તે ડ્રગ્સ લેનારા કોઈ વ્યક્તિને જાણતો નથી. આજદિન સુધીની પૂછપરછમાં આદિત્ય દ્વારા ડ્રગ્સને લગતી કોઈ શંકાસ્પદ માહિતી મળી નથી. પોલીસ કસ્ટડીમાં તેની પૂછપરછ ચાલુ રહેશે.

અભિનેતા વિવેક ઓબરોયના સાળાની ડ્રગ્સ કેસમાં બેંગ્લોર પોલીસે ધરપકડ કરી

તે જાણીતું છે કે આદિત્ય અલ્વા પર બેંગ્લોરમાં તેના ઘર ‘હાઉસ ઑફ લાઈફ’માં ડ્રગ્સ પાર્ટીઓને હોસ્ટ કરવાનો આરોપ છે. આદિત્ય અલ્વા ચેન્નઈમાં બે અન્ય સાથીઓ સાથે અંડર ગ્રાઉન્ડ થયો હતો. બંને ભાગીદારો ઘરના કામમાં તેમની મદદ કરતા હતા. રિપોર્ટ અનુસાર આદિત્ય આલ્વા ચેન્નાઇમાં પોતાના ઘરમાં જ અંડર ગ્રાઉન્ડ થયો હતો. પોલીસને આ વાતની જાણ થતા પોલીસે છાપેમારી કરીને તેની ધરપકડ કરી લીધી હતી.

અભિનેતા વિવેક ઓબરોયના સાળાની ડ્રગ્સ કેસમાં બેંગ્લોર પોલીસે ધરપકડ કરી

વિવેક ઓબેરોયના સાળા આદિત્ય આલ્વાનું નામ પણ થોડા સમય પહેલા સેન્ડલવુડ ડ્રગ્સ કેસમાં સામે આવ્યું હતું. પોલીસે તેના ઘરે દરોડા પાડ્યા ત્યારે આદિત્ય તેના ઘરેથી છટકી ગયો હતો. પોલીસે કહ્યું હતું કે- ‘આદિત્ય અલ્વા ફરાર છે. વિવેક ઓબેરોય તેના સંબંધી છે અને અમને ખબર પડી કે આદિત્ય તેના ઘરે છુપાયેલો છે. તેથી અમે તપાસવા માંગીએ છીએ. આ માટે કોર્ટ તરફથી વોરંટ લેવામાં આવ્યું હતું અને અમારી ક્રાઈમ બ્રાંચની ટીમ બેંગાલુરુથી તેમના મુંબઇના ઘરે ગઈ હતી. ત્યારબાદથી પોલીસ આદિત્યની શોધમાં લાગી હતી.

અભિનેતા વિવેક ઓબરોયના સાળાની ડ્રગ્સ કેસમાં બેંગ્લોર પોલીસે ધરપકડ કરી


તાજેતરમાં જ વિવેક ઓબેરોયની પત્ની પ્રિયંકા આલ્વા ઓબેરોયને (Priyanka Alva Oberoi) તેના સાળા આદિત્ય આલ્વા સાથે સેંડલવુડ ડ્રગ્સ કેસમાં સિટી ક્રાઈમ બ્રાંચે નોટિસ મોકલી હતી. બેંગ્લોર પોલીસે વિવેક ઓબેરોયના ઘરે પણ દરોડા પાડ્યા હતા. બેંગ્લોર પોલીસ સર્ચ વોરંટ લઇને જુહુ સ્થિત વિવેક ઓબેરોયના ઘરે પહોંચી હતી.

Related Posts