National

ઉપરાષ્ટ્રપતિની મિમિક્રીના મામલે એનડીએના સાંસદોના સ્ટેન્ડથી બાજી પલટાઈ

નવી દિલ્હી(NewDelhi) : દેશના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરની મિમીક્રી (Mimicry of Vice President Jagdeep Dhankhar) કરી તેમનું અપમાન (Insult) કરવાની ઘટનાને પગલે રાજકારણ (Politics) ગરમાયું છે. તૃણમુલ કોંગ્રેસના નેતા કલ્યાણ બેનર્જીએ (KalyanBenerjee) સંસદના (Parliament) પગથિયા પર બેસી ઉપરાષ્ટ્રપતિની નકલ કરી હતી.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) ઉપરાષ્ટ્રપતિને ફોન કરી આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. ઉપરાષ્ટ્રપતિએ વડાપ્રધાન સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી હતી. બીજી તરફ કલ્યાણ બેનર્જીએ પણ આ મામલે પોતાનો બચાવ રજૂ કર્યો છે.

ભાજપના સાંસદો ઉપરાષ્ટ્રપતિના સન્માનમાં એક કલાક ઉભા રહેશે
ઉપરાષ્ટ્રપતિના અપમાન પર ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધને મોટો નિર્ણય લીધો છે. TMC નેતા કલ્યાણ બેનર્જી વિરુદ્ધ અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. જગદીપ ધનખરના સન્માનમાં ભાજપના સભ્યો એક કલાક ઊભા રહેશે અને રાજ્યસભાની કાર્યવાહીમાં ભાગ લેશે. બંધારણીય પદનું અપમાન થયું છે. પ્રથમ વખત જાટ સમુદાયના ખેડૂત પુત્રને આટલું મોટું બંધારણીય પદ મળ્યું છે.

સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ તેને ખેડૂતો અને જાટ સમુદાયનું અપમાન ગણાવ્યું છે. વિપક્ષે પહેલા વડાપ્રધાનનું અપમાન કર્યું. હવે ઉપરાષ્ટ્રપતિનું અપમાન થયું છે. ભારત ઉપરાષ્ટ્રપતિનું અપમાન સહન નહીં કરે. વિપક્ષની અધોગતિનું આ એક નવું સ્તર છે. જોષીએ કહ્યું કે, હું આ ઘટનાની સખત નિંદા કરું છું. આ લોકો બંધારણીય હોદ્દા ધરાવતા લોકોનું અપમાન કરે છે. તેઓ પીએમનું પણ અપમાન કરે છે. કારણ કે તેઓ બધા ગરીબ પૃષ્ઠભૂમિમાંથી આવે છે. તમારું પણ અપમાન કર્યું. તમે ખેડૂત પૃષ્ઠભૂમિમાંથી છો. ભારત ઉપરાષ્ટ્રપતિનું અપમાન સહન નહીં કરે. તમારું સન્માન છે અને અમે (એનડીએ સાંસદો) તેમની સામે ઊભા રહીશું અને સંસદીય કાર્યવાહીમાં ભાગ લઈશું.

મંગળવારે શું બન્યું હતું?
મંગળવારે સંસદના પગથિયાં પર વિપક્ષના વિરોધ દરમિયાન જોવા મળી હતી. ત્યારે તૃણમૂલ કોંગ્રેસના નેતા કલ્યાણ બેનર્જીએ ધનખરની મજાક ઉડાવી તેની નકલ કરી હતી. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવતા જોવા મળ્યા હતા. વિપક્ષી સાંસદો તેમના સસ્પેન્શનનો વિરોધ કરી રહ્યા હતા અને સીડીઓ પર પ્રદર્શન કરવા માટે ભેગા થયા હતા.

PMએ ધનખરને ફોન કર્યો, દુ:ખ વ્યક્ત કર્યું
આજે બુધવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને ફોન કરીને સંસદ સંકુલમાં કેટલાક સાંસદોના વર્તનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. પીએમએ કહ્યું, હું પણ છેલ્લા 20 વર્ષથી આ પ્રકારનું અપમાન સહન કરી રહ્યો છું. દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ આ ઘટના પર નિરાશા વ્યક્ત કરી છે. ઉપરાષ્ટ્રપતિએ ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું કે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો હતો.

તેમણે ગઈકાલે પવિત્ર સંસદ પરિસરમાં કેટલાક માનનીય સાંસદોના ધિક્કારપાત્ર વર્તન પર ઊંડો ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે મને કહ્યું કે તે છેલ્લા વીસ વર્ષથી આવા અપમાન સહન કરી રહ્યો છે. ભારતમાં ઉપરાષ્ટ્રપતિ જેવા બંધારણીય પદ સાથે સંસદમાં આવું થાય તે દુર્ભાગ્યપૂર્ણ છે.

કલ્યાણ મુખર્જીએ સ્પષ્ટતા કરતા કહ્યું, આ આર્ટ છે
હવે ટીએમસી નેતા કલ્યાણ બેનર્જીએ ઉપરાષ્ટ્રપતિ ધનખરની નકલ કરવા પર સ્પષ્ટતા આપી છે. કલ્યાણ મુખર્જીએ કહ્યું કે, મને ઉપરાષ્ટ્રપતિ માટે ઘણું સન્માન છે. મિમિક્રી એ એક કળા છે. મારો ઈરાદો દુઃખ પહોંચાડવાનો ન હતો. માફી માંગવાના સવાલ પર તેમણે ‘ના’માં જવાબ આપ્યો. કહ્યું. તે જ સમયે, TMC નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે TMC સંસદીય દળ આ મામલે વાત કરશે.

Most Popular

To Top