Dakshin Gujarat

વાલોડ તાલુકા પંચાયત સામે વિપક્ષનાં ધરણાં: તાલુકા પંચાયત પટાંગણમાં વિરોધ દર્શાવતાં પ્રદર્શન

વ્યારા: વાલોડ (Valod) તાલુકા (Taluka) પંચાયત (Panchayat) ખાતે વિપક્ષના સભ્યોએ પોતાનાં કામોનો યોજનાકીય ગ્રાન્ટમાં (Grant) સમાવેશ કરવાની માંગણીનો શાસક પક્ષ દ્વારા ઉલાડિયું કરાતાં તેઓ દ્વારા ધરણાં (Dharna) પ્રદર્શન કરવામાં આવ્યું હતું.વિપક્ષના સભ્યોએ યોજનાકીય ગ્રાન્ટની ફાળવણીમાં શાસક પક્ષ તરફથી અન્યાય તેમજ વખતોવખત તાલુકા કક્ષાએ થતાં વિકાસનાં કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો અંગેની ફરિયાદનો યોગ્ય સમયમમાં નિકાલ ન થતાં તાલુકા પંચાયતના ચુંટાયેલા સભ્યો સાથે કોંગ્રેસના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

તાલુકા પંચાયત પટાંગણમાં વિરોધ દર્શાવતાં ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું
આ પ્રસંગે ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અજય ગામીત, હેમાંગની ગરાસિયા, વિપુલ પટેલ, દિનેશ પટેલ,પ્રકાશ મહેતા, પરિમલ પટેલ, હર્ષલ ચૌધરી ,હરીશ ચૌધરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top